અજય દેવગનની "શિવાય" માટે હોલીવુડ ચાઇલ્ડ આર્ટીસ્ટની પસંદગી

Posted By:
Subscribe to Oneindia News

અજય દેવગન "શિવાય"ની સાથે ફરી એક વખત ડાયરેક્શનમાં હાથ અજમાવી રહ્યો છે. સાથે જ પાછલી વખતની જેમ અજય દેવગન આ વખતે કોઇ કચાશ પણ નથી રાખવા માંગતા. અને એટલે જ આ વખતે તેઓ બધુ જ પરફેક્ટ રાખી રહ્યાં છે. શિવાયમાં અજય દેવગનની એક દિકરી છે, જેનુ નામ ગૌરા છે.

ગૌરાના પાત્ર માટે હોલીવુડની લિટલ સ્ટાર એબીગેલ ઇમ્સને સાઇન કરવામાં આવી છે. એબીગેલે ઘણી પ્રખ્યાત હોલીવુડ ફિલ્મો અને ટીવી સિરિયલ્સ દ્વારા નામ કમાયુ છે. તે ખુબ જ સારી એક્ટર છે.

 

પાછલી થોડી ફિલ્મોની વાત કરીએ તો હવે એક્ટર્સ પોતાની ઉંમરને અનુરૂપ પાત્રોમાં ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે, અને તેમા સૌથી કોમન વાત છે, એક્ટર્સનું પપ્પા બનવુ. આવો જાણીએ ફિલ્મોમાં બોલીવુડના બેસ્ટ પપ્પા કોણ બની રહ્યાં છે.

અજય દેવગન
  

અજય દેવગન

શિવાય ફિલ્મમાં અજય દેવગનને ગૌરા નામની એક દિકરી છે. આ પાત્ર માટે હોલીવુડની ચાઇલ્ડ સ્ટાર એબીગેલ ઇમ્સને સાઇન કરવામાં આવી છે.

અક્ષય કુમાર
  

અક્ષય કુમાર

અક્ષય કુમાર બ્રધર્સ ફિલ્મમાં એક બિમાર બાળકીના પિતા બન્યા છે. જેને બચાવવા માટે તે બધુ જ કરી છુટવા તૈયાર છે.

સલમાન ખાન
  

સલમાન ખાન

બજરંગી ભાઇજાનમાં સલમાન પપ્પા તો નથી બન્યા પણ મુન્નીના પપ્પાની જેમ જ મુન્નીની કેર કરી છે, અને મુન્નીને તેના ઘરે પહોંચાડવાનું નક્કી કરી લે છે.

અજય દેવગન
  
 

અજય દેવગન

દ્રશ્યમમાં અજય દેવગન બે બાળકીઓના પિતા બન્યા છે. અને તેમને સુરક્ષિત રાખવા માટે અજય કોઇ પણ હદ સુધી જઇ શકે છે.

આમિર ખાન
  

આમિર ખાન

આમિર ખાનની ફિલ્મ દંગલમાં આમિર પોતાની બે દિકરીઓને કુશ્તી કરતા શિખવાડે છે. સાથે જ બંને દિકરીઓને દુનિયા સામે લડવાની ટ્રેનીંગ પણ આપે છે.

ઇમરાન હાશ્મી
  

ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી મહોમ્મદ અઝહર પર બની રહેલી બાયોપીકમાં પિતાના પાત્રમાં નજરે પડશે. અને લાગી રહ્યું છેકે તે તેમના પાત્રને ન્યાય આપશે.

ફરહાન અખ્તર
  

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર રોક ઓનની સીક્વલ લઇને આવી રહ્યાં છે, અને બટઓબ્વિયસ ફિલ્મમાં તેમનો પરિવાર પણ મોટો થયો જ હશે.

અર્જુન રામપાલ
  

અર્જુન રામપાલ

અર્જુન રામપાલ પણ રોક ઓનમાં એક પિતાના પાત્રમાં જોવા મળશે.

શાહરૂખ ખાન
  

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન ફૈનમાં પોતાનુ જ પાત્ર એટલે કે શાહરૂખ ખાનનું જ પાત્ર નિભાવતા નજરે પડશે. અને શાહરૂખ ખાન રિયલ લાઇફમાં ત્રણ બાળકોના પિતા છે.

English summary
Hollywood Actress abigail eames with ajay devgn shivaay
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.