For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

77 વરસના થયાં હી મૅન ધર્મેન્દ્ર, આપો શુભેચ્છાઓ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 ડિસેમ્બર : હિન્દી ફિલ્મ જગતના હૅંડસમ હી મૅન અભિનેતા ધર્મેન્દ્ર આજે 77 વરસના થઈ ગયાં. પોતાની યાદગાર ફિલ્મો વડે લોકોના દિલ ઉપર રાજ કરનાર ધર્મેન્દ્રની ફિલ્મો આજે પણ લોકો ખૂબ રોચકતા સાથે જુએ છે. એટલું જ નહીં યુવાવર્ગ પણ ધર્મેન્દ્રના ફૅન છે.

Dharmendra

વિકીપીડિયા મુજબ ધર્મેન્દ્ર સાહેબે પોતાના ફિલ્મી જીવનમાં અત્યાર સુધી 247 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પ્રથમ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે હતી, તો છેલ્લે તેઓ ટેલ મી ઓ ખુદા ફિલ્મમાં દેખાયા હતાં. ધર્મેન્દ્રજીની ખાસ વાત એ રહી કે તેમને જેટલાં લોકોએ રોમાન્ટિક ભૂમિકાઓમાં પસંદ કર્યાં, તેટલી જ તેમની એક્શન લોકોને ગમી.

બૉલીવુડના ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે લગ્ન કરી ધરમજીએ લાખો હસીનાઓના દિલ જરૂર ભાંગ્યા, પરંતુ તેમના દિલને સ્પર્શનાર સ્મિત વડે તેઓ ઘણાં દિવસો સુધી પોતાના ફૅન્સને નારાજ ન રાખી શક્યાં. એટલે જ તો તેમની ફિલ્મો બૉક્સ ઑફિસે ધમાલ મચાવતી રહી.

બંદિની, અનપઢ, આયી મિલન કી બેલા, કાજલ, ધરમવીર, રાજા રાની, શોલે, જુગનૂ, દોસ્ત, ચરસ, શરારત, ગુલામી, પત્થર ઔર ફૂલ, મેરા ગાંવ મેરા દેશ, યાદોં કી બારાત, રેશમ કી ડોરી, આયે દિન બહાર કે એવી ફિલ્મો છે કે જે જોવા આજે પણ લોકો આતુર રહે છે. એટલું જ નહીં, ધર્મેન્દ્રે પોતાના પુત્ર સન્ની દેઓલને લૉન્ચ કરવા બેતાબ અને બૉબી દેઓલને લૉન્ચ કરવા બરસાત જેવી ફિલ્મો બનાવી જે ખૂબ ચર્ચામાં રહી. ધર્મેન્દ્રે પોતાના પુત્ર સન્ની માટે બનાવેલ ફિલ્મ ઘાયલ માટે વર્ષ 1991માં બેસ્ટ પ્રોડ્યુસરનો ફિલ્મફૅર એવૉર્ડ પણ મેળવ્યો હતો જ્યારે 1997માં તેમને લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડથી નવાજાયા હતાં.

અમિતાભ બચ્ચને પોતાના નાના ભાઈ ગણનાર ધર્મેન્દ્ર સાહેબને શાયરીનો પણ શોખ છે. વર્ષ 2004માં તેઓ બીકાનેર લોકસભા મત વિસ્તારમાંથી ભાજપના સાંસદ તરીકે ચુંટાયા હતાં. ધર્મેન્દ્રજના જન્મદિવસે તેમના તમામ ફૅન્સ તરફથી વનઇન્ડિયા પરિવાર પણ તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવે છે અને તેમના સ્વસ્થ જીવનની કામના કરે છે.

આપ પણ પોતાના હીરો ધર્મેન્દ્ર સાહેબને બર્થ ડે વિશ કરી શકો છો. પોતાની શુભેચ્છાઓ નીચેના કૉમેન્ટ બૉક્સમાં નોંધો.

English summary
Todya Dharam Paa JI Birthday. Please wish him, He born 8 December 1935 in Punjab. He is an award-winning Hindi film actor who has appeared in more than 247 Hindi-language films as of 2011.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X