Preview With Pics : ટ્વિસ્ટ્સ અને ટર્ન્સથી ભરપૂર હાઈવે!
મુંબઈ, 20 ફેબ્રુઆરી : રૉકસ્ટાર ફિલ્મ સાથે દર્શકોના દિલોને સ્પર્શી લેનાર દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ હાઈવેની ઇંતેજારીમાં ફરી એક વાર લોકો આતુર થઈ રહ્યાં છે. સામાન્યતઃ ફિલ્મોનેસ્ટાર પાવરના કારણે વેચાતી જોવામાં આવે છે, પણ ઇમ્તિયાઝની ફિલ્મો સાથે આવું નથી. અહીં લોકોને વિશ્વાસ છે કે ઇમ્તિયાઝ અલીએ જો ફિલ્મ બનાવી છે, તો ક્યાંકને ક્યાંક ફિલ્મ દર્શકોના દિલોને સ્પર્શશે. તેમના અહેસાસોને બહાર લાવશે તેમજ હૉલીમાંથી બહાર નિકળતી વખતે તેઓ એક ફિલ્મની વાર્તા જ નહીં, પણ એક બહતેરીન અનુભવ લઈને બહાર આવશે.
આલિયા ભટ્ટ અને રણદીપ હુડાની ફિલ્મ હાઈવે પાસે દર્શકોને ઘણીખરી એવી જ આશાઓ છે. આ ફિલ્મ કોઇક સ્ટારની નહીં, પણ આ ફિલ્મ એક સફર છે. આ સફર કરતાં પડદા ઉપર દેખાશે કલાકારો. એટલું જ નહીં, દર્શકો પણ આ સફરમાં પોતાનો ભાગ અનુભવશે. આલિયા ભટ્ટની આ બીજી બૉલીવુડ ફિલ્મ છે. તેમણે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ સફર શરૂ કરી હતી અને હવે તેઓ ચાલી નિકળ્યાં છે હાઈવેની સફરે.
ચાલો જાણીએ હાઈવેની વાર્તા અને જોઇએ ફિલ્મ તેમજ સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો :

લીક સે હટકે વાર્તા
હાઈવે ફિલ્મની વાર્તા લીક સે હટકે અને એક સફર પર આધારિત છે. આ સફરમાં મહાબીર ભાટી (રણદીપ હુડા) અને વીરા ત્રિપાઠી (આલિયા ભટ્ટ)નો સાવેશ થાય છે.

વીરાનું ભૂલમાં અપહરણ
મહાબીર હાઈવે ઉપરથી ભૂલમાં વીરાનું અપહરણ કરી લે છે. તેને ખબર નથી હોતી કે વીરા દિલ્હીના એક બહુ મોટી અને જાણીતી હસ્તી મિસ્ટર ત્રિપાઠીની દીકરી છે.

વીરાને વેચવાનો નિર્ણય
મહાબીરને સૌ સમજાવે છે કે તે વીરાને છોડી દે, નહિંતર વીરાના પિતા તેને જાનથી મારી નાંખશે, પણ મહાબીર અમીરો સાથે પોતાની કેટલીક અંગત દુશ્મનાવટના પગલે બદલો લેવાનું વિચારે છે અને નક્કી કરે છે કે તે વીરાને ક્યાંક વેચી નાંખશે.

અને થઈ જાય છે પ્રેમ
પરંતુ હાઈવેની આ સફર દરમિયાન વીરા-મહાબીર એક-બીજા વિશે એટલું જાણી જાય છે અને એક-બીજાની એટલી નજીક આવી જાય છે કે તેમને એક-બીજા સાથે પ્રેમ થઈ જાય છે.

ટ્વિસ્ટ્સ-ટર્ન્સથી ભરપૂર ફિલ્મ
રખે ચૂકતાં! હાઈવેની વાર્તા આટલી બધી સિમ્પલ નથી. ફિલ્મની વાર્તામાં ઘણા બધા ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ આવે છે કે જે છેલ્લે સુધી જકડી રાખશે.

ગીતો કરાવશે નવો અહેસાસ
હાઈવેની વાર્તા ઉપરાંત ગીતો પણ દર્શકોને એક નવો જ અહેસાસ કરાવશે. આલિયા ભટ્ટે પણ એક ગીત ગાયું છે. ફિલ્મમાં સંગીત એ આર રહમાને આપ્યું છે.

આલિયા-રણદીપ બેસ્ટ
હાઈવેમાં આલિયા ભટ્ટ અને રણદીપ હુડા બંનેએ બહેતરીન કામ કર્યું છે.

દરેક દૃશ્ય વાર્તા
ઇમ્તિયાઝ અલીની હાઈવેમાં દરેક દૃશ્ય પોતાનામાં એક વાર્તા કહે છે. હાઈવેના દરેક દૃશ્યને જોઈ દર્શકોને લાગશે કે જાણે તેઓ પણ સફરમાં જોડાયેલાં છે.

આલિયાનું બહેતરીન પરફૉર્મન્સ
આલિયાના અંદરના કલાકારને ઇમ્તિયાઝે ખૂબી સાથે બહાર કાઢ્યું છે. ફિલ્મના પ્રોમો જોઈ નથી લાગતું કે આલિયાની આ બીજી ફિલ્મ છે. આલિયા ભટ્ટ હાઈવેમાં ખૂબ જ સુંદર અને વ્હાલા નજરે પડ્યાં છે.

રણદીપે હસાવ્યાં, રડાવ્યાં પણ
રણદીપ હુડા હંમેશા મુજબ જ હાઈવેમાં ફુલ ફૉર્મમાં છે. જોકે રણદીપે હાઈવેના પ્રમોશનલ ઇવેંટમાં વધુ ભાગ નથી લીધો, પણ ફિલ્મના પ્રોમો અને ટ્રેલર્સ જોયા બાદ જણાય છે કે રણદીપે પોતાની જાતને વેચવાની જરૂર નથી.

સંગીત સાથે શ્રેષ્ઠ અનુભવ
હાઈવે ફિલ્મમાં ઇમ્તિયાઝ અલીએ દર વખતની જેમ આ વખતે પણ બહેતરીન પ્રયોગ કર્યાં છે. રૉકસ્ટારના ગીતો બૉક્સ ઑફિસે હિટ થયાં અને દર્શકોની આશાઓ ઇમ્તિયાઝ પાસે વધી ગઈ. એ આર રહમાને આ આશાઓ પૂર્ણ કરી છે.

શ્રેષ્ઠ કૉમેડી ટાઇમિંગ
જોકે હાઈવે એક સુંદર સફર છે અને ઇમોશન્સથી ભરપૂર પણ છે, પણ માત્ર ઇમોશનલ ફિલ્મ જ નથી. ફિલ્મમાં કૉમેડીને પણ એટલું જરૂરી મનાઈ છે અને બહતેરીન કૉમેડી સિક્વંસ નાંખવામાં આવ્યાં છે.

સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો
સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો

સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો
સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો

સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો
સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો

સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો
સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો

સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો
સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો

સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો
સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો