સાહો: પ્રભાસની ફિલ્મમાં જેકલીન ફર્નાંડીઝની એન્ટ્રી, ધમાલ મચાવશે
બાહુબલી એક્ટર પ્રભાસ આ સમયે ફિલ્મ સાહો સાથે ખૂબ જ વ્યસ્ત છે અને તાજેતરમાં ફિલ્મ ટીઝરએ ધમાકો કરી દીધો હતો. હવે સમાચાર એ છે કે આ ફિલ્મનો ભાગ એક અભિનેત્રી બનવા જઈ રહી છે, જે લોકોને તેની અદાઓથી દીવાના બનાવશે. અમે વાત કરી રહ્યા છે જેકલીન ફર્નાંડીઝની જે આ મૂવીના એક સ્પેશિયલ ગીતમાં જોવા મળી શકે છે. આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં પ્રભાસ સાથે શ્રધ્ધા કપૂર જોવા મળશે.
આ પહેલી વાર હશે જ્યારે શ્રધ્ધા અને જેકલીન પ્રભાસ સાથે કામ કરતી જોવા મળશે. આ પહેલા પણ, જેકલીન ફર્નાંડીઝે ઘણી ફિલ્મોમાં સ્પેશિયલ સોન્ગ કરીને ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે.
તાજેતરમાં, આ ફિલ્મ પહેલા સાયકો સૈયાંનું પોસ્ટર રિલીઝ કરાયું હતું, જેમાં પ્રભાસ અને શ્રધ્ધા કપૂર ખૂબ ધમાકેદાર દેખાતા હતા. સાહોમાં પ્રભાસ, શ્રધ્ધા કપૂર સાથે જેકી શ્રોફ, નીલ નીતિન મુકેશ અને મહેશ માંજરેકર જેવા અભિનેતાઓ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે.
Video: 'સાહો'નું ટીઝર રિલીઝ થતાં પડદા સામે નાચવા લાગ્યા લોકો, શ્રદ્ધાએ શેર કર્યો વીડિયો
ટીઝરમાં દરેકની એક ઝલક પણ છે. ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. ફિલ્મનું કુલ બજેટ 300 કરોડ છે અને આ બજેટનો અડધા કરતાં વધુ ભાગ તેના એક્શન સીન પર ખર્ચવામાં આવ્યા છે. ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
સાહોનો લીક થયો દમદાર ફોટો, પ્રભાસ-શ્રદ્ધા કપૂર જોવા મળ્યા એકબીજામાં ગળાડૂબ