For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : હવે મહિલાઓને ભણાવશે ગુલાબ ગૅંગની રજ્જો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 ફેબ્રુઆરી : બૉલીવુડની બે દિગ્ગજ અભિનેત્રીઓ માધુરી દીક્ષિત અને જુહી ચાવલા આજકાલ ઇવેંટ્સમાં એક સાથે નજરે પડે છે. પોતાના કૅરિયરની ઉંચાઇએ ક્યારેય એક-બીજા સાથે ફિલ્મ કરવી તો દૂર, એક-બીજા સામું પણ નહીં જોનાર આ બંને અભિનેત્રીઓને સાથે લાવી છે ફિલ્મ ગુલાબ ગૅંગ અને બંને આજકાલ પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

સૌમિક સેનની ફિલ્મ ગુલાબ ગૅંગ મહિલા કેન્દ્રિત ફિલ્મ છે. સમ્પત પાલની ગુલાબી ગૅંગ પર આધારિત ફિલ્મ ગુલાબ ગૅંગમાં માધુરી દીક્ષિત એક યોદ્ધા તરીકે દેખાનાર છે અને જુહી ચાવલા ખલનાયિકાની ભૂમિકામાં રાજકારણી તરીકે જોવા મળશે. જુહી-માધુરી બંને પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તાજેતરમાં જ બંનેએ મુંબઈ ખાતેના ગોલ્ડન જિમમાં જઈ ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું, તો બંને ટેલીવિઝન શો બૂગી વૂગીના સેટ ઉપર પણ પહોંચ્યા હતાં.

ચાલો તસવીરો સાથે જોઇએ ગુલાબ ગૅંગની રજ્જો એટલે કે માધુરી શું કરવા માંગે છે સમાજ માટે? :

પ્રમોશનમાં વ્યસ્ત

પ્રમોશનમાં વ્યસ્ત

માધુરી દીક્ષિત અને જુહી ચાવલા આજકાલ ગુલાબ ગૅંગ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં માધુરીનું નામ રજ્જો છે. ગુલાબ ગૅંગ ફિલ્મમાં જુહી ચાવલા એક રાજકારણીના રોલમાં છે. તેમનો રોલ નેગેટિવ છે. ફિલ્મ 7મી માર્ચે રિલીઝ થવાની છે.

મહિલા શિક્ષણનું આયોજન

મહિલા શિક્ષણનું આયોજન

માધુરી દીક્ષિતે પ્રમોશનલ ઇવેંટ દરમિયાન જણાવ્યું કે તેઓ ભારતમાં મહિલાઓને શિક્ષિત કરવાનું આયોજન કરી રહ્યાં છે.

યોજનાઓ છે

યોજનાઓ છે

માધુરીએ જણાવ્યું - હા, અમારી પાસે યોજનાઓ છે, પણ હજી કામ શરૂ નથી કર્યું. હું તેના માટે રાહ જોઈ રહી છું.

પહેલ થઈ ચુકી છે

પહેલ થઈ ચુકી છે

માધુરીએ જણાવ્યું - જ્યારે અમે આ અંગે શરુઆત કરીશું, ત્યારે જણાવીશું. પોતાની ઑનલાઇન ડાન્સ એકેડેમી શરૂ કરી હું કેટલીક વસ્તુઓ અગાઉથી જ શરૂ કરી ચુકી છું.

મહિલાઓ શિક્ષિત થાય

મહિલાઓ શિક્ષિત થાય

માધુરીએ જણાવ્યું - ગુલાબ ગૅંગ ફિલ્મમાં હું યોદ્ધા છું કે જેનું માનવું છે કે મહિલાઓએ શિક્ષિત હોવુ જોઇએ.

પુરુષોને પાઠ

પુરુષોને પાઠ

માધુરીએ જણાવ્યું - પુરુષોએ મહિલાઓનું સન્માન કરવાનુ શિક્ષણ મળવુ જોઇએ. અભણ હોવાના કારણે ઘણી વાર પુરુષો મહિલાઓને એક વસ્તુની જેમ જુએ છે.

ગુલાબ ગૅંગે આપી પ્રેરણા

ગુલાબ ગૅંગે આપી પ્રેરણા

માધુરીએ જણાવ્યું - ગુલાબ ગૅંગ કરવા દરમિયાન મને લાગ્યું કે મારે પણ સમાજની મહિલાઓ માટે કંઇક કરવું જોઇએ.

શિક્ષણ શસ્ત્ર

શિક્ષણ શસ્ત્ર

માધુરીએ જણાવ્યું - મારા દૃષ્ટિકોણે શિક્ષણ જ એક શસ્ત્ર છે કે જેના બળે દરેકની ઓળખ હોય છે. તેથી મેં મહિલાઓને શિક્ષિત કરવાનો નિર્ણય કર્યો છે.

English summary
Actress Madhuri Dixit, who speaks about women empowerment and fights for justice in her forthcoming film "Gulaab Gang", also plans to educate women in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X