For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સલમાન શું? ‘એસ’ નામધારક બૉલીવુડ હસ્તીઓ મુશ્કેલીમાં!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 જૂન : સોમવારનો દિવસ બૉલીવુડના ચુલબુલ પાન્ડે માટે આંચકાપૂર્ણ રહ્યો, કારણ કે હિટ એન્ડ રન કેસમાં સલમાનની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી અને જણાવ્યું કે સલમાન ખાન સામે ગેરઇરાદાપૂર્વક હત્યાનો કેસ ચલાવો કે જેમાં સલમાન જો હારી જાય, તો તેમને તેમના મિત્ર અભિનેતા સંજય દત્ત જેમ જેલના સળિયા ગણવાપડશે.

અદાલતના આ ચુકાદાથી સલમાન ખાન જ નહિં, પણ તેમના પરિવારજનો અને ફૅન્સ પણ સ્તબ્ધ છે. પણ અહીં આપણે વાત માત્ર સલમાનની નથી કરવી. છેલ્લા કેટલાંક દિવસના ઘટનાક્રમો ઉપર નજર દોડાવીએ, તો સ્પષ્ટ રીતે તરી આવે છે કે બૉલીવુડ ઉપર પનોતી બેઠી છે. તેમાં પણ એસ નામધારક બૉલીવુડ હસ્તીઓ ઉપર તો જાણે મુશ્કેલીઓ એક પછી એક આવતી જ રહી છે. હવે તેને સંજોગ કહીએ કે બીજુ કંઈ, પણ આ વર્ષે 2013માં અત્યાર સુધી જેટલી હસ્તીઓ પોલીસ, જેલ કે કાનૂની લફડામાં પડ્યાં છે, તે તમામ હસ્તીઓના નામો અંગ્રેજીના એસ અક્ષરથી શરૂ થાય છે.

આવો તસવીરો સાથે જાણીએ એસ નામધારક બૉલીવુડ હસ્તીઓ કઈ રીતે છે મુશ્કેલીમાં :

સંજય દત્ત

સંજય દત્ત

મુંબઈ ધડાકા અંગે આર્મ્સ એક્ટ હેઠળ ગુનેગાર ઠેરવાયેલ સંજય દત્ત લાંબા કાનૂની સંઘર્ષ બાદ આખરે સાડા ત્રણ વર્ષ માટે જેલના સળિયા પાછળ જઈ ચુક્યાં છે.

સના ખાન

સના ખાન

બિગ બૉસ 6થી ચર્ચિત દક્ષિણ ભારતીય અભિનેત્રી સના ખાન સામે પોતાના ભાઈ સાથે પરાણે લગ્ન કરાવવા માટે એક કિશોરીના અપહરણનો કેસ છે. હાલ તેઓ જામીન ઉપર છે.

શ્રીસંત

શ્રીસંત

આઈપીએલને બદનામ કરી સ્પૉટ ફિક્સિંગમાં રંગે હાથ ઝડપાયેલા એસ. શ્રીસંતનું નામ પણ એસ અક્ષરથી શરૂ થાય છે.

સૂરજ પંચોલી

સૂરજ પંચોલી

જિયા ખાને આત્મહત્યા કરી અને તેમના બૉયફ્રેન્ડ જેલમાં પહોંચી ગયાં. તેમનું નામ પણ એસથી શરૂ થાય છે. આદિત્ય પંચોલીના આ પુત્રનું નામ સૂરજ પંચોલી છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન કાળિયાર શિકાર પ્રકરણમાં ફસાયેલા છે. જો કોર્ટ સજા કરે, તો સૈફ પણ જેલ પાછળ જઈ શકે છે.

સલમાન ખાન

સલમાન ખાન

સોમવારે દબંગ સલમાન ખાનની હિટ એન્ડ રન કેસમાં અરજીને કોર્ટે ફગાવી દીધી. જો હવે તેઓ ગુનેગાર સાબિત થાય, તો તેમને દસ વરસની સજા થઈ શકે છે.

શાઇની આહુજા

શાઇની આહુજા

અગાઉ શાઇની આહુજા પણ નોકરાણી સાથે બળાત્કારના કેસમાં ઝડપાઈ ચુક્યાં છે. તેમની સામે હજુ કેસ ચાલુ જ છે.

English summary
Salman Khan is likely to face imprisonment for 10 years. A Mumbai session court on Monday, June 24 said that the actor would be tried for culpable homicide charge in connection with 2002 Hit and Run case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X