• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગલી બૉય ફિલ્મ રિવ્યુઃ રણવીર સિંહ અને આલિયા ભટ્ટે આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ આપી

|

તરાઝુ કે બસ દો થાલ હે - એક ઓર હમ, દૂજેમે ખ્વાબ હે. આ લાઈનો ઝોયા અખ્તરની ગલી બૉયના મુખ્ય કેરેક્ટર મુરાદ (રણવીર સિંહ) ના સપનાઓને સુંદર રીતે વર્ણવે છે. બધી ગુત્થીઓ અને ઉલઝનો વચ્ચે પણ આ યુવાન છોકરાને પોતાના સમાધાન, રસ્તા પર રેપ કરવાથી મળે છે. મુરાદનો અર્થ છે ઈચ્છાઓ. પોતાના નામની જેમ મુરાદની ઈચ્છા છે કે તે પોતાના આ જૂનુને પોતાનુ કેરિયર બનાવે. પરંતુ આ ફૂલોથી ભરેલો રસ્તો નથી હોતો. તેને સમાજથી લઈને વર્ગોમાં વહેંચાયેલી આ દુનિયાનો સામનો કરવો પડે છે. ફિલ્મના એક ખૂબ જ મહત્વના સીનમાં મુરાદ એક રડતી અમીર છોકરીની કારનો ડ્રાઈવર બનેલો હોય છે અને તેની એક ઝલક ગાડીના કાચમાં જુએ છે. તે ઈચ્છે કે તેને ચૂપ કરાવે પરંતુ એવુ નથી કરાવી શકતો. જાવેદ અખ્તરની સુંદર લાઈનો આ સમગ્ર સીનને તમારા દિલમાં ફિક્સ કરી દેશે - "તુમસે હમદર્દી ભી નહિ કર સકતા મે, મેરે બસકી વાત નહી હે, મે યે બહતે આંસુ પોછુ, ઉતની મેરી ઓકાત નહિ હે."

 ‘મેરે બૉયફ્રેન્ડ સે ગુલૂ ગુલૂ કરેગી તો ઘોપતુંગી હી ના ઉસકો'

‘મેરે બૉયફ્રેન્ડ સે ગુલૂ ગુલૂ કરેગી તો ઘોપતુંગી હી ના ઉસકો'

મુરાદ માચિચની ડબ્બી જેવા નાના રૂમમા પોતાના આખા પરિવાર સાથે ધારાવીમાં રહે છે. જ્યારે તેનો મારપીટ કરનારો પિતા ઘરમાં બીજી પત્ની લઈ આવે છે તો તેની મા પોતાનો ગુસ્સો અને લાચારી બંને કાઢે છે પરંતુ એ સ્ત્રી સાથે પોતાનુ સત્ય સ્વીકારવાની કોશિશ કરે છે. તે સ્ત્રી જે ઉંમરમાં તેના પુત્ર મુરાદ જેટલી છે. મુરાદના જીવનની એકમાત્ર અને ખાસ વાત એ છે કે તેના દોસ્ત અને તેની પોતાનામાં જ ઉલઝયેલી રહેતી ગર્લફ્રેન્ડ સફીના (આલિયા ભટ્ટ) જે એ માનવાથી નથી કતરાતી કે જો કોઈ તેના બૉયફ્રેન્ડ પર નજર નાખવાની કોશિશ કરશે તો, ‘મેરે બૉયફ્રેન્ડ સે ગુલૂ ગુલૂ કરેગી તો ઘોપતુંગી હી ના ઉસકો.'

‘જો દુનિયામાં બધા કમ્ફર્ટેબલ હોત તો રેપ કોણ કરત?'

‘જો દુનિયામાં બધા કમ્ફર્ટેબલ હોત તો રેપ કોણ કરત?'

જ્યાં સફીના એક ખૂબ જ મજબૂત કેરેક્ટર રૂપે સામે આવે છે તે હિસાબે અંદરથી તે એક એવી છોકરી છે જે જીવનમાં નોર્મલ વસ્તુઓ કરવા ઈચ્છે છે - દોસ્તો સાથે ફરવુ, છોકરાઓ સાથે વાત કરવી, લિપસ્ટીક લગાવવી, માબાપથી ડર્યા વિના. વળી, બીજી તરફ મુરાદ ક્યારેક ક્યારેક કાગળ પર ગુસ્સામાં કંઈક લાઈનો લખીને પોતાના બધા ઈમોશન બહાર કાઢતો રહે છે. ટૂંક સમયમાં તેની આ કલા એક રેપરને ખબર પડે છે. એમસી શેર (સિદ્ધાંત ચતુર્વેદી) મુરાદને સલાહ આપે છે કે પોતાની અંદરનો લાવા ફાટીને બહાર આવવા દે. મુરાદ આ વાત પર ડાઉટ કરે છે કે પબ્લિક સામે રેપ કેવી રીતે કરશે તો એમસી તેને કહે છે, ‘જો દુનિયામાં બધા કમ્ફર્ટેબલ હોત તો રેપ કોણ કરત?'

 ‘જીવન જીવન દરિયા દરિયા, એક જો પાર કરો, દૂસરા દરિયા મિલે'

‘જીવન જીવન દરિયા દરિયા, એક જો પાર કરો, દૂસરા દરિયા મિલે'

જેમ જેમ સમય પસાર થાય છે, મુરાદ પોતાની અંદરના રેપરને ચીરફાડ કરીને બહાર કાઢે છે અને આમાં તેની મદદ કરે છે એમસી શેર અને બર્કલીની એક મ્યુઝિક સ્ટુડન્ટ સ્કાઈ (કલ્કિ કોચલિન). મુરાદ ગલી બૉય બની જાય છે. ફિલ્મમાં એક રેપની લાઈન છે, ‘જીવન જીવન દરિયા દરિયા, એક જો પાર કરો, દૂસરા દરિયા મિલે. ગલી બૉય એ ઝોયા અખ્તરની એક માસ્ટર પીસ ફિલ્મ છે. તેનુ સુંદર નિર્દેશન આ ફિલ્મને ખૂબ સરળતાથી એક સફળ કોશિશ બનાવે છે અને દર્શકોને ફિલ્મ સાથે વહેવામાં કોઈ મુશ્કેલી નથી આવતી. જે ફિલ્મમેકર માત્ર અમીરોની કહાની કહેવા માટે ફેમસ હતી તેમણે આ વખતે ગલિયોની કહાની સંભળાવી છે અને કોઈને નિરાશ કર્યા નથી.'

‘ભાઈ તેરે જેસા કોઈ હાર્ડિચ્ચ નહી હે.'

‘ભાઈ તેરે જેસા કોઈ હાર્ડિચ્ચ નહી હે.'

જો કે ગલી બૉય ક્યાંક ક્યાંક લાંબી ખેંચાય છે પરંતુ આનાથી ફિલ્મ પર કોઈ અસર નથી પડતી. વળી, મુરાદ અને સ્કાઈનો ટ્રેક ફિલ્મ પર વધુ અસર નથી છોડી શકતો. અભિનયની વાત કરીએ તો રણવીર સિંહનુ શાનદાર પ્રદર્શન તમારુ દિલ જીતી લે છે અને તમે કહેશો, ‘ભાઈ તેરે જેસા કોઈ હાર્ડિચ્ચ નહી હે.' મુરાદની ભૂમિકામાં રણવીર પોતાના એક એક ઈમોશનને તમારી સાથે જોડી રાખશે અને તમે એના માટે લડવા ઈચ્છશો. ‘ચલતે ચલતે કહીં એક મોડ આતા હે, સીધે રાસ્તે સે બિલકુલ અલગ, કોઈ દિવાના હોતા હે જો ઉધર જાતા હે.' રણવીર સિંહ આ ફિલ્મમાં એ જ દિવાનો બન્યા છે. પોતાની રીલ ઈમેજની જેમ રણવીર પોતાની ફિલ્મોમાં પણ સુંદર ચોઈસ શોધી રહ્યા છે અને તેમને બધુ ધીમે ધીમે મળી પણ રહ્યુ છે.

એકદમ ફ્રેશ અને કંઈક નવુ

એકદમ ફ્રેશ અને કંઈક નવુ

આલિયા ભટ્ટ ગલી બૉયમાં રણવીરની ભૂમિકાનો સપોર્ટ બને છે. તમે તેમની પંચલાઈન પોતાના દિમાગમાંથી કાઢી નહિ શકો. તે દરેક ફ્રેમમાં એકદમ ફ્રેશ અને કંઈક નવુ લઈને આવે છે. સિદ્ધાંત ચતુર્વેદી આ વર્ષની શોધ છે. તેમની ભૂમિકા શેર એક સુંદર અને શાનદાર ડેબ્યુ છે અને ઘણી જગ્યાએ રણવીર સિંહ પાસેથી લાઈમલાઈટ છીનવી લે છે. જય ઓઝાના કેમરાથી દરેક સીનમાં મુંબઈની ગલીઓને સુંદર રીતે બતાવવામાં આવી છે. એવુ લાગે છે કે આ ગલીઓ બોલે છે. વળી નીતિન વેદની એડિટીંગ પણ શાનદાર છે. ફિલ્મની સપોર્ટીંગ કાસ્ટ - વિજય વર્મા, સુભાષ, વિજય રાજ, વિજય મૌર્ય બધા એક શ્રેષ્ઠ ફિલ્મ રજૂ કરે છે.

‘કોન બોલા, મુઝસે ના હો પાયેગા?'

‘કોન બોલા, મુઝસે ના હો પાયેગા?'

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે ફિલ્મનું મ્યુઝિક અને ગીતોના બોલ જે દરેક સિચ્યુએશનને એક અલગ જ તરાઝુમાં તોલે છે. રણવીર સિંહ રેપ કરવા માટે જ પેદા થયા છે અને આ ફિલ્મ એ વાતનો પુરાવો છે. ‘કોન બોલા, મુઝસે ના હો પાયેગા?' આ લાઈન એ લોકો માટે છે જે પોતાના સપના પૂરા કરવાથી ડરે છે. ગલી બૉય તેમના માટે એક પ્રેરણા છે. ફિલ્મ જોયા બાદ તમારુ દિલ પણ તમને કહેશે, ‘અપના ટાઈમ આયેગા.' અમારા તરફથી ફિલ્મને ચાર સ્ટાર.

આ પણ વાંચોઃ વેલેન્ટાઈન ડે પર રણવીર સાથે શું કરવાની છે દીપિકા, કર્યો ખુલાસો

English summary
Ranveer Singh and Alia Bhatt's Gully Boy has been passed by the critics in the initial press shows. quick review of this Zoya Akhtar Masterpiece.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more