• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Birthday: આ છે પ્રિયંકા ચોપડા માટે અસલી સુપરસ્ટાર, જુઓ પ્રિયંકાના અનસીન Pics

|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ચોપડા જોનસ આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહી છે. પ્રિયંકા ચોપડા પહેલા ઈન્ટરનેશનલ સ્ટાર બની. હવે તે વિદેશી વહુ પણ બની ચૂકી છે. ઘણા સવાલ પણ ઉઠ્યા કે છેવટે આ દેસી ગર્લને વિદેશી દુલ્હો કેવી રીતે ગમ્યો. જો કે પ્રિયંકા અને નિક લગ્નના 6 મહિના બાદ પણ ફોટાથી પોતાના મજબૂત સંબંધની પ્રશંસા કરવામાં સફળ રહ્યા છે. પરંતુ નિક પહેલા પ્રિયંકાનો પહેલો પ્રેમ તેના પિતા અશોક ચોપડા રહ્યા છે. પ્રિયંકા ચોપડાના ફેન્સથી લઈને બોલિવુડ સુધી દરેક એ વાતથી પરિચિત છે કે પ્રિયંકાની જિંદગી તેના પિતાથી શરૂ અને તેના પિતા પર જ ખતમ થતી હતી. પ્રિયંકાએ પોતાના હાથ પર ડેડી લિટલ ગર્લ ટેટુ કરાવ્યુ હતુ. તે બાળપણથી જ સ્ટારડમના દરેક મુકામ પર પિતાનો હાથ પકડીને જ ચાલી છે.

આ પણ વાંચોઃ ઐશ્વર્યા રાય બચ્ચન બની ગઈ રોકાણકાર, આ કામ માટે રોક્યા 1 કરોડ રૂપિયાઆ પણ વાંચોઃ ઐશ્વર્યા રાય બચ્ચન બની ગઈ રોકાણકાર, આ કામ માટે રોક્યા 1 કરોડ રૂપિયા

બોલિવુડમાં ખરુ સોનુ સાબિત થઈ

બોલિવુડમાં ખરુ સોનુ સાબિત થઈ

પછી ભલે તેની તમિલ ફિલ્મ ‘તમીજાહ' હોય. જ્યાં બોલિવુડ ડેબ્યુ પહેલા પ્રિયંકાએ પડદા પર પહેલો પગ મૂક્યો. ત્યારબાદ 2003માં પ્રિયંકાએ ‘હીરો-સ્ટોરી ઑફ એ સ્પાઈ' થી હિંદી સિનેમા પર એક યોગ્ય શરૂઆત કરી. ‘એતરાઝ', ‘મુઝસે શાદી કરોગી', ‘દોસ્તાના', ‘બરસાત', ‘અંદાજ' બાદ ‘ફેશન', ‘કમીને', ‘બર્ફી' અને ‘મેરી કૉમ' સાથે પ્રિયંકાએ પોતાને બોલિવુડમાં ખરુ સોનુ સાબિત કર્યુ છે.

પિતાનું નિધન કેન્સરથી થયુ

પિતાનું નિધન કેન્સરથી થયુ

પોતાના નામ સાથે સુપરસ્ટર લગાવવામાં તેની આકરી મહેનત અને પિતાની હિંમત પણ રહી છે. 10 જૂન, 2013ના રોજ તેમના પિતાનું નિધન કેન્સરથી થઈ ગયુ. પરંતુ આજે પણ પિતાની સીખ પ્રિયંકાના જીવનમાં સફળતાની કહાની સતત લખી રહી છે. ચાલો, જાણીએ કે પિતા અને પુત્રીની આ રસપ્રદ કહાની અને અમુક ખાસ ન જોયેલા ફોટા...

પિતાએ આ રીતે આપી હિંમત

પિતાએ આ રીતે આપી હિંમત

પ્રિયંકા ચોપડાએ પોતાનો અભ્યાસ અમેરિકાની શાળામાં કર્યો. ત્યાં તેને ઘણી વાર રંગભેદની ટિપ્પણીઓ સહન કરવી પડી. પ્રિયંકાને ઘણી વાર બ્રાઉની કહીને બોલાવવામાં આવતી હતી. આ દરમિયાન પ્રિયંકાના પિતાએ તેની હિંમત જાળવી રાખી. તેને પોતાના અભ્યાસ પર ફોકસ કરવાની સલાહ આપી.

આ રીતે પિતાના કારણે મિસ વર્લ્ડ બની ગઈ પ્રિયંકા

આ રીતે પિતાના કારણે મિસ વર્લ્ડ બની ગઈ પ્રિયંકા

પ્રિયંકા ચોપડાને બાળપણથી પિતાનો સાથ દોસ્તની જેમ મળ્યો છે. તમને જણાવી દઈએ કે મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકેલી પ્રિયંકા ચોપડાએ પોતે પોતાનું ફોર્મ નહોતુ ભર્યુ. પરંતુ તેના માતાપિતા તેને આ રીતે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા હતા. તેઓ જ બ્યુટી અને આ રીતની કોમ્પીટીશન માટે પ્રિયંકાનું નામ ભરતા હતા.

પપ્પા માટે ટૉપ અભિનેત્રી

પપ્પા માટે ટૉપ અભિનેત્રી

અભિનેત્રી પ્રિયંકાને એક્ટિંગ માટે આગળ વધવાની સલાહ પણ પિતાએ આપી હતી. પ્રિયંકા તેમના માટે અભિનેત્રી બનતા પહેલા ટૉપ એક્ટ્રેસ બની ચૂકી હતી. પ્રિયંકાના દરેક નિર્ણયમાં તેના પિતા દોસ્તની જેમ તેની સાથે ઉભા રહેતા.

પ્રિયંકાના દિલમાં આજે પણ

પ્રિયંકાના દિલમાં આજે પણ

પ્રિયંકા પોતાના પિતાને દરેક પણ યાદ કરે છે. પ્રિયંકાનું માનવુ છે કે તે ક્યાંય નથી ગયા. તે હંમેશા મારી સાથે છે. મારા દિલમાં.

6 વર્ષથી હર પળ યાદ કર્યા

6 વર્ષથી હર પળ યાદ કર્યા

પ્રિયંકાએ હાલમાં જ પિતા અશોક ચોપડાના મોતના 6 વર્ષ બાદ પોતાની ભાવના વ્યક્ત કરી. બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને તેણે ડેડીને યાદ કર્યા.

આઈ મિસ યુ ડેડ

આઈ મિસ યુ ડેડ

પ્રિયંકાએ પોતાના પિતા સાથે એક ફોટો શેર કર્યો. બાળપણની યાદો તાજી કરીને પ્રિયંકાએ લખ્યુ કે 6 વર્ષ. લાગે છે કે જાણે કાલે જ અમે તમને ગુમાવ્યા હતા. આઈ મિસ યુ ડેડ. પ્રિયંકા અને તેના આ ફોટાને અત્યાર સુધીમાં લાખો વાર જોવામાં આવી ચૂક્યો છે.

પિતા સાથે અંતાક્ષરીનો માહોલ

પિતા સાથે અંતાક્ષરીનો માહોલ

આ પણ કહેવામાં આવે છે કે અશોક ચોપડા બહુ સારા સિંગર રહી ચૂક્યા છે. પિતાની આ ખૂબી પ્રિયંકામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચોપડા પરિવાર જ્યારે પણ સાથે હોય તો ઘરમાં માત્ર સોંગ જ સંભળાતા. અંતાક્ષરીવાળો માહોલ તેમના ઘરમાં રહેતો.

સાઉથની ફિલ્મોમાં પ્રિયંકા

સાઉથની ફિલ્મોમાં પ્રિયંકા

પ્રિયંકા ચોપડા સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી હતી અને ઘણી મહેનત બાદ સફળ થઈ હતી.

માતા સાથે પ્રિયંકા

માતા સાથે પ્રિયંકા

પ્રિયંકા ચોપડાના અમુક ફોટા છે જે તેના ફેન્સે ક્યારેય નથી જોયા.

બહેન પરિણીતી સાથે

બહેન પરિણીતી સાથે

પ્રિયંકા પોતાની બહેન પરિણીતી સાથે. આ ફોટો ખૂબ જૂનો છે.

English summary
Happy Birthday Priyanka Chopra look her unseen pics and unknown facts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X