• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મલાઈકાની રોમાંટિક ફોટો પર અર્જુને કરી એવી કોમેન્ટ, લોકો બોલ્યા- આ પ્યાર નથી તો શું છે?

By Staff
|

નવી દિલ્હીઃ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હાલ ન્યૂયોર્કમાં રજા માણી રહ્યા છે. અહીંના ગ્રીનવિચથી મલાઈકાએ પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો તો આના પર કમેન્ટ કરતા અર્જુને ફોટો ખેંચવા માટે ક્રેડિટની માંગ કરી દીધી. જોતજોતામાં અર્જુનના રિપ્લાય પર રિએક્શન આવવા શરૂ થઈ ગયા. યૂઝર્સે અર્જુનની કોમેન્ટ પર કહ્યું કે તમે બંને લાખ ચૂપ રહ્યા પરંતુ પ્રેમ છૂપાવી ન શકાય.

અર્જુન કપૂરની કોમેન્ટ વાયરલ

અર્જુન કપૂરની કોમેન્ટ વાયરલ

લાંબા સમયથી અર્જુન અને મલાઈકાએ રિલેશનમાં હોવાની ખબર છે. જો કે આ બંનેએ સ્વીકાર નથી કર્યો. મલાઈકાથી ફોટો ક્રેડિટ માંગવા પર અર્જુનની કોમેન્ટ જરૂર વાયરલ થઈ ગઈ છે. યૂઝર્સ આ ફોટા પર લખ્યું કે, ઈશ્ક છૂપાવી ન શકાય.

અર્જુનનો બર્થડે મનાવવા બંને ન્યૂયોર્ક પહોંચ્યા

અર્જુનનો બર્થડે મનાવવા બંને ન્યૂયોર્ક પહોંચ્યા

અર્જુન પૂરે 26 જૂને પોતાનો બર્થડે મનાવ્યો. જન્મદિવસ પહેલા જ તે મલાઈકા અરોરા સાથે રજા માણવા વિદેશ નીકળી ગયા હતા. પોતાનો બર્થડે પણ તેણે મલાઈકા સાથે ન્યૂયોર્કમાં જ સેલિબ્રેટ કર્યો. બંને સતત સોશિયલ મીડિયા પર પણ તસવીરો શેર કરતા રહે છે. અર્જુન કપૂરના જન્મદિવસના અવસર પર મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અર્જુન સાથે તસવીર શેર કરી હતી, જેમાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. મલાઈકાએ ઈન્સ્ટા પર અર્જુન કપૂર સાથે પોતાની ફોટો શેર કરતા લખ્યું, હૈપી બર્થડે મેરે ક્રેજી, ફની, અમેજિંગ, અર્જુન કપૂર. તુમ્હે બહુત પ્યાર.

અર્જુન-મલાઈકાના કિસ્સા

અર્જુન-મલાઈકાના કિસ્સા

અર્જુન કપૂર અને મલાઈકાને લાંબા સમયથી એકબીજા સાથે જોવામાં આવી રહ્યા છે. ફિલ્મી ગલિયારોમાં બંને બહુ જલદી જ લગ્ન કરી લેશે તેવી ચર્ચાઓ પણ છે, જો કે બંનેએ પોતાના સંબંધ પર કંઈ કહ્યું નથી. બંનેએ અત્યાર સુધી પોતાના આ રિલેશનશિપને ન તો ઑફિસિયલ કર્યું છે કે ન તો તેનાથી ઈનકાર કર્યો છે. તેમના લગ્નને લઈને પણ ચર્ચા હતા.

કેટરીના કૈફે ટુવાલમાં શેર કરી એવી તસવીર, સુનીલ ગ્રોવરે જાહેરમાં મજાક ઉડાવી

English summary
no one can hide love says social media users on malaika arora's pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X