શ્રદ્ધા કપૂરે પ્રેમનો એકરાર કર્યો, ટાઈગર શ્રોફ માટે કંઈક આવું કહ્યું
બધા જ જાણે છે કે સુપરસ્ટાર ટાઇગર શ્રોફની ફેન ફોલોઇંગ કેટલી છે અને ખાસ કરીને છોકરીઓ તેના માટે ખૂબ દીવાની છે. પરંતુ આ યાદીમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ એક અભિનેત્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જે ક્યારેક ટાઇગર શ્રોફને દિલ આપી ચુકી હતી. અમે વાત કરી રહ્યા છીએ બાગી અભિનેત્રી શ્રદ્ધા કપૂરની, જે ત્રીજી બાગી ફિલ્મમાં ફરી ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે. હાલમાં જ શ્રદ્ધા કપૂરે ખુલાસો કર્યો છે કે ક્યારેક ટાઇગર શ્રોફ તેનો પર ક્રશ હતો.
આપને જણાવી દઈએ કે હાલમાં ટાઈગર શ્રોફ દિશા પટાનીને ડેટ કરી રહ્યા છે અને તેઓ ઘણા સિરિયસ પણ છે પરંતુ બંને ઘ્વારા તેના વિશે ખુલીને કોઈ પણ વાત નથી કરવામાં આવી. તેઓ હજુ પણ એકબીજાને સારા મિત્રો જ ગણાવે છે. તેમ છતાં ટાઈગર અને દિશા હંમેશા સાથે જ જોવા મળે છે.
આ વાતની ચિંતા કર્યા વિના શ્રદ્ધા કપૂરે પોતાની વાત સામે રાખી દીધી છે. આપને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર હાલમાં જ સાહો અને છીછોરે ફિલ્મમાં જોવા મળી ચુકી છે અને હવે તે બાગી 3 ફિલ્મની તૈયારી કરી રહી છે.

સારા મિત્રો
ટાઈગર અને શ્રદ્ધા બંને જ સ્ટારકિડ્સ છે અને બંને એકબીજાના સારા મિત્રો પણ છે.

શ્રદ્ધા કપૂરે તેના દિલની વાત જણાવી
શ્રદ્ધા કપૂરે તેના દિલની વાત જણાવીને કહ્યું કે એક સમય હતો જયારે તેઓ ટાઈગર શ્રોફ પર મરતી હતી અને ટાઈગર તેનો ક્રશ હતો.

દિશાને ડેટિંગ
હાલમાં ટાઈગર શ્રોફ તેની બાગી 2 એક્ટ્રેસ દિશા પટાનીને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર એકસાથે પણ જોવા મળે છે.

બાગી 3
આપને જણાવી દઈએ કે બાગી 3 ફિલ્મમાં ફરી એકવાર શ્રદ્ધા કપૂરની એન્ટ્રી થઇ રહી છે. આ ફિલ્મ 2020 દરમિયાન રિલીઝ થશે.

પહેલા વોર થશે
આ પહેલા 2 ઓક્ટોબરે રિતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોર રિલીઝ થવા જઈ રહી છે.

શ્રદ્ધાની સાહો અને છીછોરે
આપને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર હાલમાં જ સાહો અને છીછોરે ફિલ્મમાં જોવા મળી ચુકી છે જેમાં તેના ઘણા વખાણ પણ થયા છે
દિશા પટાનીએ શેર કરી હૉટ તસવીર, જોતા જ રહી જશો