• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેપ્પી બર્થડે શાહરુખ ખાનઃ જેમની મોહબ્બત દીવાના બનાવે તે કિંગખાન 54 વર્ષના થયા

|

આજે હિંદી સિનેમાના બાદશાહ એટલે કે શાહરુખ ખાન પોતાનો 54મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ઉંમરનો આંકડો ભલે કંઈ પણ કહે પરંતુ એમાં કોઈ શંકા નથી કે આજે પણ શાહરુખની આંખોમાં એ કશિશ છે જેને જોઈને કોઈ પણ દીવાના બની જાય. શાહરુખ ખાનની ઈમેજ લોકોને મનમાં એક એવા વ્યક્તિની છે કે જે 'પરદેસ'માં પણ 'મોહબ્બત' ફેલાવે છે અને જેની ચાહતમાં દિલ પાગલ બની જાય છે અને ક્યારેક તો એવી સ્થિતિ બને છે જ્યારે તેના પ્રેમથી લોકોને 'ડર' લાગવા લાગે છે અને 'અંજામ'માં વ્યક્તિ 'બાઝીગર' બની જાય છે.

જેની સાથે ‘ચલતે ચલતે' પણ ‘મોહબ્બત' થઈ જાય

જેની સાથે ‘ચલતે ચલતે' પણ ‘મોહબ્બત' થઈ જાય

જે ક્યુટ શાહરુખને આપણે પ્રેમ કરીએ છીએ તેની સાથે તો ‘ચલતે ચલતે' પણ ‘મોહબ્બત' થઈ જાય છે. સરહદ પાર પણ તે પોતાના પ્રેમને અંજામ આપવા માટે ‘વીર' રૂપે જેલના સળિયા પાછળ જતા રહે છે અને બહુ સુંદર રીતે ‘દિલવાલો કી દુલ્હનિયા' લઈ આવે છે. શાહરુખ દિલોનો ‘બાદશાહ' છે તો ક્યારેક પ્રેમમાં નિષ્ફળતા તેને ‘દેવદાસ' પણ બનાવી દે છે તો ક્યારેક યુવા દિલોને જઈને પૂછે છે ‘કુછ કુછ હોતા હે.'

ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરાતા ભારતીય એક્ટર છે કિંગ ખાન

ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરાતા ભારતીય એક્ટર છે કિંગ ખાન

બોલિવુડના બાદશાહ શાહરુખ ભલે અત્યારે ફિલ્મોથી દૂર છે પરંતુ ટ્વિટર પર તેમની બાદશાહી હજુ યથાવત છે. તમને જાણીને ખુશી થશે કે હાલમાં જ શાહરુખ ખાનના ટ્વિટર પર 39 મિલિયન ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે અને આ સાથે જ શાહરુખ ખાન ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરાતા ઈન્ડિયન એક્ટર બની ગયા છે જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેમના 18.5 મિલિયન ફોલોઅર્સ છે.

આ પણ વાંચોઃ જ્યારે ટ્રોલર્સે ગર્ભવતી કલ્કિને પૂછ્યુ, ‘પતિ ક્યાં છે?' તો અભિનેત્રીએ આપ્યો જવાબ

શાહરુખ બની ગયા જેન્ટલમેન

શાહરુખ બની ગયા જેન્ટલમેન

ટીવીની દુનિયામાંથી પોતાના કરિયરની શરૂઆત કરનાર કિંગ ખાનની પહેલી ફિલ્મ 1992માં આવેલી ફિલ્મ ‘દીવાના' હતી જેને જોયા બાદ જ લોકોએ કહી દીધુ હતુ કે આ વ્યક્તિ તો લાંબી રેસનો ઘોડો છે. ફિલ્મ ‘બાઝીગર' અને ‘ડર'થી તેમણે ફિલ્મી હીરોની છબી જ બદલી દીધી જેના કારણે તેમની કિસ્મતનો સિતારો આકાશને આંબવા લાગ્યો જે દરેકની નસીબમાં નથી હોતો. પોતાના કરિયરમાં શાહરુખ અત્યાર સુધી 14 ફિલ્મફેર અવૉર્ડ જીતી ચૂક્યા છે તેમને પદ્મશ્રીથી પણ સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

બાદશાહ ખાન

બાદશાહ ખાન

1995માં આવેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'થી તેમણે સફળતાનો એ ઈતિહાસ લખ્યો જેને લખવો દરેકની તાકાત નથી હોતી. ‘દિલ તો પાગલ હે', પરદેસ, મોહબ્બતે, કુછ કુછ હોતા હે, કભી ખુશી કભી ગમ, દિલ સે, દેવદાસ, વીરઝારા, કલ હો ના હો, આ એ ફિલ્મો છે જેને બોલિવુડના એક સિંપલ ખાનને બાદશાહ ખાન બનાવી દીધા.

જન્મદિવસની હાર્દિક શુભકામના

જન્મદિવસની હાર્દિક શુભકામના

સિને જગતના શાહરુખ ખાન કદાચ એકલા એવા અભિનેતા છે જેમના ફેન યુવકો કરતા યુવતીઓ વધુ છે અને એટલા માટે જ લોકો આજે પણ એ જ કહે છે કે હાર કે જીતનેવાલે કો શાહરુખ ખાન કહેતે હે. પ્રેમ, રોમાન્સ અને ઈશ્કના આ ‘રઈસ'ને વનઈન્ડિયા તરફથી ‘દિલ સે' સલામ અને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

English summary
Bollywood's Badshah turns 54. Shahrukh Khan is one of those actors who has given us films to cherish, reasons to fall in love.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X