કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે આ હિરોઈન્સ, કામ માંગવા પર સાથે સૂવાનું કહેવાયું હતું
મુંબઈ : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ સાથે કાસ્ટિંગ કાઉચ કોઈ નવી વાત નથી. ઘણી અભિનેત્રીઓએ કહ્યું છે કે, કામ આપવાને બદલે નિર્માતા કે દિગ્દર્શકે તેમને તેમની સાથે સૂવાનું કહ્યું હતું. વેબ શો 'ડેકેપલ્ડ'ના પ્રમોશનમાં વ્યસ્ત અભિનેત્રી સુરવીન ચાવલાએ તેની સાથે કાસ્ટિંગ કાઉચની ઘટનાનો ખુલાસો કર્યો છે. જેના કારણે તે ફરી એકવાર ચર્ચામાં છે. સુરવીન પહેલા પણ ઘણી હિરોઈનોએ તેમની સાથે આવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.

એશા ગુપ્તાએ બે વાર સામનો કર્યો
બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે વખત કાસ્ટિંગ કાઉચનો શિકાર બનવું પડ્યું હતું.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં એશા ગુપ્તાએ કહ્યું હતું કે, એકવારજ્યારે મેં ફિલ્મના નિર્માતા સાથે સૂવાની ના પાડી, ત્યારે તેણે મને ફિલ્મમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.
એશા ગુપ્તાએ તે દિવસોમાં ડરથી તેના મેક-અપ આર્ટિસ્ટસાથે રૂમ શેર કર્યો હતો.

કંગના રનૌત પણ બની છે શિકાર
પોતાની એક્ટિંગ માટે અનેક એવોર્ડ જીતી ચૂકેલી અને વિવાદાસ્પદ નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહેતી કંગના કાસ્ટિંગ કાઉચનો શિકાર પણ બની છે.
તેણે એકવાતચીતમાં ખુલાસો કર્યો હતો કે, એકવાર ઓડિશન બાદ તેને રોલના બદલામાં શારીરિક સંબંધની ઓફર કરવામાં આવી હતી. આ ઓડિશન યુનિટ મેમ્બર દ્વારા લેવામાંઆવ્યું હતું.

રાધિકા આપ્ટેને કહી હતી આ વાત
એક ઈન્ટરવ્યુ દરમિયાન કાસ્ટિંગ કાઉચનો પોતાનો અનુભવ શેર કરતાં રાધિકા આપ્ટેએ કહ્યું કે, એકવાર સાઉથના એક અભિનેતાએ મને મારા રૂમમાં બોલાવી અને ફ્લર્ટકરવાનો પ્રયાસ કર્યો હતો.
જે બાદ મને એક પ્રોડ્યુસરનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે, અમે એક બોલિવૂડ ફિલ્મ બનાવી રહ્યા છીએ અને ફિલ્મના હીરો સાથે તમારીમુલાકાત છે, પરંતુ તમારે તેની સાથે સૂવું પડશે.

સ્વરાને પણ સામનો કરવો પડ્યો
એક્ટિંગની સાથે સાથે એક્ટિવિસ્ટ તરીકે ઓળખાતી સ્વરા ભાસ્કરે ઘણી હિટ ફિલ્મો કરી છે. તેણે ઘણી વખત કાસ્ટિંગ કાઉચનો સામનો પણ કર્યો છે.
અભિનેત્રીએ એકઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, ઘણી મોટી ફિલ્મો તેના હાથમાંથી માત્ર એટલા માટે નીકળી ગઈ છે. કારણ કે, તેણે કોમ્પ્રોમાઇઝ કરવાનો ઇન્કાર કર્યો હતો.
તેણેકહ્યું હતું કે, એક પ્રોડ્યુસરે તેને રૂમમાં બોલાવીને તેની સાથે ખરાબ વર્તન પણ કર્યું હતું.

ચાવલાને સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચનો કરવો પડ્યો હતો સામનો
સુરવીન ચાવલાએ ટીવી અને બોલિવૂડ ઉપરાંત પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. સુરવીને અનેક પ્રસંગોએ જણાવ્યું છે કે, તે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. ખાસ કરીનેદક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની સાથે કાસ્ટિંગ કાઉચની વાત કરી છે.