• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રામાયણમાં સીતા કોણ બનશે? કરીના કે દીપિકા- બૉલીવુડની સૌથી મોંઘી એક્ટ્રેસ બનશે!

By Staff
|
Google Oneindia Gujarati News

બૉલીવુડના સર્કલમાં એક ફિલ્મ ખુબ ચર્ચાઈ રહી છે, જેને દંગલ ફેમ ડાયરેક્ટર નિતેશ તિવારી લઈને આવી રહ્યા છે. રામાયણને લઈ વિવિધ પ્રકારના અંદાજા લગાવાઈ રહ્યા છે. અત્યાર સુધીના અહેવાલ મુજબ આ ફિલ્મમાં ઋતિક રોશન રાવણ અને મહેશ બાબૂ રામનો રોલ નિભાવતા જોવા મળશે.

હવે લેટેસ્ટ મીડિયા ગૉસિપ્સનું માનીએ તો રામાયણના ફીમેલ લીડ રોલ એટલે કે સીતાના રોલ માટે બૉલીવુડની બે ટૉપ એક્ટ્રેસનું નામ ચાલી રહ્યું છે. આ બંને નામ છે કરીના કપૂર ખાન અને દૂપિકા પાદુકોણ. મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે ફિલ્મમેકર્સ વચ્ચે સીતાના રોલ માટે દીપિકા પાદુકોણ અને કરીના કપૂરના નામ પર વિચાર ચાલી રહ્યો છે.

સૌથી મોંઘી એક્ટ્રેસ

સૌથી મોંઘી એક્ટ્રેસ

એટલું જ નહિ, એવા પણ અહેવાલ છે કે સીતાના રોલ માટે સૌથી વધુ ફી ઑફર કરવામાં આવનાર છે. એવામાં કરીના અથવા દીપિકા બંનેમાંથી જે કોઈપણ સીતાનો રોલ નિભાવવા નું નક્કી થાય છે તે ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસ પણ બની જશે.

નિતેશ તિવરી રામાયણ પ્રોજેક્ટને મોટા પાયે લાવી રહ્યા છે. આ એક બિગ બજેટ ફિલ્મ હોય શકે છે. પરંતુ હજી સુધી સત્તાવાર રીતે આ ડિટેલ્સની ઑફિશિયલ ઘોષણા થવી બાકી છે.

રાવણનો રોલ સૌથી દિલચસ્પ હશે

રાવણનો રોલ સૌથી દિલચસ્પ હશે

મહેશ બાબૂ જ્યાં રામના રોલમાં જોવા મળશે જ્યારે ઋતિક રોશન રાવણના રોલમાં જોવા મળશે તે ફાઈનલ થઈ ગયું છે. ઋતિક રોશન આ રોલને લઈ ધમાકો મચાવી દેશે, બસ હવે ઔપચારિક એલાનનો ઈંતેજાર છે.

મધુ મંતેના દ્વારા પ્રોડ્યૂસ

મધુ મંતેના દ્વારા પ્રોડ્યૂસ

મધુ મંતેના દ્વારા પ્રોડ્યૂસ રામાયણ એક મેગા બજેટ ફિલ્મ હશે, જે એકસાથે કેટલીય ભાષામાં રિલીઝ કરાશે.

એક સીતા કૃતિ સેનન પણ

એક સીતા કૃતિ સેનન પણ

બીજી તરફ આદિપુરુષ ફિલ્મ પણ ઘણી ચર્ચામાં છે. ઓમ રાઉત અને પ્રભાસની ફિલ્મમાં કૃતિ સેનની ઑફિશિયલ એન્ટ્રી થઈ ચૂકી છે અને કહેવાઈ રહ્યું છે કે તે સીતાનો રોલ નિભાવતી જોવા મળશે.

દીપિકા પાદુકોણ પાસે માયથોલોકિલ ફિલ્મ કરવાનો અનુભવ

દીપિકા પાદુકોણ પાસે માયથોલોકિલ ફિલ્મ કરવાનો અનુભવ

દીપિકા પાદુકોણે સંજયલીલા ભણસાલીની ફિલ્મોમાં મસ્તાની, પદ્માવતીનો જબરદસ્ત રોલ નિભાવ્યો છે. તેમની પાસે આવા પ્રકારના રોલ નિભાવવાનો અનુભવ છે, આ કારણે જ દીપિકા શરૂઆતથી જ સીતાના રોલ માટે પહેલી પસંદ છે.

માયથોલૉકિલ ફિલ્મમાં કરીના

માયથોલૉકિલ ફિલ્મમાં કરીના

કરીનાએ ફિલ્મ અશોકામાં રાજકુમારી Kaurawakiનો રોલ નિભાવ્યો, કરીના કપૂર પાસે પણ માયથોલૉકિલ ફિલ્મનો અનુભવ છે.

‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' Review: સલમાન ખાનના સ્વેગમાં નીકળી ગઈ આખી ફિલ્મ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' Review: સલમાન ખાનના સ્વેગમાં નીકળી ગઈ આખી ફિલ્મ

ફિલ્મની તૈયારી ક્યાં સુધી પહોંચી

ફિલ્મની તૈયારી ક્યાં સુધી પહોંચી

અહેવાલો મુજબ નિર્માતાએ રિસર્ચ સ્કૉલક્સને રામાયણ પર રિસર્ચ અને ફેક્ટ એકઠા કરવાનું કામ સોંપ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલા તથ્યો પર કામ ચાલી રહ્યું છે. બાકી કોરોનાના કારણે પણ થોડું કામ ઢીલું પડી ગયું છે.

જણાવી દઈએ કે કરીના કપૂરની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા છે જ્યારે દીપિકા પાદુકોણ પાસે પણ અપકમિંગ પ્રોજેક્ટ્સના ઢગલા છે. દીપિકા 83, ફાઈટર, ધી ઈન્ટર્ન, પઠાન જેવી મોટી ફિલ્મોમાં જોવા મળશે.

English summary
deepika padukone or karina kapoor?who will play role of sita in film ramayan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X