હેપ્પી બર્થડેઃ ગુલ પનાગના 40માં જન્મદિવસે જાણો તેના વિશે ખાસ વાતો
બોલિવુડથી લઈ રાજકારણ સુધી પોતાની સફર કરી ચૂકેલી અભિનેત્રી ગુલ પનાગ આજે પોતાનો 40મો જન્મદિવસ મનાવી રહી છે. ગુલ પનાગનો જન્મ 3 જાન્યુઆરી 1979ના રોજ ચંદીગઢમાં થયો હતો. ગુલ પનાગ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ચંદીગઢમાં કિરણ ખેર સામે ચૂંટણી પણ લડી ચૂકી છે. આ ઉપરાંત વર્ષ 1999માં મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ મેળવી ચૂકી છે.

ધૂમથી બોલિવુડમાં ડેબ્યુ
ગુલ પનાગે પંજાબ યુનિવર્સિટી પટિયાલાથી ગ્રેજ્યુએશન કર્યુ છે. ગુલ પનાગ અભિનેત્રી હોવા સાથે સાથે એક ઉત્કૃષ્ટ વીઓ આર્ટિસ્ટ અને પોલિટિશયન પણ છે. ગુલનુ ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ઘણી સારુ રહ્યુ છે. અભિનેત્રીના પિતા ઈન્ડિયન આર્મીના જનરલ રહી ચૂક્યા છે. ગુલ પનાગે વર્ષ 2003માં આવેલી ફિલ્મ ધૂમથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ છે.

બોલ્ડ ફોટોશૂટ
ત્યારબાદ ગુલ પનાગે એક પછી એક જુર્મ, ડોર, નોરમા, સિક્સ ફીટ અંડર, હેલો, સ્ટ્રેટ અને રણ જેવી ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યુ છે. ત્યારબાદ વર્ષ 2008માં ગુલ પનાગ મેક્સિમ મેગેઝીન માટે કરાવવામાં આવેલા પોતાના બોલ્ડ ફોટોશૂટ માટે અચાનક સમાચારોમાં છવાઈ ગઈ હતી. તો ચાલો જાણીએ તેના જીવન સાથે જોડાયેલી અને રોચક વાતો.
આ પણ વાંચોઃ દરિયાકાંઠે બોલ્ડ અવતારમાં જોવા મળી ભૂમિ પેડનેકર, શેર કરી બિકિની ફોટો

મિસ ઈન્ડિયાનો ખિતાબ
ગુલ પનાગ અભિનયની દુનિયા સાથે સાથે રાજકારણમાં પણ હાથ અજમાવી ચૂકી છે. ગુલ પનાગ વર્ષ 199માં મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ મેળવી ચૂકી છે. જો કે મિસ યુનિવર્સની રેસમાં તે વધુ આગળ ન નીકળી શકી.

મિસ બ્યુટીફૂલ સ્માઈલ
મિસ ઈન્ડિયાના ખિતાબ ઉપરાંત ગુલ પનાગ પોતાની સુંદર સ્માઈલ માટે મિસ બ્યુટીફૂલ સ્માઈલનો ખિતાબ પણ પોતાના નામે કરી ચૂકી છે.

ફેમિલી બેકગ્રાઉન્ડ
ગુલ પનાગ અભિનેત્રી હોવા સાથે સાથે એક શ્રેષ્ઠ વીઓ આર્ટિસ્ટ અને પોલિટિશયન પણ છે. ગુલનુ ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ઘણુ સારુ રહ્યુ છે. અભિનેત્રીના પિતા ઈન્ડિયન આર્મીના જનરલ રહી ચૂક્યા છે.

ચૂંટણીમાં નિરાશા
ગુલ પનાગ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ચંદીગઢમાં કિરણ ખેર સામે ચૂંટણી પણ લડી ચૂકી છે. જો કે તેને આ ચૂંટણીમાં નિરાશા મળી હતી.
|
બુલેટ પર શાનદાર વિદાય
ગુલ પનાગ બુલેટ ચલાવીને સાસરે જવા માટે વિદાય થઈ હતી. વાસ્તવમાં 2011માં ગુલ પનાગે પોતાના બૉયફ્રેન્ડ ઋષિ અટારી સાથે લગ્ન કરી લીધા હતા પરંતુ લગ્નમાં તેની બુલેટ પર શાનદાર વિદાય દરેક જગ્યાએ સમાચારોમાં છવાઈ ગઈ હતી.
દીકરાને દુનિયાથી છૂપાવીને રાખ્યો
ગુલ પનાગે પોતાના 6 મહિનાના દીકરાને દુનિયાથી છૂપાવીને રાખ્યો હતો કારણકે તે જ્યારે મા બની ત્યારે તેની ઉંમર 39 વર્ષની હતી. જો કે હવે તે પોતાના દીકરી અને પતિ સાથે ઘણા ફોટા શેર કરતી રહે છે.
બાઈક્સ ચલાવવાનો શોખ
ગુલ પનાગે પોતાની અલગ જ ઓળખ બનાવી રાખી છે. તે એક ફોર્મ્યુલા વન રેસર ડ્રાઈવર છે. ગુલ પનાગે એમ4ઈલેક્ટ્રોને સર્કિટ ધ કાલાફટ, કૈટાલોનિયાસ્પેનમાં ચલાવ્યુ છે. તેને બાઈક્સ ચલાવવાનો ખૂબ શોખ છે.
|
પાયલટ પણ રહી ચૂકી છે
ગુલ પનાગે બાઈક્સ ઉપરાંત પ્લેન પણ ઉડાવેલુ છે. ગુલ પનાગ પ્લેન પણ ઉડાવે છે કારણકે તે એક પાયલટ પણ રહી ચૂકી છે. તેણે ખાનગી પાયલટનુ લાયસન્સ પણ મેળવેલુ છે.

કારનો પણ શોખ
આ ઉપરાંત ગુલ પનાગને કારનો પણ ખૂબ શોખ છે. ગુલ પનાગ પાસે તેની પોતાની ઘણી બધી લક્ઝરી કાર છે.
મોડલિંગ
ગુલ પનાગે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. ગુલ પનાગે વર્ષ 2003માં ફિલ્મ ધૂમથી બોલિવુડ ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ ગુલ પનાગે એક પછી એક ઘણી ફિલ્મો કરી હતી.