• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gay to God Mother : જુઓ ‘ચોસઠી’ શબાના આઝમીના Daring રોલ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 સપ્ટેમ્બર : આજે હિન્દી સિનેમાના બહુમુખી પ્રતિભાના માલિક અભિનેત્રી શબાના આઝમીનો જન્મ દિવસ છે. માત્ર ભારત જ નહીં, આ મહાન અભિનેત્રીનું સન્મામ સમગ્ર દુનિયા પણ કરે છે. એટલે જ તો જાણીતા શાયર કૈફી આઝમીના પુત્રી શબાનાને દેશી-વિદેશી સિનેમા માટે અભૂતપૂર્વ યોગદાન માટે ન્યુયૉર્ક શહેરના વહિવટી તંત્રે 2012માં સન્માનિત કર્યુ હતું. આ પ્રથમ પ્રસંગ હોત કે જ્યારે કોઈ ભારતીય કલાકારનું ન્યુયૉર્ક શહેર તરફથી સન્માન કરવામાં આવ્યુ હતું.

જાણીતા શાયર તથા ગીતકાર જાવેદ અખ્તરના બીજા પત્ની શબાના આઝમી અંકુર, નિશાંત, અર્થ, માસૂમ, ગૉડ મધર તથા ફાયર જેવી અનેક બહેતરીન ફિલ્મો માટે જાણીતા છે. માત્ર આર્ટ કૅનવાસ ઉપર જ શબાનાએ રાજ નથી કર્યું, પણ કૉમર્શિયલ સિનેમામાં પણ તેઓ શ્રેષ્ઠ કાર્ય કરી ચુક્યાં છે. એટલુ જ નહીં શબાના આઝમીએ એકથી ચડિયાતા એક થિયેટર શો પણ કર્યાં છે કે જે આજે પણ લોકોના દિલમાં છે. શબાના અનેક ગેરસરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે કે જે સમાજ સેવામાં સક્રિય છે.

શબાનાની ફિલ્મો તથા ઍવૉર્ડ્સ તેમની બહુમુખી પ્રતિભાના સાક્ષાત્ ઉદાહરણો છે. એટલે જ તેઓ ક્યારેક અમર અકબર એન્થૉનીના ચુલબુલા તથા શરારતી ચોરની તરીકે દેખાય છે, તો ક્યારેક 1966માં આવેલી ફિલ્મ ફાયર વડે એક બોલ્ડ અવતારમાં અવતરિત થઈ જાય છે. ફાયર ફિલ્મમાં શબાનાએ એક સમલૈંગિકનો રોલ કરી સૌને આશ્ચર્યચકિત કર્યા હતાં. કોઈને પણ આશા નહોતી કે તેઓ પડદા ઉપર સ્મૂચિંગ તથા ઇંટીમેટ સીન્સ આપી શકે છે, પણ એક બાજુ તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ફિલ્મ માટે ખૂબ શાબાશી મળી, તો બીજી બાજુ તેમને ભારતમાં આ વાત માટે ટીકાઓ ઝીલવી પડી.

ફાયર શબાના આઝમી અચાનક 1999માં બંદૂક લઈને સામે આવ્યાં. ગૉડ મધર ફિલ્મ દ્વારા શબાનાએ સાબિત કરી આપ્યું કે તેઓ અભિનયની બાબતમાં દરેકના ગૉડ મધર છે. ફિલ્મ માટે શબાનાએ નેશનલ ઍવૉર્ડજીત્યો, તો સશક્ત અભિનયના બળે તેઓ સૌના હૃદય ઉપર કાયમી રાજ કરતા થયાં.

મૅચ્યોર અને સમ્પૂર્ણ અભિનેત્રી

મૅચ્યોર અને સમ્પૂર્ણ અભિનેત્રી

શબાના આઝમી એક મૅચ્યોર તથા સમ્પૂર્ણ અભિનેત્રી કહેવાય છે. તેમના અભિનયના વિદેશોમાં પણ વખાણ થાય છે.

પાંચ વખત રાષ્ટ્રીય પુરસ્કાર

પાંચ વખત રાષ્ટ્રીય પુરસ્કાર

શબાનાને પાંચ વખત સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચુક્યું છે કે જે એક બહુ મોટો રેકૉર્ડ છે. તેને તોડવો મુશ્કેલ છે.

દરેકનું દિલ જીત્યું

દરેકનું દિલ જીત્યું

શબાનાએ પ્રથમ વાર 1975માં અંકુર, 1983માં અર્થ, 1984માં ખંડહર, 1985માં પાર તથા 1999માં ગૉડ મધર ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યું.

પદ્મ ભૂષણ પણ

પદ્મ ભૂષણ પણ

શબાનાને 2012માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં.

દર્શકોનો આભાર

દર્શકોનો આભાર

રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયા બાદ શબાનાએ ટ્વીટર પર લખ્યું - હમણા ભારતના રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ ભૂષણ મળ્યું. બહુ સારૂ લાગી રહ્યું છે. હું તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરુ છું કે જેમણે મારી આ સફરને શક્ય બનાવી.

ચોસઠે પણ સક્રિય

ચોસઠે પણ સક્રિય

શબાના આઝમી આજે 64 વર્ષના થઈ ગયા છે, પણ આજેય તેમના અભિનયમાં એવો જ જુસ્સો છે કે જે એક યુવાન અભિનેત્રીની અંદર હોય છે.

મટરૂ કી બિજલી

મટરૂ કી બિજલી

શબાના આઝમી ગત વર્ષે મટરૂ કી બિજલી કા મંડોલા અને ધ રિલક્ટંટ ફંડામેંટલિસ્ટ જેવી ફિલ્મોમાં દેખાયા હતાં.

દુનિયામાં આદરણીય

દુનિયામાં આદરણીય

માત્ર ભારત જ નહીં, આ મહાન અભિનેત્રીનું સન્મામ સમગ્ર દુનિયા પણ કરે છે.

કૈફીના દીકરી

કૈફીના દીકરી

જાણીતા શાયર કૈફી આઝમીના પુત્રી શબાનાને દેશી-વિદેશી સિનેમા માટે અભૂતપૂર્વ યોગદાન માટે ન્યુયૉર્ક શહેરના વહિવટી તંત્રે 2012માં સન્માનિત કર્યુ હતું.

જાવેદના પત્ની

જાવેદના પત્ની

શબાના આઝમી જાણીતા શાયર તથા ગીતકાર જાવેદ અખ્તરના બીજા પત્ની છે.

લંડનમાં છવાઈ અનુષ્કા

લંડનમાં છવાઈ અનુષ્કા

અનુષ્કા શર્માએ લંડન ફૅશન વીકમાં પાથર્યા હુશ્નના જલવા...

English summary
Shabana Azmi turns 63 Today. Considered as one of the finest actresses of Indian cinema, she is truly versatile in every sense of the word. She is a daring and Powerful Actress. She played a gay to god mother's role in Movies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X