20 વર્ષ જૂનો સ્વિમસૂટ પહેરીને ઈન્સ્ટાગ્રામ પર છવાઈ આ અભિનેત્રી, યુઝર્સે ઉંમર પર કરી કમેન્ટ
અભિનેત્રી ગુલ પનાગ હાલમાં પરિવાર સાથે માલદીવ્ઝમાં રજાઓ માણી રહી છે. તેણે આ દરમિયાન સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો 20 વર્ષ જૂનો ફોટો પણ શેર કર્યો છે. ત્યારબાદથી આ ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. દરેક જણ ગુલની ફિટનેસની પ્રશંસા કરી રહ્યા છે. 16 વર્ષ પહેલા ફિલ્મોમાં પગ રાખનારી ગુલ ફિલ્મોમાં આવતા પહેલા મોડલિંગ કરતી હતી. તેણે વર્ષ 1999માં યુનિવર્સ માટે ભારતનુ પ્રતિનિધિત્વ પણ કર્યુ છે. તેણે સ્વિમસૂટમાં જે 20 વર્ષ જૂનો ફોટો શેર કર્યો છે તે પણ આ વર્ષનો છે. આ ફોટાના કારણે તેની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. તેમણે આ સ્વિમસૂટ સાથે હાલમાં જ ખેંચેલો એક ફોટો પણ શેર કર્યો છે.

ત્યારે અને અત્યારે
ગુલે બંને ફોટાની ઉપર ફોટો પાડવાનો સમય લખ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે, ‘ત્યારે અને અત્યારે. માલદીવમાં 20 વર્ષ પછી આવી. મારુ સ્વિમસૂટ ઘણુ સ્ટ્રોંગ છે.' તેના ફોટાને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે, ‘એકદમ એવાને એવા જ છો તમે મેમ. અમારા લોકો માટે પ્રેરણા છો.' એક અન્ય યુઝરે લખ્યુ છે, ‘20 વર્ષ થઈ ગયા... અને સ્વિમસૂટ હજુ પણ આવી ગયુ. શાનદાર.'
2003માં ધૂપ ફિલ્મથી ડેબ્યુ
તમને જણાવી દઈએ કે ગુલ ચંદીગઢની રહેવાસી છે અને તેમણે વર્ષ 2003માં ધૂપ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તે જુર્મ, ડોર, સમર 2007 જેવી ફિલ્મોમાં જોવા મળી. તેમણે ફિલ્મો ઉપરાંત ટેલિવિઝનમાં પણ કામ કર્યુ. ગુલે અમુક રિયાલિટ શો હોસ્ટ કર્યા છે.

વેબ સીરિઝ ધ ફેમિલી મેન
હાલમાં જ તે વેબ સીરિઝ ધ ફેમિલી મેનમાં જોવા મળી છે. આ ઉપરાંત ગુલ રાજકારણમાં પણ હાથ અજમાવી ચૂકી છે. તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટથી ચંદીગઢથી ચૂંટણી લડી હતી. જો કે તે ભાજપ ઉમેદવાર કિરણ ખેર સામે હારી ગઈ હતી.