Birthday: આઈટમ ગર્લ નોરા ફતેહીના સૌથી સેક્સી ફોટા, ડાંસથી કરે છે ફેન્સને ઈમ્પેસ, જુઓ dance video
બેલે ડાંસર નોરા ફતેહી આજે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. નોરા ફતેહી એ જ ડાંસર છે જે રોજ પોતાના સેક્સી ડાંસ વીડિયો માટે ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. ફેન્સની આગળ તે દર વખતે નવા નવા ગીતો તો ક્યારેક વીડિયો ફોટો લઈને આવે છે અને ફેન્સના દિલ પર રાજ કરે છે. નોરા ફતેહી કેનેડા બેસ્ટ ડાંસર, મૉડલ, અભિનેત્રી અને સિંગર છે. વળી, હિંદી ઉપરાંત તે તેલુગુ, મલયાલમ અને તમિલ ભાષી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણે બૉલિવુડમાં રોરથી ડેબ્યુ કર્યુ હતુ. જો કે નોરાને લોકપ્રિયતા આઈટમ ડાંસથી મળી છે.
નોરા તેલુગુમાં પણ ઘણા આઈટમ સોંગ કરી ચૂકી છે. ટેંપર, બાહુબલી ધ બિગનિંગ, કિક 2 જેવી સાઉથની ફિલ્મોમાં નોરાએ ગજબના આઈટમ સોંગ કર્યા છે. તે પોતાના ગીતો અને ડાંસથી દેશભરમાં લોકપ્રિય બની. ત્યારબાદ સૌથી મોટા રિયાલિટી શો બિગ બૉસ 9માં નોરાને આમંત્રણ મળ્યુ જ્યાં તે છવાઈ ગઈ. તે શો જીતી તો ન શકી પરંતુ તેને ખૂબ લોકપ્રિયતા મળી. આવો નોરા ફતેહીના બર્થડે પર બતાવીએ તેના હૉટ અને બોલ્ડ ફોટો તેમજ ડાંસ વીડિયો.

બૉલિવુડમાં આ રીતે મળી ઓળખ
જ્હૉન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેમાં દિલબર દિલબર સૉંગ બાદ તો નોરાએ દરેક આઈટમ ગર્લને પાછળ છોડી દીધી. આ ગીતે ખૂબ લોકપ્રિયતા મેળવી. ત્યારબાદ તો તેની પાસે અઢળક ઑફર આવી ગઈ.

સાકી સાકી
વર્ષ 2019માં નેહા કક્કડના અવાજમાં એક વાર ફરીથી સાકી સાકી ગીત રિલીઝ થયુ. જેમાં નોરા ફતેહીએ ધૂમ મચાવી. બટલા હાઉસનુ આ આઈટમ સૉંગ ઘણુ લોકપ્રિય સાબિત થયુ હતુ. ગુરુ રંધાવાનુ નાચ મેરી રાની ગીત પણ સુપરહિટ સાબિત થયુ. જેમાં નોરા ફતેહીએ ગજબની અદાઓથી ફેન્સને એટ્રેક્ટ કર્યા.

હાય ગરમી
સ્ટ્રીટ ડાંસર 3ડીના હાય ગરમી ગીતમાં નોરા ફતેહીનો બોલ્ડ ડાંસ જોવા મળ્યો. આ ગીત પણ હિટ સાબિત થયુ. વિક્કી કૌશલ સાથે તે પછતાઓગે સૉંગમાં વર્ષ 2019માં જોવા મળી. આ ગીત પણ હિટ થયુ અને નોરા સતત સફળતાના રથ પર સવાર દેખાઈ. હાલમાં જ નોરા ફતેહીનુ છોડ દેંગે ગીત રિલીઝ થયુ છે. જેમાં તેણે ધમાકેદાર ડાંસ કર્યો અને ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે. ગીતે રિલીઝ થવાના અમુક કલાકોમાં કરોડો વ્યુઝ મેળવી લીધા.
સુપર બોલ્ડ આઉટફિટમાં મલાઈકા અરોરા અને અનન્યા પાંડે, જુઓ Pics