For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૂડ ઑફ ગુજરાત : બે શું, પાંચ ફિલ્મો જોઇશું !

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 13 નવેમ્બર : ગુજરાતમાં આવતીકાલે બેસતું વર્ષ છે અને આખું ગુજરાત સતત પાંચ દિવસ દીવાળી તહેવારોના રંગે રંગાઈ જશે. ગુજરાતનો મૂડ આ દરમિયાન સતત આનંદ-મસ્તી અને મનોરંજનનો રહેશે. એવામાં ગુજરાતના મોટાભાગના મનોરંજક સ્થળો લોકોથી ઉભરાઈ જશે.

Sos-Jthj

એક બાજુ જબ તક હૈ જાન (જેટીએચજે) અને સન ઑફ સરદાર (એસઓએસ) ફિલ્મો દીવાળી તહેવારોમાં કમાણી કરવા માટે આજે એક સાથે રિલીઝ થઈ છે. એટલું જ નહિં, બંને ફિલ્મોના નિર્માતાઓ અને એક્ટરો વચ્ચે પણ એક સાથ રિલીઝ મુદ્દે ઘણી-બધી ચકમક ઝરી છે. એમાંય ખાસ તો અજય દેવગણ અને શાહરુખ ખાનના સંબંધો વણસી ગયાં છે. બીજી બાજું ગુજરાતનો તહેવારી મૂડ આ બંને એક્ટરોને સાંત્વના આપવાં જાણે તૈયાર છે અને કહી રહ્યો છો કે ભાઈ, તમે બંને શું કામ ઝગડો છો? અમારે પાંચ દિવસની રજા છે. બેસતાં વરસથી લાભ પાંચમ સુધી અમે માત્રને માત્ર મસ્તી જ કરવાનાં છે. એવામાં તમારી બે ફિલ્મો શું, અમે તો પાંચ ફિલ્મો જોવા તૈયાર છીએ.

નોંધનીય છે કે ગુજરાતમાં બેસતા વરસથી લાભ પાંચમ સુધી બજારો બંધ રહે છે અને જાહેર જીવનમાં માત્ર દીવાળી તહેવારોનો ઉલ્લાસ અને ઉમંગ હોય છે. આ વખતે પણ ગુજરાતમાં આવતીકાલે બુધવારે બેસતા વરસથી રવિવાર લાભ પાંચમ સુધી સતત મસ્તીનો મૂડ રહેશે. આ પાંચ દિવસ દરમિયાન લોકો હરવા-ફરવાના સ્થળે જમાવડો કરશે. એમાંય ફિલ્મો જોવાની શોખીન ગુજરાતી પ્રજા થિયેટરોમાં પણ ઉમટી પડશે. એવામાં એક વાત નક્કી છે કે ગુજરાતના લોકો એસઓએસ કે જેટીએચજેના પ્રિવ્યૂ કે રિવ્યૂના આધારે નહિં, પણ માત્ર મનોરંજન અને રજા-મજાના મૂડ સાથે ફિલ્મો જોવા નિકળશે. એટલે અજય દેવગણની સન ઑફ સરદાર લોકો જોશે, તો કઈં શાહરુખ ખાનની જબ તક હૈ જાન બાકી નથી છોડવાનાં. એટલું જ નહિં, આ અગાઉ રિલીઝ થયેલ ફિલ્મો જોવા માટે પણ લોકોનો ઘસારો રહેશે. ખાસ તો ઓહ માય ગૉડ, ઇંગ્લિશ વિંગ્લિશ, સ્ટુડન્ટ ઑફ ધ ઈયર જેવી ફિલ્મો હાલ પણ લોકોના આકર્ષણના કેન્દ્ર બની રહી છે.

English summary
Gujarat will enjoy five day in Diwali festivals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X