ટાઈગર શ્રૉફની બહેન કૃષ્ણાએ નવા બૉયફ્રેન્ડ સાથે Kissની ફોટો શેર કરી, Exએ કરી આ કોમેન્ટ
જેકી શ્રૉફની દીકરી કૃષ્ણા શ્રૉફ અવારનવાર ચર્ચામાં બની રહે છે. કૃષ્ણા શ્રૉફ હંમેશા પોતાની પર્સનલ લાઈપ સ્ટાઈલ અને હૉટ ફોટોશૂટને પગલે ચર્ચામાં રહે છે. એટલું જ નહિ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અહીં તેમના ફોલોઅર્સની સંખ્યા પણ સારી એવી છે. સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર કૃષ્ણા હંમેશા પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેમની લેટેસ્ટ શેરની પોસ્ટ હાલ ખુબ ચર્ચામાં છે, જેના પર તેમના એક્સ બોયફ્રેન્ડે પણ કોમેન્ટ કરી છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી લેટેસ્ટ પોસ્ટમાં કૃષ્ણા શ્રૉફે એક ફોટો અને એક શૉર્ટ વીડિયો શેર કર્યો છે. આ ફોટોમાં તે સેેલેબ્રિટી શેફ Salt Bae સાથે જોવા મળી રહી છે. આ પોસ્ટને શેર કરતાં તેમણે કેપ્શનમાં 'Bae Time' લખ્યું છે. કૃષ્ણા શ્રોફની આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર ઘણી વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં કૃષ્ણા સૉલ્ટ બી સાથે કિસ પોઝમાં ફોટો ક્લીક કરાવતી જોવા મળી રહી છે. જ્યારે શોર્ટ વીડિયોમાં શેફ પોતાના પરિચિત અંદાજમાં ખાવાનું પીરસી રહ્યા છે.

એક્સ બૉયફ્રેન્ડે કોમેન્ટ કરી
કૃષ્ણા શ્રોફની પોસ્ટ પર કેટલાય યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ સૌથી વધુ ધ્યાન જે કોમેન્ટે ખેંચ્યું છે તે તેમના એક્સ બોયફ્રેન્ડની છે. કૃષ્ણાના એક્સ બૉયફ્રેન્ડે લખ્યું કે તું ઘણી જલદી આગળ વધી ગઈ છે. જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ કૃષ્ણા શ્રૉફનું તેના એક્સ બૉયફ્રેન્ડ એબન હોમ્સ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. બ્રેકઅપ બાદ એબનનું કૃષ્ણાની પોસ્ટ પર કરેલ આ કોમેન્ટ બહુ વાયરલ થઈ રહી છે.

એબન હોમ્સ સાથે બ્રેકઅપ
એબન હોમ્સ સાથે બ્રેકઅપ બાદ કૃષ્ણા શ્રોફે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી એબનની તમામ તસવીરો ડિલીટ કરી દીધી હતી. કૃષ્ણા સાથે બ્રેકઅપ બાદ એબને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી જે ખુબ વાયરલ થઈ હતી, તેમણે લખ્યું હતું કે પ્યાર હંમેશા બેપરવાહ હોવો જોઈએ અે બીજા સંબંધો પર કોઈ અસર ના પડવી જોઈએ.

કૃષ્ણા શ્રોફ
કૃષ્ણા શ્રોફ ભાઈ ટાઈગર શ્રોફની જેમ જ ફિટનેસ ફ્રીક છે. તે હંમેશા પોતાના વર્ક આઉટનો વીડિયો અને તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કરે છે. કૃષ્ણા શ્રોફ એમએમએ ફાઈટર પણ છે.
Neha Kakkar Pregnant: પ્રેગ્નેન્ટ છે નેહા કક્કડ, બેબી બંપ ફ્લૉન્ટ કરતો ફોટો આવ્યો સામે