Pics : દીપિકાની પાર્ટીમાં ઉમટ્યું બૉલીવુડ, રણબીર ગાયબ, પણ કેમ?

મુંબઈ, 23 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે માટે વર્ષ 2013 સફળતાઓથી ભરેલુ રહ્યું. ચાર-ચાર હિટ ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણેએ પોતાની આ સફળતાની ઉજવણી કરવા માટે ગઈકાલે એક પાર્ટી આપી કે જેમાં બૉલીવુડમાંથી અનેક હસ્તીઓ ઉમટી પડી. મુંબઈમાં વર્લી ખાતેની એક હોટેલમાં યોજાયેલ આ બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં દીપિકાએ ગોલ્ડન ડ્રેસ પહેરી પ્રવેશ કર્યો. તેમણે હીલ્સ પહેરેલી હતી, પરંતુ સફળતાની ઉજવણીમાં મસ્ત દીપિકાએ આ હીલ્સ ઉતારી દીધાં અને ખુલ્લા પગે આખી પાર્ટીમાં ફરતા રહ્યાં.

નોંધનીય છે કે દીપિકા પાદુકોણેએ આ વર્ષે રેસ 2 જેવી સફળ ફિલ્મથી શરુઆત કરી હતી અને તે પછી યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી ઉપરાછાપરી ત્રણ ફિલ્મો સુપર હિટ રહી. દીપિકાની ચારે ફિલ્મો સો કરોડ ક્લબમાં જોડાઈ. તેથી દીપિકાએ આ પાર્ટી આપી હતી. આ પાર્ટીની સૌથી મહત્વની બાબત એ હતી કે તેમાં રણબીર કપૂર નહોતા પહોંચ્યાં. રણબીરને આમંત્રણ તો હતું, પરંતુ આમ છતાં તેઓ હાજર ન રહ્યાં. રણબીર કપૂર યે જવાની હૈ દીવાની ફિલ્મમાં દીપિકાના હીરો હતાં. ચર્ચા છે કે રણબીર એટલા માટે હાજર ન રહ્યાં, કારણ કે દીપિકાએ કૅટરીના કૈફને આમંત્રણ નહોતુ આપ્યું. હવે એ તો સૌ જાણે જ છે કે દીપિકા-કૅટ વચ્ચે કોલ્ડ-વૉર ચાલે છે.

દીપિકાની આ પાર્ટીમાં સૌપ્રથમ આવનારાઓમાં તેમના સારા મિત્ર રણવીર સિંહ હતાં. રામલીલા ફિલ્મમાં દીપિકાના હીરો રણવીર પાર્ટીમાં પૂરા મૂડમાં હતાં અને તેમણે બહુ મસ્તી કરી. રણવીરે જણાવ્યું કે બ્લૅક ગોલ્ડ ડ્રેસ કોડ હતું. તેથી આ પાર્ટી માટે ખાસ જૅકેટ તૈયાર કરાવ્યું. દીપિકાની પાર્ટીમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ ન પહોંચી શક્યાં. કહે છે કે ઐશના કોઈ નિકટની વ્યક્તિનું મોત થઈ જતાં આ જોડી હાજર ન રહી શકી. ઉપરાંત આ પાર્ટીમાં દીપિકાની તાજેતરની ત્રણે ફિલ્મોના દિગ્દર્શકો અયાન મુખર્જી (યે જવાની હૈ દીવાની), રોહિત શેટ્ટી (ચેન્નઈ એક્સપ્રેસ) તેમજ સંજય લીલા ભાનુશાળી (રામલીલા) પણ એક-બીજા સાથે મળતા દેખાયાં, તો શાહિદ કપૂર એટલા બધા ઉત્સાહિત હતાં કે તેમણે રણવીરને એકાધ ડાન્સ સ્ટેપ પણ શીખવાડ્યાં.

ચાલો જોઇએ તસવીરોમાં દીપિકાની બ્લૅક એન્ડ પાર્ટી :

અભય-પ્રીતિ

અભય-પ્રીતિ

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં અભય દેઓલ અને તેમના ગર્લફ્રેન્ડ પ્રીતિ દેસાઈ.

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં આદિત્ય રૉય કપૂર.

અમીષા પટેલ

અમીષા પટેલ

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં અમીષા પટેલ.

અમૃતા અરોરા

અમૃતા અરોરા

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં અમૃતા અરોરા.

અર્જુન-મેહર

અર્જુન-મેહર

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં અર્જુન રામપાલ અને તેમના પત્ની મેહર રામપાલ.

અવંતિકા-ઇમરાન

અવંતિકા-ઇમરાન

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં અવંતિકા ખાન અને તેમના પતિ ઇમરાન ખાન.

અયાન-આલિયા

અયાન-આલિયા

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં અયાન મુખર્જી અને આલિયા ભટ્ટ.

બિપાશા

બિપાશા

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં બિપાશા બાસુ.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

વર્ષ 2013માં ચાર-ચાર હિટ ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણે યોજેલી બ્લૅક એન્ડ ગોલ્ડ પાર્ટીમાં દીપિકા પાદુકોણે.

ગૌરી-શાહરુખ

ગૌરી-શાહરુખ

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં ગૌરી ખાન તથા તેમના પતિ શાહરુખ ખાન.

જેનેલિયા-રીતેશ

જેનેલિયા-રીતેશ

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં જેનેલિયા ડિસૂઝા અને તેમના પતિ રીતેશ દેશમુખ.

કરણ

કરણ

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં કરણ જૌહર.

કિરણ-આમિર

કિરણ-આમિર

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં કિરણ રાવ અને તેમના પતિ આમિર ખાન.

મહેશ-લારા

મહેશ-લારા

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં મહેશ ભૂપતિ અને તેમના પત્ની લારા દત્તા.

મલાઇકા

મલાઇકા

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં મલાઇકા અરોરા ખાન.

નિકિતિન

નિકિતિન

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં નિકિતિન ધીર.

પંકજ-સુપ્રિયા

પંકજ-સુપ્રિયા

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં પંકજ કપૂર અને તેમના પત્ની સુપ્રિયા પાઠક.

રણદીપ

રણદીપ

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં રણદીપ હુડા.

રણવીર-અર્જુન

રણવીર-અર્જુન

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં રણવીર સિંહ અને અર્જુન કપૂર.

રીચા

રીચા

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં રીચા ચડ્ઢા.

શાહિદ

શાહિદ

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં શાહિદ કપૂર.

શિલ્પા-રાજ

શિલ્પા-રાજ

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં શિલ્પા શેટ્ટી તથા રાજ કુન્દ્રા.

સોનૂ-સોનાલી

સોનૂ-સોનાલી

દીપિકાની બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં સોનૂ સૂદ તથા તેમના પત્ની સોનાલી સૂદ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X