For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ગુલાબ ગૅંગ સામે પડી ગુલાબી ગૅંગ, રિલીઝ મુશ્કેલીમાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 માર્ચ : સૌમિક સેન દિગ્દર્શિત અને માધુરી દીક્ષિત તથા જુહી ચાવલા અભિનીત મોસ્ટ અવેટેડ ગુલાબ ગૅંગની રિલીઝ ઉપર સંકટના વાદળ ઘેરાઈ ગયાં છે. દિલ્હી હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે. ફિલ્મ 7મી માર્ચે રિલીઝ થવાની હતી. કોર્ટના હુકમથી ફિલ્મને આંચકો લાગ્યો છે.

બુંદેલખંડ (બાંદા)ની ગુલાબી ગૅંગ તથા તેના કમાંડર સમ્પત પાલે દાવો કર્યો છે કે સૌમિક સેનની ફિલ્મ ગુલાબ ગૅંગ તેમના જ સંગઠનની વાર્તા છે કે જે તેમની પરવાનગી વગર બનાવવામાં આવી છે. તેથી તેઓ ગુલાબ ગૅંગની રિલીઝનો વિરોધ કરે છે અને તેને કોઈ પણ કિંમતે રિલીઝ નહીં થવા દે. તેમણે ફિલ્મની રિલીઝ પર સ્ટે મેળવવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સંજીવ સચદેવે હાલ સ્ટે આપી દીધો છે.

ચાલો તસવીરો સાથે જોઇએ કે શું છે આ વિવાદ :

ગુલાબ ગૅંગ મુશ્કેલીમાં

ગુલાબ ગૅંગ મુશ્કેલીમાં

સૌમિક સેન દિગ્દર્શિત અને માધુરી દીક્ષિત તથા જુહી ચાવલા અભિનીત મોસ્ટ અવેટેડ ગુલાબ ગૅંગની રિલીઝ ઉપર સંકટના વાદળ ઘેરાઈ ગયાં છે. દિલ્હી હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે. ફિલ્મ 7મી માર્ચે રિલીઝ થવાની હતી. કોર્ટના હુકમથી ફિલ્મને આંચકો લાગ્યો છે.

ગુલાબ ગૅંગ સામે ગુલાબી ગૅંગ

ગુલાબ ગૅંગ સામે ગુલાબી ગૅંગ

ગુલાબ ગૅંગની રિલીઝ સામે સમ્પત પાલે અધિકૃત વાંધો ઉઠાવ્યો છે. તેમણે હાઈકોર્ટમાં ફિલ્મ ઉપર સ્ટે માગતી અરજી દાખલ કરી હતી.

ગુલાબી ગૅંગ સાથે નિસ્બત નથી

ગુલાબી ગૅંગ સાથે નિસ્બત નથી

જોકે ગુલાબ ગૅંગના દિગ્દર્શક સૌમિક સેન કહે છે કે ગુલાબી ગૅંગ સાથે ગુલાબ ગૅંગનો કોઈ સંબંધ નથી. જોકે તેઓ ગુલાબી ગૅંગના કમાંડરના વખાણ કરે છે. તેઓ કહે છે કે સમ્પત પાલ બહુ સારૂ કામ કરી રહ્યાં છે.

નામ ગુલાબ ગૅંગ જ કેમ?

નામ ગુલાબ ગૅંગ જ કેમ?

સમ્પત પાલે સૌમિકને જુઠા જણાવતા કહ્યું કે જો એવું જ હોય, તો તેમણે ફિલ્મનું શીર્ષક પિંક ઇઝ રેડ કે લાલ ગૅંગ કેમ ન રાખ્યું? તેમને ગુલાબ ગૅંગ શીર્ષકનો વિચાર ક્યાંથી સ્ફુર્યો? હકીકતમાં આ ગુલાબી ગૅંગથી પ્રભાવિત થઈ રખાયું છે.

આમ વકર્યો વિવાદ

આમ વકર્યો વિવાદ

સમ્પત પાલને ગુલાબ ગૅંગ અંગે એપ્રિલ-2012માં જાણ થઈ. જાણ થતા જ તેમણે ચેતવણી આપી હતી કે પરવાનગરી વગર ફિલ્મ બની, તો તેઓ કોર્ટમાં જશે. બીજી બાજુ નિર્માતા અનુભવ સિન્હાએ તે જ વખતે દાવો કર્યો હતો કે તેમની ફિલ્મ ઉત્તર પ્રદેશના કોઈ સંગઠન કે કોઈ મહિલાના જીવનથી પ્રેરિત નથી. બંને તરફથી નિવેદનો તો થયાં, પણ વિવાદનો કોઈ ઉકેલ ન લવાયો.

રિલીઝ મુશ્કેલીમાં

રિલીઝ મુશ્કેલીમાં

હવે દિલ્હી હાઈકોર્ટના મનાઈ હુકમ બાદ ગુલાબ ગૅંગ ફિલ્મની રિલીઝ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

English summary
The Delhi High Court Wednesday stayed the release of forthcoming Hindi movie ‘Gulaab Gang’, reportedly based on the life of activist Sampat Pal, who formed Gulabi Gang, a group of pink sari clad women vigilantes in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X