Birthday: 17 વર્ષથી મુંબઈના આ કરોડોના ઘરમાં રહે છે કેટરીના કૈફ, જુઓ Pics
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 17 વર્ષની સફર કરનાર કેટરીના કૈફ આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહી છે. કેટરીના કૈફની સુંદરતા તમે પડદા પર જોઈ છે પરંતુ કેટરીના એ અભિનેત્રીઓમાંની છે જે અસલ જિંદગીમાં પણ પોતાની સુંદરતા માટે જાણીતી છે. રિયલ બ્યુટી કહે છે કે કેટરીનના કૈફને. હાલમાં કોરોના અનલૉક થવાના કારણે તે પોતાનો જન્મદિવસ ખાસ દોસ્તો સાથે નહિ મનાવી શકે. આમ જોઈએ તો કેટરીના કૈફનો સંઘર્ષ ઘણો વધુ રહ્યો છે. 14 વર્ષની ઉંમરથી તેણે મૉડલિંગ શરૂ કર્યુ. સિનેમામાં તેને સાથ મળ્યો સલમાન ખાનનો. આ રીતે પોતાની મહેનત અને દમદાર હિટ ફિલ્મોના કારણે તે આજે આ મુકામ પર પહોંચી છે.

કેટરીનાના ઘરના અમુક ખાસ ફોટા
હાલમાં કેટરીનાના જન્મદિવસને ખાસ બનાવવા માટે ચાલો જોઈએ તેના ઘરના અમુક ખાસ ફોટા. જ્યાં તે રહે છે... અને અત્યારે પોતાનો જન્મદિવસ પણ તે મનાવી રહી છે.

17 વર્ષથી કેટરીના કૈફ મુંબઈમાં
કેટરીના કૈફ છેલ્લા 17 વર્ષથી મુંબઈમાં રહે છે. પરંતુ હજુ સુધી તેણે મુંબઈમાં પોતાનુ ઘર નથી ખરીદ્યુ. પરંતુ જ્યાં તે રહે છે એ જગ્યાએ કેટરીનાએ પોતાની સુંદરતાની જેમ જ સાદગીથી ભરેલુ રાખ્યુ છે.

કેટરીના કૈફે પોતાના ઘરમાં કર્યો લાકડાનો ઉપયોગ
તમે જોઈ શકો છો કે કેટરીના કૈફે પોતાના ઘરમાં લાકડાની વસ્તુઓનો વધુ ઉપયોગ કર્યો છે. વિવિધ પ્રકારના સ્કેચ ડ્રોઈંગ પણ તેના ઘરમાં દેખાઈ રહ્યા છે.

મુંબઈમાં આ જગ્યાએ રહે છે કેટરીના કૈફ
મુંબઈના અંધેરી વેસ્ટમાં મૌર્યા હાઉસ નામની બિલ્ડિંગમાં રહે છે કેટરીના કૈફ. કેટરીના સાથે તેની બહેન ઈસાબેલ પણ અહીં રહે છે.

લિવિંગ રૂમમાં ગોળાકાર સીડીઓ
તમને જણાવી દઈએ કે કેટરીના કૈફે ડુપ્લેક્સ અપાર્ટમેન્ટને ભાડા પર લીધુ છે. લિવિંગ રૂમમાં ગોળાકાર સીડીઓ છે.

કેટરીના કૈફે શેર કર્યો ફોટો
કેટરીના કૈફે લૉકડાઉનમાં પોતાના ઘરના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા જ્યાં તે ઘરનુ કામ કરતી દેખાઈ છે.

કેટરીના કૈફની છત
દરેક જણની જેમ કેટરીના કૈફ માટે પોતાનુ ઘર તેની સૌથી મનપસંદ અને સુંદર જગ્યા છે. ફિટનેસ માટે કેટરીના કૈફ પોતાના ઘરની છતનો ઉપયોગ કરે છે કે જે લૉકડાઉનમાં ચર્ચામાં આવ્યુ હતુ.
ભારે વરસાદના કારણે મુંબઈમાં રેડ એલર્ટ, મરીન લાઈનમાં બિલ્ડિંગ ધરાશાયી