India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેહા સાથે બ્રેકઅપ પર હિમાંશ કોહલીએ તોડ્યુ મૌન, ‘મે નહિ એણે મને છોડ્યો, કોઈ સત્ય નથી જાણતુ'

|
Google Oneindia Gujarati News

અભિનેતા હિમાંશ કોહલીએ સિંગર નેહા કક્કડ સાથે થયેલા બ્રેકઅપ પર પહેલી વાર પોતાની પ્રતિક્રિયા આપી છે. બ્રેકઅપ બાદ નેહા એટલી તૂટી ગઈ હતી કે તે ટેલિવિઝન શો પર રોઈ પડી હતી. સોશિયલ મીડિયા પર એવા સમાચાર આવ્યા કે હિમાંશે નેહાને ચીટ કરી છે. પોતાના બ્રેકઅપના એક વર્ષ બાદ હિમાંશે આના પર મૌન તોડ્યુ છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે નેહાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખી અને ટેલિવિઝન પર રડી, હું શાંત રહ્યો, તો લોકોએ તરત જ એ માની લીધુ કે મારી ભૂલ હતી.

‘આખી દુનિયા મને કોસી રહી હતી'

‘આખી દુનિયા મને કોસી રહી હતી'

બૉમ્બે ટાઈમ્સ સાથે વાતચીતમાં હિમાંશે કહ્યુ, ‘આ મારા તરફથી ખરાબ બ્રેકઅપ નહોતુ, પરંતુ જ્યારે અટકળો લાગવા લાગી તો બધુ ખરાબ થઈ ગયુ. આ મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો. આજે વસ્તુઓ ઠીક થઈ ગઈ છે પરંતુ હા,એક એવો સમય હતો જ્યારે સોશિયલ મીડિયા પર આખી દુનિયા મને કોસી રહી હતી. કોઈ પણ અસલી કહાની નહોતુ જાણતુ અને મને વિલન બનાવી દેવામાં આવ્યો. આ ખૂબ જ દુખ આપનારુ હતુ કારણકે મે મારા તરફથી કંઈ ન કહ્યુ અને જે પણ તેણે(નેહા) સોશિયલ મીડિયા પર નાખ્યુ, લોકોએ તેનાથી પોતાનો નિષ્કર્ષ જણાવવો શરૂ કરી દીધો.'

‘દરેકે માની લીધુ કે હું ખોટો છુ'

‘દરેકે માની લીધુ કે હું ખોટો છુ'

હિમાંશે કહ્યુ કે, ‘તે ટીવી શોઝમાં રડી અને દરેકે માની લીધુ કે હું ખોટો છુ. હું પણ રડવા ઈચ્છતો હતો પરંતુ ત્યારે મે બહાદૂરીથી આગળ વધવાનુ યોગ્ય સમજ્યુ.' હિમાંશે કહ્યુ કે ઘણી વાર તેણે નેહા સોશિયલ મીડિયા પોસ્ટ પર પોતાની પોસ્ટ દ્વારા પ્રતિક્રિયા આપવા ઈચ્છી પરંતુ તે આમ કરી શક્યા. કારણકે તે એ મહિલાને ખોટી કહેવા નહોતા ઈચ્છતા, તેના સાથે તે ક્યારેક પ્રેમમાં હતા.

‘આ મારી પ્રેમની પરિભાષા નથી'

‘આ મારી પ્રેમની પરિભાષા નથી'

તેમણે આગળ કહ્યુ કે, ‘મન મારુ પણ બહુ કરતુ હતુ કે હું કંઈક કહુ, ઘણી વાર મે સોશિયલ મીડિયા પર ટાઈપ પણ કર્યુ પરંતુ મે વિચાર્યુ કે થોડી વાર અટકી જઉ. થોડા કલાકો બાદ, હું મારુ મન બદલી દેતો કારણકે મારુ માનવુ હતુ કે આ એ જ વ્યક્તિ છે જેને હું પ્રેમ કરતો હતો, તે હવે કેવી રીતે તેની વિરુદ્ધ બોલી શકુ છુ. આ મારી પ્રેમની પરિભાષા નથી. હું તેને ક્યારેય એમ પણ નથી પૂછ્યુ કે તે મારી સાથે આવુ કેમ કરી રહી છે કારણકે એ મને ઘણુ દુઃખી કરી રહ્યુ હતુ.'

‘એ સંબંધને આગળ વધારવા નહોતી માંગતી'

‘એ સંબંધને આગળ વધારવા નહોતી માંગતી'

તમને જણાવી દઈએ કે એવુ માનવામાં આવે છે કે નેહા અને હિમાંશના સંબંધનો અંત હિમાંશના કારણે થયો છે. પરંતુ હિમાંશે કહ્યુ કે, ‘આ નિર્ણય તેનો નહિ પરંતુ નેહાનો જ હતો. તે આગળ કહે છે કે એવી ઘણી વસ્તુઓ થઈ રહી હતી પરંતુ હું તેના વિશે વાત કરવા નથી માંગતો. હું બસ એટલુ કહેવા માંગુ છુ કે તે સંબંધને આગળ વધારવા નહોતી માંગતી, ત્યારે અમે અલગ થવાનો નિર્ણય કર્યો. એ તેનો નિર્ણય હતો... જીવનમાં આગળ વધવાનો અને મે તેના નિર્ણયનુ સમ્માન કર્યુ પરંતુ પછી કહાની કંઈક અલગ જ થઈ ગઈ. એ જ્યારે પણ પોસ્ટ કરતી તો મને અપશબ્દો સાંભળવા મળતા.'

‘અમે બંને પૈસા ખર્ચ કરતા હતા'

‘અમે બંને પૈસા ખર્ચ કરતા હતા'

‘હિમાંશે એ પણ કહ્યુ કે જ્યારે તે નેહા સાથે સંબંધમાં હતો, ત્યારે તે ઘણો ગંભીર હતો અને ભવિષ્યમાં નેહા સાથે લગ્ન કરવાનો પ્લાન પણ બનાવી રહ્યા હતા. તેણે કહ્યુ કે તેને ઘણુ દુઃખ થયુ જ્યારે લોકોએ કહ્યુ કે તેણે (હિમાંશ) ફેમસ થવા માટે નેહાનો ઉપયોગકર્યો છે અને તેમના બ્રેકઅપનુ કારણ બેવફાઈ છે.' હિમાંશે કહ્યુ, ‘મને એ વાતથી વધુ દુઃખ થયુ જ્યારે લોકોએ મારા પર નેહાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો, મને સમજમાં નહોતુ આવતુ. એને મળતા પહેલા મારી ચાર ફિલ્મો રિલીઝ થઈ ચૂકી હતી અને હું પૈસા કમાઈ રહ્યો હતો. અહીં સુધી કે જ્યારે અમે સાથે હતા, ત્યારે મે વધુ કામ ન કર્યુ કારણકે હું તેની સાથે તેના શો માટે ટ્રાવેલ કરતો હતો, તો પણ અમે બંને જ પૈસા ખર્ચ કરતા હતા.'

‘મે એને ચીટ નથી કરી'

‘મે એને ચીટ નથી કરી'

હિમાંશે કહ્યુ કે, ‘સારુ છે કે થોડા મહિનાઓ પછી તેણે ખુદ જ સ્પષ્ટ કરી દીધુ કે મે તેને ચીટ નથી કરી. ત્યારબાદ બધુ ઠીક થવા લાગ્યુ. હવે હું બધુ પાછળ છોડી ચૂક્યો છુ.' હિમાંશે કહ્યુ કે જ્યારથી તેનુ નેહા સાથે બ્રેકઅપ થયુ છે ત્યારથી તે એના સંપર્કમાં નથી.

નેહાએ સોશિયલ મીડિયા પર કરી હતી ભાવુક પોસ્ટ

નેહાએ સોશિયલ મીડિયા પર કરી હતી ભાવુક પોસ્ટ

તમને જણાવી દઈએ કે નેહાએ સોશિયલ મીડિયા પર હિમાંશ વિશે ઘણુ બધુ લખ્યુ હતુ, તેણે કોઈનુ નામ લીધા વિના ઘણી ભાવુક પોસ્ટ લખી હતી અને પોતાના સંબંધ વિશે બધુ કહી દીધુ હતુ. એવી પણ અટકળો લગાવવામાં આવી કે નેહા ઈન્ડિયન આઈડલ 10ના એક પ્રતિયોગીની નજીક આવવા લાગી ત્યારબાદ હિમાંશને પ્રોબ્લેમ થવા લાગ્યો હતો. આના કારણે નેહા અને હિમાંશના સંબંધમાં મુશ્કેલીઓ આવવા લાગી અને છેવટે આ સંબંધ તૂટી ગયો.

આ પણ વાંચોઃ Bigg Boss 13: સિદ્ધાર્થની જીત બાદ ટ્રોલ થઈ રહી છે મનીષા શર્મા, જાણો કોણ છે આ મહિલાઆ પણ વાંચોઃ Bigg Boss 13: સિદ્ધાર્થની જીત બાદ ટ્રોલ થઈ રહી છે મનીષા શર્મા, જાણો કોણ છે આ મહિલા

English summary
himansh kohli opens up first time on breakup with neha kakkar said it was her decision to part ways.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X