• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હિરો ફિલ્મનો રિવ્યૂ : હવે તો સલમાન પણ કંઇ ના કરી શકે!

|

સલમાન ખાનની પ્રોડોક્શન ફિલ્મ હિરો ફાઇનલી આજે રિલિઝ થઇ ગઇ. આ ફિલ્મની ફિલ્મ ક્રિટિકથી લઇને દર્શકો ભારે આતુરતાથી રાહ જોતા હતા. વળી આ ફિલ્મને લઇને વધુ પડતી તાલાવેલી એટલા માટે પણ હતી કે ખુદ સલમાન ખાન કહ્યું હતું કે સૂરજ એક દિવસ બીજો સલમાન ખાન બનશે. હવે આટલો મોટો સ્ટાર કોઇ નવા અભિનેતા માટે આવું કહી દે એટલે આપણી આશા તો વધવાની જ.

ત્યારે આ ફિલ્મને અમે ત્રણ સ્ટાર આપ્યા છે. સાથે જ આ ફિલ્મ સ્ટોરી અને સૂરજ પંચોલી અને આથિયા શેટ્ટીની એક ડેબ્યૂટન્ટ તરીકે કેવું કામ આ ફિલ્મમાં કર્યું છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જાણો કેમ અમે આ ફિલ્મને ખાલી ત્રણ સ્ટાર જ આપ્યા. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

સ્ટોરી

સ્ટોરી

આ ફિલ્મ સ્ટોરી વર્ષ 1938માં બનેલી સુભાષ ધાઇની ફિલ્મ હિરોની એકદમ મળતી આવે છે. રાધા (આથિયા શેટ્ટી) IGની પુત્રી હોય છે. પાશા (આદિત્ય પંચોલી) એક ક્રિમિનલ હોય છે જેનો કેસ રાધાના પિતાના હાથમાં હોય છે. પાશા, સૂરજ (સૂરજ પંચોલી)ની રાધાનું અપહરણ કરવા કહે છે. સૂરજ પોલિસ વાળો બનીને રાધાનું અપહરણ કરે છે. પણ સાથે જ રાધાના પ્રેમમાં પણ પડી જાય છે

રાધા અને સૂરજનો પ્રેમ

રાધા અને સૂરજનો પ્રેમ

રાધાને જ્યારે ખબર પડે છે કે સૂરજ પોલિસ વાળો નથી અને તેણે તેનું અપહરણ કર્યું છે. ત્યારે તે સૂરજને સરેન્ડર કરવાનું કહે છે. જેલમાં સૂરજ પાશાનું નામ નથી લેતો અને બધા આરોપ પોતાના પર લઇ લે છે.

પ્રેમના દુશ્મન

પ્રેમના દુશ્મન

પણ પાશાને લાગે છે કે સૂરજ તેની સાથે દગો કર્યો. તો બીજી તરફ આઇજી પણ તેની દિકરી અને સૂરજના પ્રેમની વિરુદ્ધમાં હોય છે. ત્યારે કેવી રીતે બે પ્રેમિઓ મળે છે તે પર આ સ્ટોરી આધારિત છે.

નિર્દેશન

નિર્દેશન

આ ફિલ્મ નિખલ અડવાણીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મના કેટલાક સીનને ખૂબ જ સુંદર રીતે નિર્દેશિત કરવામાં આવ્યા છે. પણ સ્ટોરીની માવજત તેટલી સુંદર રીતે નથી કરવામાં આવી

સૂરજનો અભિનય

સૂરજનો અભિનય

સૂરજ પંચોલી એક હેન્ડસમ છોકરો છે. સ્ક્રીન પર સરસ લાગે છે. પણ સૂરજ એક્ટિંગમાં થોડી માર ખાઇ ગયો છે. તેણે એક્ટિંગમાં એટલું સરસ પર્ફોર્મન્સ નથી આપ્યું. પણ હા થોડી મહેનત તેની વધુ સારો હિરો બનાવી શકે છે.

આથિયા

આથિયા

આથિયા પણ આ ફિલ્મમાં સુંદર અને માસૂમ લાગે છે. તેણે પોતાની એક્ટિંગ પર કરેલી મહેનત સ્ક્રીન પર દેખાય છે. જે જોતા આથિયા ભવિષ્ય હાલ તો ઉજ્જવળ લાગી રહ્યું છે.

અન્ય કલાકારો

અન્ય કલાકારો

આદિત્ય પંચોલી અને તિગ્માંશુ ધુલિયા બન્ને પોતાના પાત્રને ન્યાય આપ્યો છે અને સારી એક્ટિંગ કરી છે. આથિયાના ભાઇ તરીકે શરદ કેલકરનો અભિયન પણ સારો છે.

ટેક્નિકલ પોઇન્ટ

ટેક્નિકલ પોઇન્ટ

આ ફિલ્મમાં સુંદર સિનેમોગ્રાફી બતાવી છે. ડાયરેક્શન અને એડિટીંગમાં થોડા લોચા છે. સૂરજે પ્રેમી અને ગુંડા બન્નેના રોલ એક જ જોવો અભિનય કર્યો છે.

સંગીત

સંગીત

આ ફિલ્મના ગીતો લોકોને મન પર એવી ઊંડી છાપ પાડવામાં અસફળ રહ્યા છે. સલમાન ખાનનું ગીત મેં હૂં હિરો સિવાય બધા ગીતો ઓકે ઓકે છે.

ફિલ્મ જોવી કે નહીં

ફિલ્મ જોવી કે નહીં

હિરો ફિલ્મ મસ્ટવોચ ફિલ્મ નથી પણ હા એક વાર તો જોવા જઇ જ શકાય. તમે આ વિકેન્ડ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા હોવ તો હિરો જોઇ શકાય. અમે આ ફિલ્મને ત્રણ સ્ટાર આપ્યા છે.

English summary
Hero movie, Salman Khan's next big production under his banner Salman Khan Films is releasing worldwide on 11th. Thanks to the makers the press got a little sneak-peek into the movie a few hours before through the premiere show and here is an exclusive review of the movie here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more