'હું ડલ અને કોલ્ડ કહેવાવા કરતાં સેક્સી અને સ્પાઇસી કહેવડાવાનું પસંદ કરીશ' : મલાઇકા અરોરા
નવી દિલ્હી, 12 માર્ચ : બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ભલે ફિલ્મોમાં જોવા ન મળે, પરંતુ તે પોતાના લૂક અને ફિગરને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે સતત સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ તેના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે.

સ્ટ્રેચ માર્કસ પર આ વાત કહી
મલાઈકા અરોરાએ કહ્યું છે કે, હું 'ફેડ એન્ડ કોલ્ડ' કહેવાને બદલે 'સેક્સી અને સ્પાઈસી' તરીકે ઓળખાવાનું પસંદ કરીશ. તે હું હંમેશા જાણું છું. હું સ્વભાવે ખૂબ જ એક્ટિવછું. આ સિવાય તે તેના સ્ટ્રેચ માર્કસને કારણે અસુરક્ષિત અનુભવતી નથી. તેણી માને છે કે, વૃદ્ધાવસ્થા એ જીવનનો અભિન્ન ભાગ છે અને તે તેને સમજદારીપૂર્વકઅપનાવશે.

હોર્મોનલ ફેરફારોથી પરેશાન
મલાઈકાએ જણાવ્યું હતું કે, કેટલાક દિવસો એવા હોય છે, જ્યારે તે સંપૂર્ણપણે વિપરીત અનુભવે છે. ક્યારેક મહિનાના 15 દિવસોમાં તે તેની ઊંચાઈ પર હોય છે, જ્યારેબાકીના 15 દિવસોમાં તે ઘણો સંઘર્ષ કરે છે. તેની પાછળનું કારણ તેમના હોર્મોનલ ફેરફારો છે, જેમાંથી તમામ મહિલાઓ પસાર થાય છે. તેમને લાગે છે કે, તેઓ ફૂલીગયા છે અને તે પછી તેઓ હતાશ થઈ જાય છે.

ટ્રોલિંગ બાબતે કરી આ વાત
મલાઇકા અરોરાના શરીર અને ફિગર વિશે, તેણીએ કહ્યું કે, તેણી પોતાની સ્કીન સાથે કમ્ફર્ટેબલ છે અને અસુરક્ષાનો સામનો કેવી રીતે કરવો તે જાણે છે. ટ્રોલિંગ પરમલાઇકા અરોરાએ જણાવ્યું કે, જો કોઈ મને સ્ટ્રેચ માર્કસને લઈને ટ્રોલ કરે છે, તો તેનો મને કોઈ વાંધો નથી.

બેડરૂમના ફોટા પર ટ્રોલ
મલાઈકાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક હોટ તસવીર પોસ્ટ કરી છે, જેને જોઈને ફેન્સની ઊંઘ ઉડી ગઈ છે, જોકે આ તસવીર બાદ જ્યાં ફેન્સ તેના વખાણકરતાં થાકતા નથી, તો બીજી તરફ તે ફરી એકવાર ટ્રોલિંગનો શિકાર બની છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, તમે શું બતાવવા માંગો છો? તે જ સમયે અન્ય એકયુઝરે કોમેન્ટ કરી કે, 'કમાલ કરી દીધો આન્ટી'.