• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનાક્ષી થયાં ચાલબાઝ, શાનથી બન્યાં પરવીન બાબી

|

મુંબઈ, 19 જાન્યુઆરી : સોનાક્ષી સિન્હાના વધેલા વજન અંગે ભલે લોકો તેની મજાક ઉડાવે કે પછી એમ કહે કે તેઓ કોઈ પણ આયટમ સૉંગને યોગ્ય નથી, પરંતુ સોનાક્ષીએ પોતાની જાતને સાબિત કરવા આયટમ સૉંગ નહીં, પણ બાકીનાં ડાંસ ટાઇપ્સમાં પોતાની ડાંસિંગ પ્રતિભા સાબિત કરી છે. થોડાંક સમય અગાઉ આવેલ દબંગ 2 ફિલ્મમાં સોનાક્ષીએ એક ક્લાસિક ડાંસ કર્યો હતો અને તે અગાઉ ઓહ માય ગૉડ ફિલ્મમાં ગો ગો ગોવિંદા... ગીત ઉપર પણ ડાંસિંગ ગુરુ પ્રભુદેવા સાથે ડાંસ કર્યો હતો. હવે સોનાક્ષી પોતાની આવનાર ફિલ્મ હિમ્મતવાલામાં વધુ એક વાર કંઈક નવું બતાવવાનાં છે અને તે છે ડિસ્કો ડાંસ.

આ ડિસ્કો ડાંસ 80ના દશકામાં અભિનેત્રીઓ દ્વારા પહેરાતાં ચમકીલાં-ઝળહળતાં કપડાંઓ સાથે અને તેમની સ્ટાઇલમાં જ ફિલ્માવવામાં આવશે. સોનાક્ષી આ ગીતમાં એક દૃશ્યમાં તો શાન ફિલ્મના હિટ ગીત પ્યાર કરને વાલે પ્યાર કરતે હૈં શાન સે.... દરમિયાન પરવીન બાબી દ્વારા પહેરાયેલ ચમકીલાં હૅરબૅન્ડ તથા સફેદ ચમકદાર ડ્રેસમાં નજરે પડશે અને પછીના દૃશ્યમાં કાળા રંગની ફિટ પૅન્ટ, જૅકેટ તથા બૂટ્સમાં દેખાશે કે જે શ્રીદેવીએ ચાલબાઝ ફિલ્મ દરમિયાન પહેર્યા હતાં.

હિમ્મતવાલા ફિલ્મ 1983માં રિલીઝ થઈ હતી. તેમાં જિતેન્દ્ર તથા શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં હતાં. નવી હિમ્મતવાલા જૂની ફિલ્મની રીમેક છે. આ રીમેકમાં અજય દેવગણ તથા તમન્ના મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 29મી માર્ચે રિલીઝ થશે. ફિલ્મમાં સોનાક્ષીને અલગ-અલગ રૂપોમાં દાખવવા માટે સાજિદ વાજિદે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની મદદ લીધી છે. મનીષે પોતાના પરફેક્ટ ડ્રેસિંગથી સોનાક્ષીને એવી રીતે રજુ કરી છે કે આપ ગીત જોઈને એક વાર તો 80ના દશકામાં આંટો મારી જ આવશો.

English summary
Himmatwala, starring Ajay Devgan and Tamanna will have a disco dance performed by Sonakshi Sinha. Sonakshi Sinha will be seen dressing like Parveen Bobby amd Sridevi. Manish Malhotre helped her in getting the look of these actresses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X