• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂર્વ બોયફ્રેન્ડ પ્રતીકે કહ્યું, સાયકો છે પવિત્રા પુનિયા, તો મળ્યો આવો જવાબ

|
Google Oneindia Gujarati News

મુંબઈ : ટીવીનો પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ ઓટીટી પ્લેટફોર્મ પર 8 ઓગસ્ટથી શરૂ થયો છે. વૂટ એપ પર બિગ બોસની 15મી સીઝન જોઇ શકાય છે. આ વખતે શો સલમાન ખાન નહીં, પરંતુ ફિલ્મ નિર્માતા કરણ જોહર હોસ્ટ કરી રહ્યો છે. પ્રતીક સહજપાલ પણ આ શોમાં દેખાયા છે, જે શોમાં આવતા પહેલા પણ ચર્ચામાં રહી ચૂક્યા હતા.

પ્રતીક સહજપાલે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અને બિગ બોસ 14ની સ્પર્ધક પવિત્ર પુનિયાને બીબી ઓટીટીની પ્રીમિયરની રાત્રે સાયકો અને આક્રમક કહી હતી. પ્રતીકે કહ્યું હતું કે, હું અને પવિત્ર પુનિયા બંને સાયકો, આક્રમક અને પઝેસિવ હતા, તેથી અમારો સંબંધ તૂટી ગયા. જે બાદ પવિત્ર પૂનિયાએ પ્રતીકની આ વાતનો જવાબ આપ્યો છે.

 pavitra Poonia

પવિત્રાએ કહ્યું - જીવનમાં જે નથી તે વિશે મારે શું કહેવું જોઈએ?

પવિત્રા પુનિયાએ કહ્યું કે, હું પ્રતિક પર કોઈ કમેન્ટ કરવા માંગતી નથી. ભગવાન તેને હંમેશા ખુશ રાખે આપે અને આશીર્વાદ આપે. જે લોકો મારા જીવનમાં મહત્વના નથી, હું તેમના વિશે વાત કરતી નથી. બિગ બોસ 15 જોવા અંગે પવિત્ર પુનિયાએ કહ્યું, મેં હજૂ સુધી એક પણ એપિસોડ જોયો નથી, પણ મને લાગે છે કે, ટીવી પર આવશે ત્યારે હું ચોક્કસ જોઈશ, જો સમય મળે તો મારો ભાઈ પણ આ શો જોશે. તે આ શોનો મોટો ફેન. મને ખુશી છે કે, હું ગત સિઝનમાં શોનો ભાગ હતો.

પવિત્ર પુનિયા અહેજાઝ ખાનને ડેટ કરી રહી છે

પ્રવિત્રા પુનિયા આ દિવસોમાં અભિનેતા અહેજાઝ ખાનને ડેટ કરી રહી છે. બંને બિગ બોસ 14માં મળ્યા હતા. બિગ બોસના ઘરમાં જ બંને વચ્ચે નજીક આવ્યા હતા. શો છોડ્યા બાદ અહેજાઝ ખાન અને પવિત્રા બંને એકબીજા સાથે રહે છે. બંને ઘણીવાર મુંબઈમાં સાથે જોવા મળે છે. અહેજાઝ ખાન અને પવિત્રા તાજેતરમાં રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નમાં પણ સાથે જોવા મળ્યા હતા.

પવિત્રા અને અહેજાઝ ખાન ટૂંક સમયમાં કરશે લગ્ન

અહેજાઝ ખાન અને પવિત્ર પુનિયાએ તેમના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો તેમનો પરિવાર આ સંબંધ માટે સહમત થશે, તો તે બંને જલ્દી જ લગ્ન કરશે. અહેજાઝ ખાને કહ્યું હતું કે, એવું પણ બની શકે છે કે વર્ષ 2021ના ​​અંત સુધીમાં બંને લગ્ન કરી લેશે. બીજી બાજુ પવિત્રાએ કહ્યું કે, લગ્ન પહેલા બંને એકબીજાને સારી રીતે સમજવા અને જાણવા માગે છે કારણ કે, લગ્નની મોટી જવાબદારી છે.

English summary
TV's popular reality show Bigg Boss has started on OTT platform from August 8. The 15th season of Bigg Boss can be seen on the Voot app. This time the show is not hosted by Salman Khan, but by filmmaker Karan Johar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X