Happy B'day: ક્રિકેટની હૉટ હોસ્ટ મંદિરા બેદી 49ની ઉંમરે પણ સૌથી બોલ્ડ, જુઓ Pics
અભિનેત્રી અને ટીવી પ્રેઝન્ટર મંદિરા બેદી આજે 49 વર્ષની થઈ ગઈ છે. હાલમાં જ તે દત્તક લીધેલી દીકરી માટે ચર્ચામાં આવી હતી. અમુક યુઝર્સે તેને ટ્રોલ કરી ત્યારબાદ મંદિરા બેદીએ જડબાતોડ જવાબ આપીને લોકોની બોલતી બંધ કરી દીધી. મંદિરા બેદી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે જેણે એક્ટીંગથી લઈને કમેન્ટ્રી અને હોસ્ટિંગ પણ કર્યુ છે. સીધી સાદી શાંતિની ભૂમિકા નિભાવીને ઘર ઘરમાં મંદિરા બેદી ફેમસ થઈ. ત્યારબાદ શાહરુખ ખાનને પ્રેમ કરનારી પ્રીતિ અને પછી ટીવી પર ક્રિકેટ કમેન્ટ્રી કરતી જોવા મળી. આ દરમિયાન તે ફેશન ડિઝાઈનર પણ બની અને ઘણી ચર્ચામાં રહી.

સેક્સી અને હૉટ ફોટા
મંદિરા બેદીને તેના શરૂઆતના કરિયરમાં સીધી સાદી તેમજ સભ્ય ભૂમિકા દ્વારા ઓળખવામાં આવી પરંતુ તે આજ સુધી ચર્ચામાં છે તેનુ કારણ છે તેનો બોલ્ડ અવતાર. મંદિરા સોશિયલ મીડિયા પર પોતાના સેક્સી અને હૉટ ફોટા સતત શેર કરીને ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે.

પ્રતિષ્ઠિત શો શાંતિમાં મંદિરા બેદી
જ્યારે મંદિરા બેદીએ એક્ટિંગ જગતમાં પગ મૂક્યો ત્યારે તે નૉન ગ્લેમરસ દેખાતી હતી. દૂરદર્શનના પ્રતિષ્ઠિત શો શાંતિમાં મંદિરા બેદીએ લીડ ભૂમિકા નિભાવી. સીરિયલ સાથે સાથે મંદિરા પણ હિટ થઈ ગઈ.

પહેલી જ ફિલ્મ શાહરુખ ખાન સાથે
મંદિરા બેદી વર્ષ 1994માં ટીવીમાંથી સીધા ફિલ્મોમાં ગઈ.આ ફિલ્મ બૉલિવુડની ગોલ્ડન ફિલ્મ દિલવાલે દુલ્હનિયા હતી. જેમાં તે શાહરુખ ખાનને પ્રેમ કરનારી પ્રીતિનો રોલ નિભાવતી જોવા મળી. આ રોલ નાનો જરૂર હતો પરંતુ શાનદાર રહ્યો.

છોકરીઓ ક્રિકેટની રમત નથી સમજતી
આમ તો આજે પણ આ વિચારમાં વધુ ફેરફાર નથી આવ્યો પરંતુ આજથી લગભગ 10 વર્ષ પહેલા તો આ સ્થિતિ વધુ હાસ્યાસ્પદ માનવામાં આવતી. વર્ષ 2003માં મંદિરા બેદીએ પોતાના ક્રિકેટ નૉલેજ અને રુચિથી લોકોને ચોંકાવી દીધા હતા. તેમની ઈંગ્લિશથી પણ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. ક્રિકેટના મેદાનમાં વિદેશ હોસ્ટ કોઈ મૉડલથી કમ નથી હોતી. આજે પણ પ્રેઝન્ટર એકથી એક ચડિયાતા લુકમાં જોવા મળે છે. પરંતુ ક્રિકેટના મેદાનમાં સાડી પહેરીને પણ મંદિરા બેદીએ ખાસ્સી ચર્ચા મેળવી હતી. મંદિરાએ મોટો ચાંદલો, સાડી અને ઈન્ડિયન લુકમાં જ્યારે કમેન્ટ્રી કરી ત્યારે આખુ વિશ્વ જોતુ રહી ગયુ હતુ.

ફેશન ડિઝાઈનર મંદિરા બેદી
એક્ટિંગ અને હોસ્ટિંગ બાદ મંદિરા બેદીએ ફેશન જગતમાં હાથ અજમાવ્યો. વર્ષ 2014માં મંદિરાએ લેકમે ફેશન શોમાં પોતાનુ સાડી કલેક્શન લૉન્ચ કર્યુ.

ફિટનેસ ફ્રીક છે મંદિરા બેદી
મંદિરા બેદીના સેક્સી અને હૉટ લુકનો રાઝ માત્ર અને માત્ર તેનુ ફિટનેસ રૂટીન છે. મંદિરા બેદી ક્યાંય પણ જાય તે પોતાની બેગમાં હંમેશા જૉગિંગ શુઝ લઈ જવાનુ નથી ભૂલતી. તે કલાકો વર્કઆઉટ કરે છે અને ફિટ રહે છે.

વિવાદ
મંદિરા બેદી ઘણી વાર વિવાદોમાં પણ રહી છે. 2007માં થયેલ વર્લ્ડ કપ દરમિયાન મંદિરાએ ખરાબ રીતે ટ્રોલ થવુ પડ્યુ હતુ. આ મોટા વિવાદનુ કારણ હતી તેની સાડી. ત્યારબાદ તો એફઆઈઆર પણ નોંધાઈ હતી. વાસ્તવમાં, આ દરમિયાન મંદિરાએ ભારતના તિરંગાવાળી સાડી પહેરી હતી. આ સાડી પર ભારતીય ઝંડાની પ્રિન્ટ તેના પગ પાસે આવી રહી હતી જેને જોઈને લોકો ભડકી ગયા હતા.
'શરમ નથી આવતી, મમ્મી-પપ્પા જોતા હોય આ ફોટા' - યુઝરે કૃષ્ણા શ્રોફને કરી ટ્રોલ, મળ્યો આવો જવાબ!