• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડર્ટી ગર્લ વિદ્યાએ કેમ ધર્યો પ્રોફેશનલ ભિખારીનો વેશ?

|

મુંબઈ, 2 ડિસેમ્બર : ઓખળાણ પડી કે કેમ? જરા વિચારી જુઓ... આ એક પ્રોફેશનલ ભિખારી છે કે જે હૈદરાબાદ ખાતેના એક રેલવે સ્ટેશનની બહાર બેઠી છે, પણ આપ તેને સારી રીતે ઓળખો છો!

ચાલો, અમે બતાવી દઇએ. આ છે બૉલીવુડના ડર્ટી ગર્લ વિદ્યા બાલન. મલ્ટી-ટૅલેંટેડ અભિનેત્રી વિદ્યા બાલન એમ પણ વિવિધ પ્રકારના પાત્રો ભજવવા માટે જાણીતા રહ્યાં છે અને હવે તેમણે આ પ્રોફેશનલ ભિખારીનો વેશ ધર્યો છે. આ વેશ તેમણે પોતાની આગામી ફિલ્મ બૉબી જાસૂસ માટે ધર્યો છે. આ દૃશ્યમાં વિદ્યા બાલન હૈદરાબાદ ખાતેના એક રેલવે સ્ટેશનની બહાર બેઠાં છે.

બૉબી જાસૂસનું નિર્માણ દીયા મિર્ઝા અને તેમના પતિ સાહિલ સંઘા કરી રહ્યાં છે. બૉબી જાસૂસ ફિલ્મમાં વિદ્યાના અનેક એક્શન સીન્સ પણ હશે કે જેને લઈને વિદ્યા બાલન ખૂબ ખુશ છે, તો દીયા મિર્ઝા પણ ઉત્સાહિત છે.આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થનાર છે.

દરમિયાન ફિલ્મના એક દૃશ્ય માટે વિદ્યા બાલને ભિખારી ગેટ-અપ ધારણ કર્યું. વિદ્યા હૈદરાબાદ ખાતેના રેલવે સ્ટેશનની બહાર સાચુકલા ભિખારીઓ સાથે બેઠા હતાં. તે જ દરમિયાન એક મહિલાએ વિદ્યાને સાચે જ પૈસા પણ આપી દીધાં. એટલું જ નહીં, આ મહિલાએ તો વિદ્યાને શીખામણ આપી દીધી કે આમ ભીખ ન માંગવી જોઇએ. કંઈક કામ કરવું જોઇએ.

English summary
Vidya Balan get a professional beggar avtar in Bobby Jasoos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X