કરણ દેઓલને મળી રહેલા નેગેટિવ રિવ્યુથી સની દેઓલને આવ્યો ગુસ્સો
લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે સની દેઓલે પુત્ર કરણ દેઓલને બોલીવુડમાં લોન્ચ કરી જ દીધો છે. રોમેન્ટિક, એક્શન અને ડ્રામા સાથે કરણ દેઓલે ફિલ્મ પલ પલ દિલ કે પાસ દ્વારા બોલીવુડાં એન્ટ્રી કરી છે. પરંતુ દર્શકોએ આ ફિલ્મને એટલી નથી સ્વીકારી જેટલી સની દેઓલની ફિલ્મોને સ્વીકારતાી હતી. સની દેઓલે પોતાના પુત્રની ફિલ્મ માટે પ્રમોશન તો ખૂબ જ કર્યું, તેમ છતાંય ફિલ્મ વિશે ખૂબ ઓછી ચર્ચા થઈ. રિવ્યુમાં પણ કરણ દેઓલને બેસ્ટ ડેબ્યુ કે હિટ નથી ગણાવાયા.
આ અહેવાલોથી સની દેઓલને આઘાત લાગ્યો છે. તે ખૂબ જ નારાજ હોવાની ચર્ચા છે. દેઓલ પરિવાર સાથે જોડાયેલા એક સૂત્રએ આ અંગે માહિતી આપી છે. મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે સની દેઓલ ખૂબ જ દુઃખી છે.

સની દેઓલે સ્વીકારી જવાબદારી
સની દેઓલે પુત્રને લોન્ચ કરતા પહેલા ઘણા ડિરેક્ટર્સ પ્રોડ્યુસર્સ સાથે વાત કરી હતી. પરંતુ સનીના પ્રમાણે કરણને લોન્ચ કરવા કોઈ તૈયાર નહોતું. સની દેઓલ પોતાના પુત્રને રોમેન્ટિક ઈમેજથી લોન્ચ કરવા માગતા હતા. એટલે જ તેમણે પલ પલ દિલ કે પાસ બનાવી.

સની દેઓલ આઘાતમાં
સની આ વાતથી ખૂબ જ દુખી છે કે કમાણી મામલે ફિલ્મની સ્પીડ ખૂબ ધીમી છે, તો રિવ્યુમાં પણ કરણ પર અંગત કમેન્ટ કરવામાં આવી છે. જેનાથી દેઓલ પરિવાર દુખી છે. સની આ વાતથી આઘાતમાં છે.

અંગત કમેન્ટ પર ભડક્યો દેઓલ પરિવાર
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેઓલ પરિવાર આ વાતથી ખૂબ જ દુઃખી છે કે કરણ પર રિવ્યુમાં અંગત કમેન્ટ કરવામાં આવી છે. જે તેમને ખોટું લાગી રહ્યું છે. દેઓલ પરિવારનું માનવું છે કે ફિલ્મ સારી ખરા હોઈ શકે છે. પરંતુ અંગત કમેન્ટ રિવ્યુમાં કરવી યોગ્ય નથી.

KRKના ટ્વિટ પર ગુસ્સો
કેટલાક દિવસ પહેલા કમાલ આર ખાને એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું છોકરો એક્ટિંગમાં તો નબળો છે જ પરંતુ તેની અંદર એટીટ્યુડ પણ છે. આ છોકરાને બોલીવુડમાં ક્યારેય સફળતા નહીં મળે. આ ટ્વિટ વાઈરલ થયા બાદ દેઓલ પરિવાર ભડક્યો છે.

ભડક્યો દેઓલ પરિવાર
દેઓલ પરિવાર સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે KRKની કમેન્ટ પર પરિવારે આપત્તિ નોંધાવી છે. તેમનું માનવું છે કે ફિલ્મ સફળ થાય નિષ્પળ થાય તે જુદી વાત છે. પરંતુ ફિલ્મને લઈ કોઈના પર અંગત કમેન્ટ કરવી ખોટું છે. દરેક પિતા પોતાના પુત્ર માટે સારુ વિચારે છે. સની દેઓલે પણ પુત્રના ડેબ્યુ માટે શાનદાર કામ કર્યું છે.

માત્ર 7 કરોડની કમાણી
ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દિવસમાં કરણ દેઓલની ફિલ્મ પલ પલ દિલ કે પાસ માત્ર 7 કરોડની કમાણી કરી ચૂકી છે. ફિલ્મનું બજેટ 25 કરોડનું છે. હજી તો ફિલ્મ ખર્ચો કાઢવાથી પણ દૂર છે. પલ પલ દિલ કે પાસ સાથે સોનમ કપૂરની ઝોયા ફેક્ટર અને સંજય દત્તની પ્રસ્થાનમ પણ રિલીઝ થઈ હતી. જેની અસર પણ ફિલ્મ પર થઈ છે.
સલમાન ખાન સાથેના મનદુઃખ પર પહેલી વાર બોલી પ્રિયંકા ચોપડા, જાણો 'ભારત' છોડવા પર શું કહ્યુ