ડાંસર સપના ચૌધરી પર લાગ્યો છેતરપિંડીનો આરોપ, પોલીસ કેસ દાખલ
પ્રખ્યાત હરીયાણવી ડાંસર સપના ચૌધરી પર ગુજરાતમાં લાખોની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. સુરતના સીટીલાઇટ વિસ્તારમાં રહેતા ઇવેંટ ઓર્ગેનાઇઝર રાજેશ ચિરંજીલાલ જૈને સપના ચૌધરી વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરી છે. રાજેશ ચિરંજીલાલ જૈને સપના ચૌધરી તથા તેના PA ઉપરાંત 2 કલાકારો સહિત 6 જણ પર પોલિસ ફરીયાદ કરી છે. રાજેશ ચિરંજીલાલ જૈને આરોપ લગાવ્યો છેકે સપના ચૌધરીએ સો બુક કરીને કેંસલ કરી દીધો હતો જેના કારણે તેમને લાખોનું નુકશાન થયું છે. આ મામલે રાજેશ ચિરંજીલાલ જૈને સુરત સીટી પોલિસ કમિશ્નરને લેખીતમાં અરજી આપી છે.

સુરતમાં થવાનો હતો સપના ચૌધરીનો કાર્યક્રમ
ઇવેંટ ઓર્ગેનાઇઝર રાજેશ ચિરજીલાલના જણાવ્યા અનુસાર તેમણે 29 સપ્ટેમ્બરના રોજ સુરતના સરસાણા ડોમમાં સપના ચૌધરીના એક શોનું આયોજન કર્યું હતું. આ માટે તેમણે સપના ચૌધરીના પર્સનલ આસિસ્ટંટ પવન ચાવલા જોડે વાત કરી હતી. આ શોં ની રૂ.6.50 લાખ ફી નક્કી કરવામાં આવી હતી. આ શો માં સપના ચૌધરી ઉપરાંત મોહંમદ દાનિશ અને કણિકા ચૌધરી પણ પર્ફોર્મંસ કરવાના હતા.

શો કેંસલ કરવા આ આપ્યુ કારણ
સપના ચૌધરીના PA પવન ચાવલાના કહેવાથી રાજેશ જૈને અમુક રકમ એડવાંસ આપી બાકીની રકમ શો પુરો થયા બાદ ચુકવવાની શરતે બુકીંગ કરી લીધું હતું. આ શો માટે રાજેશ જૈને સરસાણાનો ડોમ, મ્યુઝિક સિસ્ટમ ઉપરાંત કલાકારોને રહેવા માટે હોટલ પણ બુક કરી લીધી હતી. રાજેશ જૈના જણાવ્યા અનુસાર 11 સપ્ટેમ્બરે પવન કુમારે ફોન કરી શો કેન્સલ કરી દીધો હતો. પવન કુમારે જણાવ્યું હતું કે નોઇડામાં રૂ.10 લાખમાં 29 સપ્ટેમ્બરે સપના ચૌધરીનો શો બુક કરી લીધો છે જેથી સુરતનો શો રદ્દ કરી દેવાયો છે.

આ લોકો વિરૂદ્ધ નોંધાવી ફરીયાદ
શો રદ થતા રાજેશ જૈને લાખો રૂપિયાનુ નુકશાન થયું હોવાનો આરોપ લગાવી પોલીસની વહારે ગયા છે. રાજેશ જૈને સપના ચૌધરી, પવન ચાવલા, ગાયક મોહમ્મદ દાનિશ અને કનિકા ચૌધરી સહિત 6 લોકો વિરૂદ્ધ છેતરપિંડીની ફરીયાદ કરી છે.

' તેરી આંખ્યા કા યો કાજલ ' ગીત પર ઝુમી સપના
આ વચ્ચે સપના ચૌધરીનો વધુ એક વીડિયો સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સપના ' તેરી આંખ્યા કા યો કાજલ ' ગીત પર ડાંસ કરી રહી છે, જે પછી નાગિન ડાંસનુ મ્યુઝિક વાગતા તે નાગિન ડાંસ કરવા લાગે છે.