For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું સુચવે છે ગ્રાન્ડ મસ્તીની ‘સો કરોડી’ સફળતા?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 ઑક્ટોબર : તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગ્રાન્ડ મસ્તીએ સો કરોડનો આંકડો ઓળંગી લીધો છે, પણ આ ફિલ્મની કમાણીથી લોકોને ખુશી નહીં, પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તમામ સમીક્ષકો તથા ચુનંદા શહેરના લોકોએ તેની ખૂબ ટીકા કરી હતી. સમીક્ષકો તથા લોકોના અભિપ્રાય મુજબ ફિલ્મ બકવાસ અને સેક્સ તેમજ દ્વિઅર્થી સંવાદથી ભરપૂર છે. આમ છતાં ફિલ્મે સો કરોડની કમાણી કરી. ફિલ્મની આ આર્થિક સફળતા શું સુચવે છે?

grand-masti

વ્યાપાક વિશ્લેષકો કહે છે - એટલો સારો બિઝનેસ કરનાર આ પ્રથમ એડલ્ટ હિન્દી ફિલ્મ છે. તરુણ આદર્શે ટ્વિટર પર લખ્યું - દિગ્દર્શક ઇન્દ્ર કુમારની ફિલ્મ ગ્રાન્ડ મસ્તીએ બૉક્સ ઑફિસે 100 કરોડ કરતા વધુની કમાણી કરી લીધી છે. બીજી બાજુ ફિલ્મની આખી ટીમ ખૂબ જ ખુશ છે. વિશ્લેષકોના અભિપ્રાયની તેમને પરવા નથી.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર આફતાબ શિવદાસાણીએ પોતાની ખુશી વ્યક્ત કરવા માટે માઇક્રોબ્લૉગિંગ સાઇટની પસંદગી કરી. તેમણે ટ્વીટ કર્યું અને ઇતિહાસ રચાઈ ગયું. 100 કરોડની કમાણી કરનાર પ્રથમ એડલ્ટ ફિલ્મ. ઇતિહાસનો ભાગ બની આનંદિત છું. આ સૌનો આભાર.

ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં આફતાબ શિવદાસાણી સાથે રીતેશ દેશમુખ તેમજ વિવેક ઓબેરૉય પણ છે. મસ્તી ફિલ્મની સિક્વલ ગ્રાન્ડ મસ્તી ગત 13મી સપ્ટેમ્રે રિલીઝ થઈ હતી. પ્રથમ સપ્તાહમાં તેની કમાણી 66.4 કરોડ રુપિયા હતી અને હવે તે 100 કરોડ ક્લબમાં પ્રવેશી ચુકી છે.

English summary
Director Indra Kumar's adult comedy has hit the bull's eye at the domestic box office - it has crossed Rs 100 crore mark and a trade analyst says it has become "the first adult film to attain the status". After this, People Shocked.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X