પૂલમાં ઉતરીને 'ગોપી વહુ' એ લગાવી ડૂબકી, લોકોએ કોમેન્ટ બોક્ષમાં લીધી મજા
'સાથ નિભાના સાથિયા' માં ગોપી વહુનું પાત્ર ભજવીને દેવોલિના ભટ્ટાચારજી ખૂબ જ પ્રખ્યાત થઇ હતી. દેવોલિનાને આ શોથી એટલી પ્રસિદ્ધિ મળી કે આજે પણ લોકો તેને ગોપી વહુ તરીકે ઓળખે છે. શોમાં સાદી દેખાતી ગોપી વહુ રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે. હાલમાં જ ગોપી વહુએ પૂલમાં ઘુસીને આગ લગાડી કે, વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે.

દેવોલિના પૂલમાં ઉતરી
આ વીડિયોમાં દેવોલિના પૂલમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ કાળા રંગનું ટોપ પહેર્યું છે. વીડિયોમાં દેવોલિના ક્યારેક પાણીની નીચે જતી હોય છે, તો ક્યારેક બહારઆવતી જોવા મળી રહી છે.
હોટ દેખાઇ છે દેવોલિના
આ વીડિયોમાં દેવોલિના કિલર લૂક આપતી જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ સાથે તેના વાળને પાણીમાં પલાળીને તેઓને હલાવવા પણ જોવામળ્યા હતા. જેને જોઈને તમે પણ કહેશો કે, તમારી ગોપી વહુ સ્ટાઈલની બાબતમાં કોઈથી કમ નથી.
બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે આ ગીત
તમારી ફેવરીટ ગોપી વહુએ એક ગીત સાથે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ખાસ વાત એ છે કે, વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં 'ચલો તુમકો લેકર ચલે.' આગીત બિપાશા બાસુ અને જોન અબ્રાહમની ફિલ્મ 'જિસ્મ' નું છે. આ ફિલ્મમાં બંનેએ ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા.

કેપ્શનમાં આ લખ્યું
દેવોલિનાએ આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ કેપ્શન સાથે શેર કર્યો છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, 'મોર્નિંગ વાઇબ.' અભિનેત્રીએ આ વીડિયો સોશિયલમીડિયા પર શેર કરતાની સાથે જ ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજી શેર કરવાનું શરૂ કરી દીધું હતું.
'બિગ બોસ' માં ઘણી વખત જોવા મળી
દેવોલિના 'બિગ બોસ' સિઝન 13માં પહેલીવાર બિગ બોસમાં આવી હતી. જે બાદ અભિનેત્રી બિગ બોસની ઘણી સિઝનમાં જોવા મળી છે. જોકે, આ સમયે અભિનેત્રી શોકરતાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ છે.