For Quick Alerts
For Daily Alerts
મારે હિમ્મતવાલા નહોતી કરવી જોઇતી : તમન્ના ભાટિયા
મુંબઈ, 18 એપ્રિલ : બૉલીવુડમાં સાજિદ ખાનની હિમ્મતવાલા ફિલ્મ સાથે ડેબ્યુ કરનાર અભિનેત્રી તમન્ના ભાટિયાનું કહેવું છે કે તેમણે સાજિદ ખાનની ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરવાનું વિચાર્યું કે જે એક ખોટું પગલું હતું.
અજય દેવગણ અભિનીત અને ફ્લૉપ સાબિત થયેલ હિમ્મતવાલા ફિલ્મ અંગે તમન્નાને પસ્તાવો છે. તેમણે જણાવ્યું કે તેમણે વગર વિચાર્યે આ ફિલ્મ સાઇન કરી કે જેથી બૉલીવુડમાં તેમની એન્ટ્રી ખરાબ રીતે થઈ છે. હવે કોઈ પણ દિગ્દર્શક તેમને પોતાની ફિલ્મમાં લેવામાંથી બચી રહ્યો છે.
તમન્ના ભાટિયાએ સાજિદ ખાનની ખુલ્લેઆમ ટીકા કરતાં જણાવ્યું - મેં દિગ્દર્શકની પસંદગીમાં થાપ ખાધી છે. મેં એમ વિચારીને ખુશ થઈ ફિલ્મ સાઇન કરી કે ફિલ્મમાં મારે શ્રીદેવીનો રોલ કરવાનો છે. હવે મને લાગે છે કે આ મારો એક ભૂલભરેલો નિર્ણય હતો.