
ગોરી ત્વચા માટે એશા ગુપ્તાને મળી 9 હજારનું ઈન્જેક્શન લેવાની સલાહ, કહ્યું- 'હું ભટકી ગઇ હતી'
અભિનેત્રી એશા ગુપ્તાએ વર્ષ 2012માં ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ 'જન્નત 2' થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હાલમાં જ ઈશા ગુપ્તા પ્રકાશ ઝાની હિટ સિરીઝ 'આશ્રમ 3'માં જોવા મળી છે. ઈશા આ સિરીઝમાં 'સોનિયા'નું પાત્ર ભજવીને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીએ તેની કારકિર્દીમાં ઘણી લાંબી મજલ કાપી હોવા છતાં, તેણીને તેની પ્રતિભા દર્શાવવાની ભાગ્યે જ તક મળી છે.
કરિયરની શરૂઆતમાં ઈશા ગુપ્તા બોડી શેમેડનો શિકાર બની હતી. એટલું જ નહીં, તેને નાક પર કામ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી. ઈશાને ગોરી ત્વચા માટે 9 હજાર રૂપિયાનું ઈન્જેક્શન લેવાની સલાહ પણ આપવામાં આવી હતી.

ઈશા ગુપ્તાએ ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો
એશા ગુપ્તાએ તાજેતરમાં જ દૈનિક પ્રભાત સમાચાર સાથેના તેમના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'મારી કારકિર્દીની શરૂઆતમાં મને મારાનાકને શાર્પ કરવાની સલાહ આપવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું કે, મારું નાક ગોળ છે. ઘણા વર્ષો પહેલા, લોકોએ મને ગોરી ત્વચામાટે ઇન્જેક્શન લેવાની સલાહ પણ આપી હતી. હું પણ થોડીવાર માટે ભટકી પણ થઈ ગઇ હતી. મેં પૂછપરછ કરી તો ખબર પડી કે આવાએક ઈન્જેક્શનની કિંમત 9 હજાર રૂપિયા છે. હું તેનું નામ નહીં લઈશ પણ તમને અમારી ઘણી બધી અભિનેત્રીઓ ગોરી ત્વચાવાળી જોવામળશે.

સુંદર દેખાવા માટે દબાણ
એશા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, અભિનેત્રીઓ પર સુંદર દેખાવા માટે ઘણું દબાણ હોય છે. આવી સ્થિતિમાં, તે ક્યારેય ઈચ્છશે નહીં કે,તેની પુત્રી અભિનેત્રી બને કારણ કે, તે નાની ઉંમરથી જ સુંદર દેખાવાના દબાણનો સામનો કરવા માંગતી નથી. એશાએ એમ પણ જણાવ્યુંહતું કે, જો તેની પુત્રી શોબિઝ પ્રોફેશનમાં જોડાવા માગે છે, તો તે એક સાદી અને વાસ્તવિક વ્યક્તિની જેમ પોતાનું જીવન જીવી શકશે નહીં.

'આશ્રમ 3'માં એશા ગુપ્તાનું પાત્ર
ઉલ્લેખનીય છે કે, સીરિઝ 'આશ્રમ 3'માં એશા ગુપ્તા સોનિયાના રોલમાં જોવા મળી રહી છે. હાલમાં જ તેણે આ અંગે વાત કરતાં જણાવ્યું હતુંકે, બાબા નિરાલા સાથે સોનિયાની કેમિસ્ટ્રી સ્થાપિત કરવા માટે તેને કેટલી મહેનત કરવી પડી હતી. આવા સમયે, સિરીઝમાં સોનિયાનોઅવતાર અને પાત્ર બંને દિલ જીતી લેનારા છે, લોકો સિરીઝ જોયા પછી એશાના વખાણ કરતા થાકતા નથી.