• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હું ઈચ્છુ છુ કે બધા જાણે કે સલમાન મારી સાથે લગ્ન કરી રહ્યા છે- ઝરીન ખાન

|
Google Oneindia Gujarati News

હેટ સ્ટોરી 3 થી ઝરીન ખાન છવાઈ ગઈ હતી. ત્યારબાદ તેમની યાત્રા અટકી નહિં પણ તેઓ ફરી અકસર 2માં બોલ્ડ અવતારમાં જોવા મળી. હાલમાંજ ઝરીન ખાને એક ઈન્ટરવ્યુ આપ્યુ જેમાં તેમને પૂછવામાં આવ્યુ કે, પોતાના વિશે એવી કઈ અફવા હશે જેને તેઓ ફેલાવા ઈચ્છશે. અક પળ પણ અટક્યા વિના ઝરીને આ પ્રશ્નનો ચટપટો જવાબ આપ્યો હતો.

ઝરીન ખાનનું કહેવું છે કે તે ઈચ્છે છે કે, હું દરેક વ્યકિત સુધી એ ખબર પહોંચાડવા ઈચ્છીશ કે તેઓ સલમાન સાથે લગ્ન કરી રહી છે. સાથે જ તેમણે એ પણ કહ્યુ કે સલમાન ખાન સાથે તેઓ અફેયર કરવા ઈચ્છશે. વાસ્તવમાં તેમને અફેયર માટે 3 ઓપ્શન આપવામાં આવ્યા જેમાં ગૌતમ રોડે, કરણ સિંહ ગ્રોવર અને સલમાન ખાનનું નામ આપવામાં આવ્યુ.

જ્યાં ગૌતમ રોડે, ઝરીન ખાન સાથે અકસર 2માં કામ કરી ચૂક્યા છે. ત્યાં જ કરણ સિંહ ગ્રોવર અને ઝરીન ખાનની હેટ સ્ટોરી 3ની બોલ્ડ કેમેસ્ટ્રી કોઈ ભૂલી શક્યુ નથી. ત્યાં જ સલમાન ખાને ઝરીનને વીર સાથે ઈન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કરી હતી. એટલે કે ત્રણે ઝરીનના કોસ્ટાર રહ્યા. જો કે ગૌતમ અને કરણ બંને પરણિત છે તો ઝરીનનું કહેવું છે કે અફેયર માટે બચે છે માત્ર સલામાન.

આમ તો ઝરીન ખાન માત્ર તસ્વીરો અને ફિલ્મોમાં જ નહિં પણ વાસ્તવમાં પણ ઘણી બોલ્ડ છે. જોઈએ ઝરીન ખાનના 10 બોલ્ડ સ્ટેટમેન્ટ નીચેની તસ્વીરોમાં..

સલમાન મિત્ર નથી

સલમાન મિત્ર નથી

એક ઈન્ટરવ્યુમાં ઝરીન ખાને જણાવ્યુ કે સલમાનની તેઓ ખૂબ રિસ્પેક્ટ કરે છે અને તેઓ તેમના 2AM FRIENDS નથી, જેને તેઓ ચાહે ત્યારે ફોન કરી દે. સલમાને ઝરીનને લોન્ચ કરી ઘણો ભરોસો જતાવ્યો છે, જેને ઝરીન તોડવા ઈચ્છશે નહિં.

હેટ સ્ટોરી 3

હેટ સ્ટોરી 3

ઝરીન સલમાનને પોતાનો ગુરુ માને છે અને બોલ્ડ ફિલ્મ હેટ સ્ટોરી 3 વિશે સલમાનને જણાવવાની ઝરીન પાસે હિંમત ન્હોતી. સલમાન ખાનને બીજે ક્યાંક થી ખબર પડી કે ઝરીન આ ફિલ્મ કરી રહી છે. તેમને ખબર છે કે સલમાનને છોકરીનું આવા રોલ કરવું પસંદ નથી.

પિતા સાથે નથી સંબંધ

પિતા સાથે નથી સંબંધ

ઝરીન ખાનનો તેમના પિતા સાથે કોઈ સંબંધ નથી. કારણ કે તે તેમને અને તેમની બહેનને એટલે છોડીને જતા રહ્યા હતા કારણ કે તેઓ છોકરીઓ છે. તેમની માતાએ જ તેમનું ભરણ પોષણ કર્યુ છે.

બોલીવુડ બિઝનસમેન સાથે રિલેશનશિપ

બોલીવુડ બિઝનસમેન સાથે રિલેશનશિપ

છેલ્લે એક બિઝનસમેન સાથે ડોઢ વર્ષ સુધી તેઓ રિલેશનમાં રહ્યા હતા. જે તેમનાથી 8 વર્ષ મોટા હતા અને આ સંબંધ 5 વર્ષ સુધી ચાલ્યો હતો. જો કે તેમને હવે શાંતિ મળી છે કે આ સંબંધ ખતમ થઈ ગયો છે, જો કે તેમણે આ સંબંધને બચાવવા પૂરોં પ્રયત્ન કર્યો હતો.

માતાનું રિએક્શન

માતાનું રિએક્શન

ઝરીન ખાન પોતાની માતા અને નાના સાથે રહે છે. તેમનું કહેવું હતુ કે તેમની માતા તેમની ફિલ્મોમાં આવવાથી ઘણી ખુશ છે. પોતાના બળે કમાતી થવાથી તેઓ ખુશ છે અને હું કુટુંબનું ધ્યાન રાખી રહી છું એટલું જ તેમના માટે ઘણું છે.

પહેલા જે લોકો કરતા હતા નફરત

પહેલા જે લોકો કરતા હતા નફરત

ઝરીન જણાવે છે કે પહેલા જે લોકો બોલીવુડમાં તેમના વજનની મશ્કરી ઉડાવતા હતા તેઓ આજે તેમને સુપરસ્ટાર અને સેક્સી કહે છે. આ વખાણ સાંભળી તેમને સારુ લાગે છે અને તે શરીર જળવાઈ રહે તે માટે મહેનત કરી રહી છે.

સલમાન સાથે મુલાકાત

સલમાન સાથે મુલાકાત

સલમાન સાથે મુલાકાત વિશે વાત કરતા તે જણાવે છે કે કોઈ તેમને સલમાન સાથે મળતા દેતુ ન્હોતુ. અનેક પ્રયત્નો બાદ તે સલમાન સુધી પહોંચી અને જોરથી સલામ કરી અને સલમાને તેનો જવાબ પણ આપ્યો.

મળી વીર ફિલ્મ

મળી વીર ફિલ્મ

પછી સલમાને તેમને બોલાવી અને તેમના ફોટા માંગ્યા જે તેમની પાસે ન્હોતા. તેમણે પોતાના ફોટોગ્રાફરને બોલાવ્યા અને ફોટા પડાવ્યા અને બીજા જ દિવસે તે વીર માટે ફાઈનલ થઈ ગઈ.

કેરેક્ટર ઢીલા

કેરેક્ટર ઢીલા

ઝરીનનું માનવું છે કે તેમને વીરથી વધુ સફળતા કેરેક્ટર ઢીલા ગીતથી મળી છે અને સલમાન ખાન હંમેશા તેમના MENTOR રહેશે અને તે સલમાનની તેટલી જ રિસ્પેક્ટ કરતી રહેશે.

બદલાઈ દિશા

બદલાઈ દિશા

હવે ઝરીન ખાન બોલ્ડ અને હૉટ થઈ ચૂકી છે. અકસર 2 અને હેટ સ્ટોરી 3માં તેમના સેક્સી અવતારને જોઈ બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ તેમના પ્રોજેક્ટને લઈ વધુ માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો: જેકલીન ફર્નાન્ડીઝે પ્રભાસને બેડ બોય બનાવવા કરોડોની ફી લીધી, હોશ ઉડી જશે

English summary
I wish everyone knew that Salman is marrying me: Zarine Khan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X