• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Birthday Amitabh: અમિતાભ બચ્ચન પાસે કેટલી છે સંપત્તિ, જાણો

|

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 77મો જન્મદિવસ છે. અમિતાભના જન્મદિવસ પર ફિલ્મ જગતની દિગ્ગજ હસ્તીઓએ તેમને શુભકામના આપી છે. પોતાના શાનદાર અભિનય અને દમદાર અવાજ દ્વારા અમિતાભ બચ્ચને બોલિવુડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. હજુ હાલમાં જ અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સમ્માન દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી પણ નવાઝવામાં આવ્યા. અમિતાભ એકલા એવા અભિનેતા છે અને પોતાના સમયના ફિલ્મ કલાકારોમાં સૌથી વધુ ફિટ અને એક્ટિવ છે. આવો જાણીએ અમિતાભ બચ્ચન કુલ કેટલી સંપત્તિના માલિક છે.

કેટલી સંપત્તિના માલિક છે બિગ બી

કેટલી સંપત્તિના માલિક છે બિગ બી

અમિતાભ બચ્ચનની પત્ની અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચન તરફથી વર્ષ 2018માં ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ બચ્ચન દંપત્તિ પાસે કુલ 1001 કરોડની સંપત્તિ છે. બંને પાસે 54,60,11,745 રૂપિયાનું બેંક બેલેન્સ છે. અમિતાભ અને જયા બચ્ચને 102 કરોડ રૂપિયાના બૉન્ડ અને કંપનીઓના શેરમાં રોકાણ કર્યુ છે. બંને પાસે કુલ મળીને 12 ગાડીઓ છે જેની કિંમત લગભગ 13 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત અમિતાભ અને જયા પાસે 62 કરોડ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણા છે. વળી, બંને પાસે 11.5 કરોડ રૂપિયાની ખેતીલાયક જમીન અને 114.5 કરોડ રૂપિયાની બિન ખેતીલાયક જમીન છે. જયા અને અમિતાભ પાસે 50 કરોડ રૂપિયાની એક કોમર્શિયલ બિલ્ડિંગ પણ છે. આ ઉપરાંત બંને પાસે 271 કરોડ રૂપિયાની રહેણાંક પ્રોપર્ટી છે.

મારા લિવરનો 75 ટકા ભાગ ખરાબ

મારા લિવરનો 75 ટકા ભાગ ખરાબ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન તે ઉંમરના આ પડાવ પર પણ કોઈ યુવા એક્ટરની જેમ જોશ સાથે કામ કરે છે. જો કે અમિતાભ બચ્ચન વિશ બહુ ઓછા લોકો જાણે છે કે તેમનુ લિવર 75 ટકા સુધી ખરાબ થઈ ચૂક્યુ છે. આનો ખુલાસો બિગ બીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. અમિતાભ બચ્ચનને આ નિવેદન એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં આપ્યુ હતુ. ત્યારે બિગ બીએ કહ્યુ હતુ, મને એ કહેતા હવે ખરાબ નથી લાગતુ કે હું ટ્યુબરક્યુલોસિસ અને હિપેટાઈટિસ બીથી પીડિત રહ્યો છુ. મારા લિવરનો 75 ટકા ભાગ ખરાબ છે અને હું માત્ર 25 ટકા લિવરના સહારે જીવી રહ્યો છુ. ટીબી જેવી બિમારીઓનો ઈલાજ થાય છે. મને 8 વર્ષ સુધી ખબર નહોતી કે હું ટીબીથી પીડિત છુ. જે મારી સાથે થયુ, કોઈની સાથે ના થાય. જો તમે તપાસ ન કરાવતા હોય તો તમને કંઈ જ ખબર નહિ હોય અને આનો ઈલાજ પણ નહિ થઈ શકે.

આ પણ વાંચોઃ ગુડ ન્યૂઝઃ આ દિવાળીએ ફ્રીમાં મળશે સોનાનો સિક્કો, જાણો બંપર ઓફર્સ વિશે

જ્યારે શૂટિંગ દરમિયાન લાગેલી ઈજાના કારણે જીવ જોખમમાં મૂકાયો

જ્યારે શૂટિંગ દરમિયાન લાગેલી ઈજાના કારણે જીવ જોખમમાં મૂકાયો

શૂટ દરમિયાન પુનીતને અમિતાભ બચ્ચનના પેટમાં અમુક પંચ મારવાના હતા જે બનાવટી હતી. જેવુ શૂટ શરૂ થયુ પુનીતે પંચ માર્યો અને અમિતાભને ઉઠાવીને ટેબલ પર ફેંક્યા. અમિતાભ ટેબલથી ટકરાઈને પડી ગયા. આ દરમિયાન અમિતાભના પેટમાં ઉંડી ઈજા થઈ અને તેમણે કહ્યુ, મને વાગી ગયુ છે. આ તરફ પુનિત ઈસ્સર એ શરમમાં જીવી રહ્યા હતા કે તેમના કારણે અમિતાભનો જીવ જોખમમાં મૂકાઈ ગયો. લોકો પુનિત ઈસ્સરને ખરાબ નજરથી જોવા લાગ્યા હતા અને પુનિતને જેમ-તેમ કહેવા લાગ્યા. આ સીન બાદ ઘણા વર્ષો સુધી પુનિત ઈસ્સરને ફિલ્મોમાં કામ ન મળ્યુ.

વૃક્ષોની કાપણી પર ટ્વીટ કરીને ઘેરાયા બિગ બી

વૃક્ષોની કાપણી પર ટ્વીટ કરીને ઘેરાયા બિગ બી

તમને જણાવી દઈએ કે હાલમાં જ અમિતાભ બચ્ચન એ વખતે વિવાદોમાં ઘેરાઈ ગયા હતા જ્યારે તેમણે મુંબઈ મેટ્રોનુ સમર્થન કરતુ એક ટ્વીટ કર્યુ. અમિતાભે લખ્યુ હતુ, આ પ્રદૂષણનુ સમાધાન છે, મારા એક દોસ્તને મેડીકલ ઈમરજન્સી હતી, તેણે કારના બદલે મેટ્રો ટ્રેનથી જવાનુ પસંદ કર્યુ. પાછા આવીને તેણે જણાવ્યુ કે મેટ્રો ઝડપી, સુવિધાજનક અને બધાથી યોગ્ય છે. બિગ બીએ આગળ લખ્યુ, પ્રદૂષણનુ સમાધાન, વધુ વૃક્ષો વાવો, મે મારા બગીચામાં લગાવ્યા છે, શું તમે લગાવ્યા છે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં મેટ્રો યાર્ડના નિર્માણ માટે 2700થી વધુ વૃક્ષ કાપવા સામે ઘણુ વિરોધ પ્રદર્શન થયુ હતુ. અમિતાભના આ ટ્વીટ હબાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેમની જોરદાર ટીકા કરી હતી.

English summary
Happy Birthday Amitabh Bachchan: How Much Property Does Big B Have.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more