Karishma Tanna: પોતાના જ પિતાને લઇને કરિશ્મા તન્નાએ કર્યો મોટો ખુલાસો, સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા
ટેલિવિઝનથી બોલિવૂડ સુધીની સફર કરનાર જાણિતી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ હાલમાં પોતાના પિતાને લઇને એક મોટો ખુલાસો કર્યો હતો. જેને લઇને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. કરિશ્માએ જણાવ્યુ હતુ કે, તેના જન્મથી તેના પિતા બિલકુલ ખુશ નહોતા.

વાત જાણે એમ છે કે, કરિશ્મા તન્ના જલ્દી હંસલ મહેતાની વેબ સીરિજ સ્કુપમાં નજર આવશે. આ સીરિજમાં એક્ટ્રેસે એક ક્રાઇમ જર્નાલિસ્ટની રોલ પ્લે કરનાર છે. આ સીરિજ પોપુલર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થનાર છે. આને લઇને હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કરિશ્માએ પોતાના દિલની વાત કરી હતી. તેણે કહ્યુ કે, મારા પિતાને દિકરાની ઇચ્ચા હતી. તેમણે જણાવ્યુ હતુ કે, દાદા દાદીના અલગ અલગ વ્યવહારને લીધે તેને મજબુત બનાવી અને ઘરેજ આ સેક્સિજ્મ સામે લડવાનું નક્કી કર્યુ .
તેમણે ક્હ્યુ કે, " જ્યારે મારો જન્મ થયો મારી મમ્મીએ એક સપ્તાહ સુધી મારો ચહેરો નહોતો જોયો. મારા પપ્પા એક મહિના સુધી મને જોવા નહોતા આવ્યા. કેમ કે તેમને બીજી પણ છોકરી જન્મી હતી. જ્યારે મારી માતાએ મને આ વાત કરી ત્યારે મારુ દિલ તુટી ગયુ હતુ. એવુ નથી કે મારા પિતા મને પ્રેમ નથી કરતા એવુ એટલા માટે હતુ કેમ કે તેમની બીજુ સંતાન પણ દિકરી હતી. અને પરિવારનું દબામ હતુ. પરંતુ આ વાતને મને અંદરથી તોડી નાખી હતી.
કરિશ્માએ કહ્યુ કે, આ બધી વસ્તુઓએ તેમને મજબુત બનાવ્યા છે. અને તેમણે નિર્ણય કર્યો હતો કે, એક દિકરી શુ કરી શકે અભિનેત્રીએ એ પણ શેયર કર્યુ કે, તેમના માટે મનોરંજની દુનિયામાં પ્રવેશ કરવુ અને પોતાના પરિવારને મનાવુ મુશ્કેલ હતુ.
તેમણે ખુલાસો કર્યો કે, તેનો વાસ્તવિક પરિવાર તેને લુક દેશે અે કહેશે કે, શુ તમે પૈસા કમાવા માટે કોઇ ઉદ્યોગમાં પ્રવેશ કરશો ? મારી માતાએ મારો સપોર્ટ કર્યો હતો. અને કાકી પાસેથી પોર્ટફોલિયો બનાવા માટે 10,000 ઉધાર લિધા હતા.












Click it and Unblock the Notifications
