• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કરીના કપૂરે જણાવી પતિ સૈફની ઈરિટેટિંગ આદત, દરેક વાત પર કહે છે ‘ના'

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી કરીના કપૂર ખાને હાલમાં જ પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર અલી ખાન સાથે પટૌડી પેલેસમાં પોતાનો 39મો જન્મદિવસ મનાવ્યો છે. જ્યાં બધા કરીનાના જન્મદિવસની ફોટા જોવામાં વ્યસ્ત છે, ત્યાં કરીનાએ સૈફની એવી આદતનો ખુલાસો કર્યો છે જે તેને બિલકુલ પસંદ નથી. કરીનાએ સૈફની આ આદત વિશે ચેટ શો લવ લાઈફ લાઈવમાં જણાવ્યુ. ડીએનએના રિપોર્ટ અનુસાર કરીને કહ્યુ કે કેવી રીતે સૈફ દરેક વસ્તુ માટે ના કહી દે છે અને પછી થોડા સમય પછી હા કહે છે.

પહેલી પ્રતિક્રિયા 'ના'

પહેલી પ્રતિક્રિયા 'ના'

કરીનાએ કહ્યુ, ‘તેમની દરેક વસ્તુ માટે પહેલી પ્રતિક્રિયા ના હોય છે. હું પણ સૈફને કહુ છુ કે તમે શું કરવા ઈચ્છો છો શું આપણે આ પસંદ કરવુ જોઈએ કે ટ્રાય કરવુ જોઈએ. તેમની પ્રતિક્રિયા હોય છે ના. શું હું સોફાને કવર કરી દઉ. નો...અને પછી અચાનક ત્રણ કલાક બાદ તે મેસેજ કરીને કહે છે. હા, મને લાગે છે કે તારે સોફાને કવર કરી દેવો જોઈએ. તો મે કહ્યુ કે જ્યારે હું આ વાત કહેતી હતી, તો તમે હંમેશા ના કેમ કહો છો.'

ફિલ્મી પાર્ટીઓમાં જવાનુ વધુ પસંદ નથી

ફિલ્મી પાર્ટીઓમાં જવાનુ વધુ પસંદ નથી

કરીનાએ જણાવ્યુ કે તે કેવી રીતે પોતાની સાંજ પસાર કરવી પસંદ કરે છે. તેણે કહ્યુ, ‘સામાન્ય રીતે અમારી સાંજ એવી હોય છે કે તે વાંચતા હોય છે અને ઘણી બધી મીણબત્તીઓ સળગતી હોય છે. અમે ડિનર જલ્દી કરી લઈએ છીએ. સાડા સાતથી આઠ વાગ્યા સુધી. વાસ્તવમાં અઠવાડિયામાં 3 વાર, તે કહે છે, ચલો રસોઈ બનાવીએ, વાઈનની બોટલ લઈને આવે છે, ચેટ કરે છે. તૈમૂર પણ ત્યાં જ ભાગી રહ્યો હોય છે, અમે એની સાથે બેસીએ છીએ, રમીએ છીએ.' કરીનાએ કહ્યુ કે તે ફિલ્મી પાર્ટીઓમાં જવાનુ વધુ પસંદ નથી કરતી. તેના ફિલ્મ સર્કલમાં વધુ દોસ્ત પણ નથી. તેના મોટાભાગે એ જ લોકો દોસ્ત છે જે અભિનેતાઓના પરિવારમાંથી આવે છે.

આ પણ વાંચોઃ ‘સવારે 6 વાગે માલિશ, બપોરે 2.30 વાગે સેક્સ', પીડિતાએ સંભળાવી ખોફનાક આપવીતીઆ પણ વાંચોઃ ‘સવારે 6 વાગે માલિશ, બપોરે 2.30 વાગે સેક્સ', પીડિતાએ સંભળાવી ખોફનાક આપવીતી

ફોટા અને વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર

ફોટા અને વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર

કરીનાના પટૌડી પેલેસમાં આયોજિત જન્મદિવસ પર તેની બહેન કરિશ્મા કપૂરે પણ હાજરી આપી. તેણે આના ઘણા ફોટા અને વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એક ફોટામાં કરીના અને સૈફ એકબીજાને કિસ કરી રહ્યા છે. એક અન્ય ફોટામાં કરીનાએ તૈમૂરનો પોતાના ખોળામાં લીધો છે. કરીનાની બે આવનારી ફિલ્મો અંગ્રેજી મીડિયમ અને ગુડ ન્યૂઝનુ કામ પૂરુ થઈ ચૂક્યુ છે. તે જલ્દી કરણ જૌહરની ફિલ્મ તખ્તનુ શૂટિંગ શરૂ કરશે. હાલમાં તે ડાંસ ઈન્ડિયા ડાંસ શોમાં જજ તરીકે દેખાઈ રહી છે.

વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની સફળતા

વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની સફળતા

વળી, સૈફ પોતાની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની સફળતાનો આનંદ લઈ રહ્યા છે. જે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર માટે નામાંકિત થઈ છે. તે ઘણી ફિલ્મોમાં દેખાવાની છે જેમાં લાલ કેપ્ટન, જવાની જાનેમન અને તન્હાજીઃ ધ અનસંગ વૉરિયર શામેલ છે. વહ દિલ બેચારા ફિલ્મમાં પણ જોવા મળશે.

English summary
Kareena Kapoor reveals most irritating habit of husband Saif Ali Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X