Happy Birthday Alia Bhatt: આલિયાને નથી જોઈતો પિતા મહેશ ભટ્ટ જેવો પતિ, જાણો કેમ?

આલિયા ભટ્ટનો તેના જન્મદિવસે એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાણો કેમ?

નવી દિલ્લીઃ ઘણા ઓછા સમયમાં પોતાની એક્ટિંગના દમ પર લોકોના દિલમાં જગ્યા બનાવનાર બૉલિવુડની દિલકશ અદાકાર આલિયા ભટ્ટ આજે પોતાનો 28મો જન્મદિવસ મનાવી રહી છે. આ ખાસ દિવસે ફેન્સ સાથે સાથે સેલેબ્ઝ પણ આલિયાને તેના જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે. કરણ જૌહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટનો તેના જન્મદિવસે એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આલિયા પોતાનો બર્થડે કેક કાપતી જોવા મળી રહી છે.

આલિયા વિશે મહેશ ભટ્ટે કહી હતી ચોંકાવનારી વાત

આલિયા વિશે મહેશ ભટ્ટે કહી હતી ચોંકાવનારી વાત

ભટ્ટ કેમ્પ નવા લોકોને મોકો આપવામાં માટે જાણીતો છે. અનુપણ ખેરથી લઈને શરૂ થયેલો આ સિલસિલો આજ સુધી ચાલુ છે પરંતુ મહાન ફિલ્મ મેકર મહેશ ભટ્ટની દીકરીએ પોતાનુ કરિયર પોતાના પપ્પા સાથે શરૂ ન કરીને કરણ જોહર સાથે શરૂ કર્યુ કે જે એક ચોંકાવનારી વાત છે. અમુક સમય પહેલા મહેશ ભટ્ટે આ વાતનો જવાબ આપ્યો હતો જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતા.

આલિયાને નથી જોઈતો મહેશ ભટ્ટ જેવો પતિ

આલિયાને નથી જોઈતો મહેશ ભટ્ટ જેવો પતિ

વાસ્તવમાં મહેશ ભટ્ટે કહ્યુ કે હું ક્યારેય સ્ટાર્સ સાથે કામ નથી કરતો અને આલિયા અત્યારે એક સ્ટાર છે. મહેશ ભટ્ટે કહ્યુ કે આ તેમના માટે ગર્વની વાત છે. જ્યાં મહેશ ભટ્ટ પોતાની દીકરી માટે આ વિચારે છે ત્યાં બીજી તરફ આલિયા ભટ્ટને પોતાના પિતા જેવો લાઈફ પાર્ટનર નથી જોઈતો.

મારી લાઈફમાં એક જ મહેશ ભટ્ટ કાફી

મારી લાઈફમાં એક જ મહેશ ભટ્ટ કાફી

ફિલ્મ સ્ટાર અનુપમ ખેરના જાણીતા શો 'કુછ ભી હો સકતા હે'માં આલિયા ભટ્ટે ખુલ્લે આમ કહ્યુ હતુ કે તે પોતાનો લાઈફ પાર્ટનર એવો ઈચ્છે છે કે જે બિલકુલ પણ તેના પપ્પા જેવો ન હોય, મારા પપ્પા બહુ સારા છે અને હું તેમને ખૂબ જ પ્રેમ કરુ છુ. અમે એકબીજા સાથે બહુ સારી રીતે વાત કરીએ છીએ અને એમે એકબીજાના દોસ્ત છે. પરંતુ મારી લાઈફમાં એક જ મહેશ ભટ્ટ કાફી છે. હું 2 નથી રાખી શકતી. જ્યારે આલિયાએ આ કહ્યુ ત્યારે મહેશ ભટ્ટ પણ શોમાં હાજર હતા.

રણબીર કપૂર સાથે રિલેશનશીપ છે આલિયા

રણબીર કપૂર સાથે રિલેશનશીપ છે આલિયા

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટની બીજી પત્ની સોની રાઝદાનની દીકરી છે. આલિયા બે બહેન અને એક ભાઈ છે. હાલમાં આ બંને સફળતાના શિખરે છે. આલિયા માટે કહેવાય છે કે તે બૉલિવુડના ડેશિંગ સ્ટાર રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં છે અને બધુ ઠીક રહ્યુ તે બંને આ વર્ષના અંતમાં કે આવતા વર્ષની શરૂઆતમાં લગ્ન કરી શકે છે. તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાના છે. આ ફિલ્મમાં આલિયા, રણબીર સાથે અમિતાબ બચ્ચન લીડ રોલમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X