રણબીર કપૂર સાથે ખુશ જોવા મળી કેટરિના કૈફ, ફરી સાથે આવ્યા
રણબીર કપૂર અને કેટરિના કૈફ ઘણા સમયથી એકબીજાની સાથે રહ્યા હતા અને બાદમાં બંને અલગ થઈ ગયા હતા. આ સમયે આલિયા ભટ્ટ રણબીરની જિંદગીમાં છે અને બંને એકબીજાને લઈને ગંભીર છે. રણબીર અને કેટરિનાના અલગ થયા પછી ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવના સમાચાર મળી રહ્યા હતા અને બંને એકબીજાને જોતા પણ ન હતા. પરંતુ હાલમાં જે તસવીર આવી રહી છે તે જોઈને તમે હેરાન થઇ જશો.
તમને જણાવી દઈએ કે આ તસવીરમાં રણબીર કપૂર અને કેટરિના કૈફ એક સાથે હસતા જોવા મળી રહ્યા છે. આ સિવાય રેપર અને સિંગર બાદશાહ પણ તેમની સાથે જોવા મળે છે. આપને જણાવી દઈએ કે બંને એક પ્રોજેક્ટ માટે સાથે આવી રહ્યા છે, તેવી ખબરો હાલમાં મળી રહી છે.
આ બંને બાદશાહ સાથેના ગીતમાં જોવા મળશે. સેટ પરથી ફોટો બહાર આવ્યા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ફોટો એકદમ વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે આ તસવીર ખુદ બાદશાહે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
બાઝીગર ના છોડી હોત તો શાહરુખને બંગલો ના મળત, સલમાનનું નિવેદન ચર્ચામાં, કારણ 'ઈંશાઅલ્લાહ'
નોંધનીય છે કે કેટરિના કૈફ બ્રેકઅપ પછી ઘણી ભાંગી ગઈ હતી, જેને અંગે તેને હાલમાં જ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની સમસ્યાથી ઘણા કલાકારો પસાર થાય છે. આપને જણાવી દઈએ કે કેટરિના કૈફ હાલમાં તેના કામને લઈને ઘણી વ્યસ્ત છે. હાલમાં તે અક્ષય કુમાર સાથે સૂર્યવંશી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.
શર્ટ-પેન્ટ પહેર્યા વિના ન્યૂયોર્કમાં ફરી રહી છે પ્રિયંકા ચોપરા, જુઓ તસવીરો