• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી

|
Google Oneindia Gujarati News

પીએમ મોદીની બાયોપિક હાલમાં ઘણી ચર્ચામાં છે અને વિવેક ઑબેરોય આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ છે કે જે ઘણુ વધુ ધમાકેદાર લાગી રહ્યુ છે. હવે આ ફિલ્મના પોસ્ટરમાં કંઈક એવુ બની ગયુ છે કે જે ઘણુ વધુ ચર્ચામાં છે અને વિવાદોમાં ઘેરાતુ જોવા મળી રહ્યુ છે. વાસ્તવમાં આ ફિલ્મના પોસ્ટરમાં ગીતકાર જાવેદ અખ્તરનું નામ લખવામાં આવ્યુ જ્યારે તેમણે એક ગીત આ ફિલ્મ માટે લખ્યુ નથી. પોતાનું નામ આ પોસ્ટરમાં જોઈને જાવેદ અખ્તર ચોંકી ગયા અને તેમણે ટ્વીટ કરી દીધુ. તેમણે લખ્યુ, 'મને ફિલ્મનું પોસ્ટર જોઈને શૉક લાગ્યો છે... મે આનુ એક પણ ગીત લખ્યુ નથી.'

ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ફસાઈ

ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ફસાઈ

હવે જોવાની વાત એ છે કે જ્યારે જાવેદ અખ્તરે આ ફિલ્મમાં કોઈ પણ ગીત નથી લખ્યુ તો તેમનુ નામ આના પર આવ્યુ કેવી રીતે. આ રીતે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે અને જાવેદ અખ્તર આ બધુ જોઈને ઘણા નારાજ થયા છે. હજુ સુધી તેમના ટ્વીટ અંગે કોઈ પણ પ્રકારનો જવાબ ફિલ્મમેકર્સ તરફથી આવ્યો નથી. આ ફિલ્મ ઓમંગ કુમારે નિર્દેશિત કરી છે.

દમદાર ટ્રેલર

દમદાર ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ છે કે જે ઘણુ વધુ દમદાર લાગી રહ્યુ છે.

વિવેક ઓબરૉયની ફિલ્મ

વિવેક ઓબરૉયની ફિલ્મ

મોદીના રોલમાં વિવેક ઓબરૉય ઘણા શાનદાર લાગી રહ્યા છે અને ફિલ્મને સુંદર રીતે ફિલ્માવામાં આવી છે.

ઓમંગ કુમારની ફિલ્મ

ઓમંગ કુમારની ફિલ્મ

ફિલ્મને મેરી કોમ ફેમ ઓમંગ કુમાર નિર્દેશિત કરી રહ્યા છે અને ફિલ્મમાંથી ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

મનોજ જોશી

મનોજ જોશી

અભિનેતા મનોજ જોશી આ ફિલ્મમાં અમિત શાહની ભૂમિકામાં જોવા મળશે.

વિવાદોમાં ફિલ્મ

વિવાદોમાં ફિલ્મ

જાવેદ અખ્તરનું નામ સામે આવ્યા બાદ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ છે.

આ પણ વાંચોઃ 'મે માયાવતીને 5 વાર કૉલ કર્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ': ભીમ આર્મી ચીફઆ પણ વાંચોઃ 'મે માયાવતીને 5 વાર કૉલ કર્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ': ભીમ આર્મી ચીફ

English summary
Lyricist Javed akhtar tweet on to PM Modi biopic poster after seeing his name on it. Actually Javed akhtar is not part of the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X