બૉલીવુડ પર છવાયાં દુંદાળા દેવ
મુંબઈ, 19 સપ્ટેમ્બર : ગણેશ ચતુર્થી આવતાં જ જાણે સમગ્ર બૉલીવુડમાં એક નવો જોશ ઉમેરાઈ જાય છે. સામાન્ય-અસામાન્ય બધા જ દુંદાળા દેવની પૂજા કરે છે અને તેમની ભક્તિમાં ઝૂમી ઉઠે છે.
બૉલીવુડના દબંગ સલમાન ખાન ભલે પડદા ઉપર મારધાડ કરતાં હોય, પણ રીયલ લાઇફમાં ગણપતિ બાપ્પાના બહુ મોટા ભક્ત છે. આજના દિવસે તેમના ઘરે પણ અષ્ટવિનાયકજી પધાર્યાં છે. આ ઉપરાંત સમગ્ર બૉલીવુડે ટ્વિટર પર પોતાના પ્રશંસકોને ગણેશોત્સવની શુભેચ્છાઓ લખી પાઠવી છે.
આવો, આપને જણાવીએ કે કોણે શું લખ્યું છે.
સદીના મહાનાયકે લખ્યું છે કે આપ સૌને ગણેશ ચતુર્થીની ઘણી-ઘણી શુભેચ્છાઓ. આપ સૌની તમામ મનોકામનાઓ ભગવાન ગણેશજી પૂર્ણ કરે. ‘વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભાઃ, નિર્વિઘ્નમ્ કુરુમદેવ, સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ બાપ્પા મોરયા.'
સલમાન ખાનઃ
ગણપતિ બાપ્પા મોરયા... મંગલ મૂર્તિ મોરયા...
સંજય દત્તઃ
આપ સૌને ગણેશ જન્મોત્સવની શુભેચ્છાઓ.
મિથુન ચક્રવર્તીઃ
દેવા હો દેવા... સ્વામી તુમસે બઢ કર કૌન.
બિપાશા બાસુઃ
હેપ્પી ગણેશ ચતુર્થી ટુ ઑલ.
મધુર ભંડારકર
ગણપતિ બાપ્પા મોરયા
કરીના કપૂરઃ
ગણપતિ બાપ્પા મોરયા
પ્રિયંકા ચોપરાઃ
હેપ્પી ગણેશ ચતુર્થી ટુ ઑલ.
આ ઉપરાંત રણબીર કપૂર, અભિષેક બચ્ચન, કરિશ્મા કપૂર અને રવીના ટંડન જેવા કલાકારોએ પણ ગણેશ ચતુર્થી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.