બર્થડે: અક્ષય કુમારે ત્રણે ખાનને કેવી રીતે આપી મ્હાત, કરોડોની કમાણી-ખેલાડી બનવા સુધીની સફર
બૉલિવુડમાં આમ તો ઘણા સુપરસ્ટાર થયા અને આગળ પણ થશે પરંતુ અત્યાર સુધી સૌથી ફિટ અને સક્રિય અભિનેતાની વાત કરીએ તો બૉૉલિવુડના ઈતિહાસ અને વર્તમાનમાં માત્ર એક જ અભિનેતાનુ નામ આવે છે અને તે છે અક્ષય કુમાર. 9 સપ્ટેમ્બર 1967માં જન્મેલ અક્ષય કુમાર દિલ્લીમાં મોટા થયા. પિતા આર્મીમાં હતા માટે ફિટનેસ પર ધ્યાન અને રમતગમતમાં રુચિ અક્ષય કુમારને બાળપણથી જ હતી. પરિવાર સાથે અક્ષય કુમાર મુંબઈ આવી ગયા હતા. શરૂઆતથી જ ભણવામાં મન નહોતુ લાગતુ અને છેવટે કૉલેજ આવતા આવતા અક્ષયે અભ્યાસ છોડી દીધો. મોટા ધમાકેદાર એક્શન સીન કરવા પાછળની કમાલ એ જ છે કે અક્ષય કુમાર માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ છે. વાસ્તવમાં પિતા પાસેથી જિદ કરીને તે થાઈલેન્ડ ગયા અને અહી તેમણે માર્શલ આર્ટ ઉપરાંત તાયકોંડો જેવી કલા શીખી.

આ રીતે અક્ષય કુમારનુ કરિયર બૉલિવુડમાં શરૂ થયુ
અક્ષયે મનગમતી કલા તો મેળવી લીધી પરંતુ જીવનની કલાબાજીમાં ફસાઈ ગયા હતા. તેમણે વેઈટરથી લઈને ઘરેણા વેચવા સુધીનુ કામ કર્યુ. ત્યારબાદ અક્ષય કુમારે માર્શલ આર્ટ્સ શીખવાનુ શરૂ કર્યુ. આ દરમિયાન એક છાત્રના પિતાએ અક્ષય કુમારને મૉડલિંગ માટે સલાહ આપી અને ફર્નીચરના શોરૂમ સાથે જોડાયેલ એક અસાઇમેન્ટ અપાવ્યુ. ત્યારબાદ અક્ષય કુમારે એક-બે ફોટોશૂટ કરાવીને એડ શૂટ કરવા લાગ્યા. એક વાર અક્ષય કુમારનુ એડશૂટ હતુ અને આના માટે તેમણે બીજા શહેરમાં જવાનુ હતુ પરંતુ કમનસીબે અક્ષયની ફ્લાઈટ છૂટી ગઈ. જિંદગી ભાગદોડમાં પગ જમાવવાની કોશિશ કરતા અક્ષય કુમારનો એ દિવસ સૌથી નિરાશાપૂર્ણ હતો. તે દુઃખી થઈને એક ફિલ્મ સ્ટુડિયોમાં ગયા અને પોતાનો પોર્ટફોલિયોઆપ્યો. એ દિવસે અક્ષય કુમારને પ્રમોદ ચક્રવર્તીની ફિલ્મ દીદાર મળી ગઈ. પછી અક્ષય કુમારે પોતાના કરિયરની શરૂઆત કરી દીધી. આ રીતે અક્ષય કુમારનુ કરિયર બૉલિવુડમાં શરૂ થયુ.

નવી રણનીતિ બનાવીને સુપરસ્ટાર બની ગયા
બે ફિલ્મો કર્યા બાદ વર્ષ 1992માં અક્ષય કુમારને અબ્બાસ મસ્તાનની 'ખિલાડી' ફિલ્મ મળી. ત્યારબાદથી તે આજ સુધી ઈન્ડસ્ટ્રીના ખિલાડી કહેવાય છે. આજા સમયમાં અક્ષય કુમાર બૉલિવુડના સૌથી મનગમતા સુપરસ્ટાર્સમાંના એક છે. જેને એકલાએ બૉલિવુડના ત્રણે ખાનને ટક્કર આપી અને કમાણીના મામલે પણ આગળ નીકળી ગયા. જ્યાં ઘણા મોટા અભિનેતા વિચારતા કે તે વર્ષમાં એક કે બે ફિલ્મ કરશે પરંતુ મોટી કે મેગા બજેટ કરશે. ત્યાં બીજી તરફ અક્ષય કુમાર આવ્યા જેમણે નવી રણનીતિ બનાવી અને વર્ષમાં ઘણી ફિલ્મો કરીને સૌથી મોટા સુપરસ્ટાર બની ગયા.

ફૉર્બ્ઝની લિસ્ટમાં થયા શામેલ
દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરવા બાબતે બૉલિવુડમાં એકમાત્ર અભિનેતા છે જે ફૉર્બ્ઝની લિસ્ટમાં પ્રથમ દસમાં શામેલ હતા. નંબર છ પર અક્ષય કુમાર દુનિયાભરના સૌથી વધુ કમાણી કરનાર હસ્તીઓમાં શામેલ થયા. જ્યારે બૉલિવુડમાં આ સ્થાનને આ વર્ષે મેળવનાર કોઈ બીજો વ્યક્તિ નહોતો. એવા ઘણા કારણોના લીધે અક્ષય કુમારે સલમાન ખાન, આમિર ખાન અને શાહરુખ ખાન જેવા મોટા સ્ટાર્સને મ્હાત આપી છે. અક્ષય કુમારનો દમદાર અભિનય અને તેની લોકપ્રિયતા લોકો વચ્ચે તેનુ હીટ થવાનુ નક્કી કરે છે.

રાષ્ટ્રવાદ, દેશભક્તિ અને એક્શન
બદલાતી રાજનીતિ અને સમીકરણમાં અક્ષય કુમારને પણ ફાયદો થયો. છેલ્લા અમુક વર્ષોમાં અક્ષય કુમારે ફેન્સ સાથે જોડાવા માટે રાષ્ટ્રવાદનો પણ સહારો લીધો. એક પછી એક દેશભક્તિ સાથે જોડાયેલી ફિલ્મો કરી જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. હૉલીડે, ગોલ્ડ, પેડમેન, એરલિફ્ટથી લઈને કેસરી સુધી અક્ષય આ રાહમાં ધીમે ધીમે આગળ વધતા રહ્યા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દેશભક્તિની ફિલ્મોથી કરોડોની કમાણી પણ કરી અને દર્શકો સાથેનો સંબંધ પણ ગાઢ બનતો ગયો. એક્શન ફિલ્મોમાં પણ અક્ષયને ખૂબ પ્રેમ મળ્યો. અક્ષયે પોતાની ફિટનેસથી દર્શકોનુ દિલ જીતી લીધુ. તેનુ દમદાક વ્યક્તિત્વ મોટા પડદે સફળતા મેળવવા માટે કામ લાગ્યુ.

ખૂબ મહેનત કરી, ડબલ શિફ્ટમાં કામ કર્યુ
જ્યાં બીજા સ્ટાર્સ વર્ષમાં વધુમાં વધુ બે ફિલ્મો કરે છે ત્યાં અક્ષય કુમાર 4-5 ફિલ્મો કરે છે. વર્ષ 2019માં અક્ષય કુમારે કેસરી, હાઉસફૂલ 4, મિશન મંગલ અને ગુડ ન્યૂઝ જેવી મોટી ફિલ્મો કરી હતી. ચારે ફિલ્મો હીટ સાબિત થઈ. વળી, 2020માં પણ જો કોરોનાએ ખેલ ન બગાડ્યો હોત તો અક્ષય કુમાર સૂર્યવંશી, લક્ષ્મીબોમ, પૃથ્વીરાજ અને બેલબૉટમ જેવી ફિલ્મો આપવાના હતા. મનોરંજન જગતાં મોટાભાગના સ્ટાર્સ એક શિફ્ટમાં કામ કરે છે જ્યારે અક્ષય કુમાર ડબલ શિફ્ટમાં કામ કરે છે. હાલમાં ઘણા સ્ટાર્સ ઘરમાંથી બહાર નીકળતા ડરે છે ત્યારે અક્ષય કુમાર સ્કૉટલેન્ડમાં શૂટિંગ માટે પહોચી ગયા છે. તે પોતાની ફિલ્મ બેલબૉટમનુ શૂટિંગ કરી રહ્યા છે.
'સામના'માં કંગનાને ગણાવી - દેશદ્રોહી, મેન્ટલ અને બેઈમાન