વિદ્યા બાલન અને કેટરીના કૈફ સાથે જોવા મળશે, ફિલ્મ થઇ ફાઇનલ
કોઈ ફિલ્મમાં કેટરીના કૈફ અને વિદ્યા બાલન જેવી બે શ્રેષ્ઠ અભિનેત્રીઓને સાથે જોવી ખૂબ જ ખાસ રહેશે. જી હા, નિર્માતા-દિગ્દર્શક આનંદ એલ રાય એક આવી જ ફિલ્મ લાવી રહ્યા છે. અનિરુદ્ધ ગણપતિ આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ તેમની ડેબ્યૂ ફિલ્મ હશે. અનિરુદ્ધએ 'હેપ્પી ભાગ જાયેગી' અને 'ઝીરો' ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. રિપોર્ટ અનુસાર, કેટરિનાને ફિલ્મની સ્ક્રીપ્ટ ઘણી ગમી ગઈ છે, અને તેણે આ ફિલ્મ માટે હા પાડી છે, જ્યારે વિદ્યા સાથે વાતચીત ચાલી રહી છે.
સ્ક્રિપ્ટ હાલમાં તેના અંતિમ તબક્કામાં છે. તે પછી જ, ફિલ્મ અને સ્ટારકાસ્ટની ફાઇનલ જાહેરાત કરવામાં આવશે. આ એક એક્શન-કોમેડી ફિલ્મ હશે. જ્યાં બંને અભિનેત્રીઓ સ્ટંટની સાથે કોમેડી કરતી પણ જોવા મળશે. આગામી ફિલ્મોની વાત કરીએ તો કેટરિના કૈફ 'સૂર્યવંશી'માં અક્ષય કુમારની સાથે જોવા મળશે.. તો તે સમયે વિદ્યા બાલન શકુંતલા દેવીની બાયોપિકમાં જોવા મળશે. જો કે, એક ફિલ્મમાં બે દમદાર અભિનેત્રીઓનું સાથે આવવું શાનદાર છે.
અહીં જાણો, કઈ ફિલ્મોમાં પહેલા બે અભિનેત્રીઓ એક સાથે જોવા મળી હતી-

નો વન કિલ્ડ જેસિકા
આ ફિલ્મમાં વિદ્યા બાલન અને રાની મુખર્જી સાથે જોવા મળી હતી. રિયલ સ્ટોરી પર આધારિત ફિલ્મમાં બંને ખૂબ જ દમદાર ભૂમિકામાં જોવા મળી હતી.

ગુલાબ ગેંગ
માધુરી દીક્ષિત અને જુહી ચાવલાએ આ ફિલ્મમાં તહલકો મચાવી દીધો હતો. માધુરી ફિલ્મમાં એક્શન કરતી જોવા મળી હતી. જ્યારે જુહી ચાવલાએ નકારાત્મક પાત્ર ભજવ્યું હતું.

ફેશન
મધુર ભંડારકરની ફિલ્મ ફેશનમાં પ્રિયંકા ચોપડા અને કંગના રનૌત સાથે જોવા મળ્યા હતા. અને બંનેએ આ ફિલ્મ માટે ઘણા એવોર્ડ જીત્યા હતા.

કોકટેલ
કોકટેલ ફિલ્મમાં જ્યાં રોમાંસ હતો.. ત્યાં મિત્રતા પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું હતું. દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીની મિત્રતા બધાને ખૂબ પસંદ આવી હતી.

દેવદાસ
આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે એશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત જોવા મળી હતી. બંને ખૂબ જ સુંદર અને દમદાર અભિનેત્રી. આ ફિલ્મ હિટ રહી હતી.

બાજીરાવ મસ્તાની
દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા પણ બાજીરાવ મસ્તાનીમાં ખૂબ જ જોરદાર ભૂમિકામાં જોવા મળી હતી. બંનેએ પોતાની છાપ છોડી અને ઘણા એવોર્ડ જીત્યા હતા.
અનુષ્કા શર્મા સલમાન ખાનની 'રાધે' માંથી Out, જાણો કોને મળી