હેપ્પી બર્થડે રેખાઃ 15 વર્ષની ઉંમરે Kiss, બોલ્ડ અભિનેત્રીમાંથી સુપરસ્ટાર, પતિની આત્મહત્યા
મુંબઈઃ હિંદી ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રી રેખાએ 66 વર્ષની ઉંમર અને 180 ફિલ્મો બાદ પણ સિનેમાના પડદે પોતાની મહેક જાળવી રાખી છે. રેખા માત્ર હિંદી સિનેમાની ઉમરાવ જાન જ નથી પરંતુ તે હિંદી સિનેમાન ઘણી સુંદર અભિનેત્રીઓ વચ્ચે પોતાની સદાબહાર અદાઓ માટે પહેલા સ્થાને છે. આજે રેખાનો જન્મદિવસ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રેખાને 54 વર્ષ થઈ ચૂક્યા છે. એનો અર્થ એ કે પોતાની અડધાથી વધુ જિંદગી તેમણે સેટ પર વીતાવી છે. બૉલિવુડની રિયલ બ્યુટી રેખાની સફર 15 વર્ષની ઉંમરથી શરૂ થઈ. 'અંજાના સફર' તેમની પહેલી ફિલ્મ હતી જેમાં હીરો વિશ્વજીતે રેખાને કહ્યા વિના જ કિસ કરી લીધી હતી. બાદમાં સફાઈ આપી કે નિર્દેશકના કહેવાથી તેમણે આમ કર્યુ. રેખા આ દરમિયાન અંદરથી તૂટી ગઈ હતી. પરંતુ પોતાની હિંમત ન છોડી. ચાલો તેના બોલ્ડ સુંદર ફોટા સાથે જોઈએ તેની જિંદગીની સફર.

રેખાની સફરની શરૂઆત
રેખાએ 1966માં તેલુગુ ફિલ્મ રંગુલા રત્નમથી પોતાના કરિયરની શરૂઆત કરી. મુખ્ય અભિનેત્રી તરીકે તેની પહેલી ફિે્લ્મ 1970માં રિલીઝ સાવન ભાદો હતી. પોતાના રંગ અને વધુ વજનના કારણે રેખાને ઘણી ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો. પરંતુ ફિલ્મ સાથે તેણે પોતાના પર કામ કર્યુ. પરિણામ એ આવ્યુ કે તે 1970ના અંત સુધીમાં બોલ્ડ અભિનેત્રી તરીકે સામે આવી.

બોલ્ડ અભિનેત્રી તરીકે આવી સામે
10 ઓક્ટોબર 1954માં જન્મેલી રેખાના કરિયર માટે નવો વળાંક લઈને આવી ફિલ્મ દો અનજાને. આ ફિલ્મમાં તેણે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ. અહીં રેખાએ પોતાના અભિનયની પ્રતિભા બતાવી અને છવાઈ ગઈ. જો કે ત્યારબાદ રેખાએ બેક ટુ બેક ફિલ્મો કરી. યાદગાર ભૂમિકામાં 'ઘર' ફિલ્મમાં રેપ પીડિત મહિલાની ભૂમિકા નિભાવી. જેની પ્રશંસા આજ સુધી થાય છે. તેમની અમિતાભ સાથે જોડી જામી ફિલ્મ 'મુકદ્દર કા સિકંદર'થી.

દર્દનાક રહી અંગત જિંદગી
રેખાની ફિલ્મી સફર જેટલી શાનદાર રહી એટલી જ દર્દનાક રહી અંગત જિંદગી. અમિતાભ અને રેખાના રોમાન્સની ચર્ચા એટલી રહી કે માનવામાં આવે છે કે સિલસિલા ફિલ્મ તેમની જ લવ સ્ટોરી પર બનવવામાં આવી. પરંતુ રેખાએ 1990માં મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. લગ્નના એક વર્ષ બાદ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી. રેખાને તેમની મોત માટે જવાબદાર ગણવામાં આવી.

હજુ સુધી માંગમાં સિંદુર ભરે છે રેખા
રેખાની જિંદગીમાં પછી આવ્યા વિનોદ મહેરા. લગ્ન પણ થયા પરંતુ સંબંધ તૂટી ગયો. પરંતુ ત્યારબાદ પણ રેખાનુ નામ હંમેશા અમિતાભ સાથે જોડાયુ. માનવામાં આવે છે કે રેખા અમિતાભના નામનુ સિંદૂર આજ સુધી લગાવે છે. જો કે આના પર ક્યારેય કોઈએ ચર્ચા ન કરી. આજ સુધી અમિતાભ અને રેખા સામ સામે આવ્યો ત્યારે બંનેના રોમાન્સની ચર્ચા થાય છે.
શું જસલીન મથારુ સાથે અનૂપ જલોટાએ કરી લીધા ચોથા લગ્ન? શું છે વાયરલ ફોટાનુ સત્ય