Happy Birthday: વિદ્યા બાલનની 10 શ્રેષ્ઠ ફિલ્મો, અવૉર્ડઝનુ છે લાંબુ લિસ્ટ
વિદ્યા બાલન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એ સફળ અભિનેત્રી છે જેણે એ બધી ભ્રમણાઓને તોડી દીધી કે અભિનેત્રી એ જ બની શકે છે જે પરિણીત ન હોય, જે ઝીરો ફીગર હોય, જે દેખાવમાં એટ્રેક્ટીવ હોય, અદાઓ બતાવે કે પછી સ્ટાઈલ મારે. તેણે પોતાની એક્ટિંગ અને દમદાર અભિનયથી સૌને વિશ્વાસ અપાવી દીધો છે કે હીરોઈન હોવા માટે અભિનય અને કલાની જરૂર હોય છે જે તેની પાસે છે.
વિદ્યા બાલનની પરિણીતા હોય કે શકુંતલા દેવી, તેણે પડદા પર એ બધી ભૂમિકા નિભાવી છે જે એક મહિલા, સમાજ અને ઘણી કડવી સચ્ચાઈ રજૂ કરે છે. તેણે કૉમર્શિયલી પણ સફળતા મેળવી છે અને પોતાના અભિનયના ઝંડા લહેરાવી ચૂકી છે. નવા વર્ષે પોતાનો જન્મદિવસ મનાવનાર વિદ્યા બાલન એ અભિનેત્રી છે જેના અભિનય અને ફિલ્મોની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. આવો વિદ્યા બાલનના જન્મદિવસ પર જાણીએ છે તેની દસ દમદાર ફિલ્મો વિશે.

પરિણિતા
વર્ષ 2005માં વિદ્યા બાલને પરિણિતા ફિલ્મથી ડેબ્યુ કર્યુ. પરંતુ તે એક બંગાળી ફિલ્મ Bhalo Thekoમાં પહેલા જોવા મળી ચૂકી હતી. મ્યૂઝિકલ રોમેન્ટીક ડ્રામા ફિલ્મ પરિણિકતામાં સૈફ અલી ખાન જોવા મળ્યા. આ ફિલ્મથી પ્રદીપ સરકારે પણ ડાયરેક્શનમાં ડેબ્યુ કર્યુ. તેને આ ફિલ્મ માટે નેશનલ અવૉર્ડ પણ મળ્યો. આ ફિલ્મની ઘણી ઈન્ટરનેશનલ ફેસ્ટીવલમાં સ્ક્રીનિંગ પણ થઈ. વળી, વિદ્યાએ સ્ટાર ડેબ્યુ ઑફ ધ યરનો અવૉર્ડ પણ પોતાના નામે કર્યો.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

લગે રહો મુન્નાભાઈ
વર્ષ 2006માં સંજય દત્ત સાથે લગે રહો મુન્નાભાઈમાં વિદ્યા બાલને એક આરજેની ભૂમિકા નિભાવી. આ પહેલીહિંદી ફિલ્મ હતી કે જે યુનાઈટેડ નેશનમાં પણ દેખાઈ. આ ઉપરાંત કાંસ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મને દર્શાવવામાં આવી.

ભૂલ ભૂલૈયા
2007માં આવેલી ભૂલ ભૂલૈયા ફિલ્મમાં વિદ્યા બાલને મંજુલિકાના રોલથી ખૂબ પ્રશંસા મેળવી. બધાએ તેની એક્ટિંગની જોરદાર પ્રશંસા કરી હતી. આજ સુધીના આ પર્ફોર્મન્સને આઈકોનિક કહેવામાં આવે છે.

પા
અમિતાભ બચ્ચન સાથે વિદ્યા બાલનની આ પહેલી ફિલ્મ રહી. આ ફિલ્મને સમીક્ષકોએ ખૂબ જ વખાણી. આ ફિલ્મ પ્રોજેરિયા નામક બિમારી વિશે બનાવવામાં આવી હતી. ફિલ્મનો વિષય અને કલાકારોની દમદાર એક્ટિંગના કારણે ઢગલો અવૉર્ડ મળ્યા. અમિતાભ બચ્ચનને પા માટે ત્રીજો ફિલ્મફેર મળ્યો. વળી, વિદ્યા બાલનને પહેલો ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો.

ઈશ્કિયા
બોલ્ડ ભૂમિકાને પણ કેવી સુંદર રીતે નિભાવી શકાય છે એ માત્ર વિદ્યા બાલન જ કરી શકેછે. આ ફિલ્મમાં વિદ્યાએ પહેલી વાર બોલ્ડ પોતાની બોલ્ડ ભૂમિકાથી સૌને ચોંકાવી દીધા. 2010માં આવેલી આ ફિલ્મે સફળતા મેળવી અને સાથે સાથે વિદ્યાને આના માટે ફિલ્મફેરનો ક્રિટિક્સ અવૉર્ડ પણ મળ્યો.

નો વન કિલ્ડ જેસિકા
મર્ડર મિસ્ટ્રીપર બનેલી આ ફિલ્મ કહાની અને વિદ્યાની એક્ટિંગની દ્રષ્ટિએ શાનદાર રહી. વિદ્યાએ જબરદસ્ત કામ કર્યુ. વળી, ફિલ્મમાં રાની મુખર્જી પણ જોવા મળી. તેની પણ ખૂબ પ્રશંસા થઈ.

ધ ડર્ટી પિક્ચર
આ એ ફિલ્મ હતી જે બાદ વિદ્યા બાલન સીધી ટૉપ એક્ટ્રેસમાં શામેલ થઈ ગઈ. ફિલ્મમાં તેણે સિલ્ક સ્મિતાની કહાનીને વર્ણવી. જેને નિભાવવા માટે જે હિંમત જોઈએ તે માત્ર વિદ્યા જ બતાવી શકે છે. આ ફિલ્મ માટે વિદ્યાને નેશનલ અવૉર્ડથી લઈને ફિલ્મફેર અવૉર્ડ સુધીની લાઈન લાગી ગઈ હતી.

કહાની
આ ફિલ્મમાં વિદ્યા બાલન પ્રેગ્નેન્ટ જોવા મળી. ફિલ્મનો સૌથી રોચક ભાગ એ છે કે ફિલ્મમાં હીરો માત્ર અને માત્ર વિદ્યા બાલન જ હતી. કહાની બૉક્સ ઑફિસ પર પણ હિટ થઈ અને સમીક્ષકોએ પણ ખૂબ પ્રશંસા કરી હતી. આ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ વિદ્યા બાલને પોતાના નામે કર્યો હતો.

તુમ્હારી સુલુ
આ ફિલ્મ બેશક બૉક્સ ઑફિસ પર કમાલ ન બતાવી શકી પરંતુ મહિલાઓના વિષય સાથે જોડાયેલી આ ફિલ્મ સમીક્ષકોની નજરમાં શાનદાર રહી હતી.

બેગમ જાન
બેગમ જાન ફિલ્મમાં વિદ્યા બાલને એક કોઠાવાળીની ભૂમિકા નિભાવી હતી. તેની દમદાર પર્સનાલિટી આ ફિલ્મમાં જોવા મળી હતી. આ ઉપરાંત વિદ્યા બાલને મિશન મંગલ અને શકુંતલા દેવીમાં શાનદાર કામ કર્યુ. આ ફિલ્મો કૉમર્શિયલી પણ સફળ સાબિત થઈ.
અનન્યા પાંડેએ બિકિની પહેરીને બતાવ્યો ચુલબુલો અંદાજ, સામે આવ્યા સુંદર ફોટા