• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ બૉલીવુડમાં હૉલીવુડ બેબ્સના જલવા

|

મુંબઈ, 9 ઑક્ટોબર : મેરા નામ જોકરમાં આપને સર્કસમાં કરતબો દેખાવનાર વિદેશી પરી યાદ હશે કે જેની ઉપર રાજ કપૂરનું દિલ આવી જાય છે. તે વિદેશી કલાકારની બૉલીવુડમાં શરુઆત હતી. પછી કેટલીક ફિલ્મોમાં એક-બે અભિનેત્રીઓ દેખાઈ અને પછી પ્રચલન બંધ થઈ ગયું. ફરી એક વાર આ પ્રચલન શરૂં થયું છે અને ઘણું ઝડપી. હા જી, વિદેશી બેબ્સ હવે આપ દર વર્ષે કોઈને કોઈ ફિલ્મમાં જરૂર જુઓ છો.

તેનું એક કારણ એ પણ છે કે બૉલીવુડની ફિલ્મો હવે વિદેશી સિનેમા ઘરોમાં વધુ પસંદગી પામવાં લાી છે અને આંતર્રાષ્ટ્રીય કક્ષાએ ફિલ્મોનું પ્રમોશન કરાય છે. એવામાં જો એક ઝલક પણ વિદેશી બાળાની મળે, તો ફિલ્મનું હિટ થવું પાક્કું થઈ જાય છે.

તાજેતરની ફિલ્મોની વાત કરીએ તો લગાન, કાઇટ્સ, રાજનીતિ, એજંટ વિનોદ, યૂ મી હમ ફિલ્મ સુધી આપ હૉલીવુડ બેબ્સ જોઈ શકો છો.

જુઓ તસવીરોમાં આ વિદેશી પરીઓના અલગ-અલગ અંદાજો -

મેરા નામ જોકરમાં એડવર્ડ જેરાડા

મેરા નામ જોકરમાં એડવર્ડ જેરાડા

આ ફિલ્મ સુપર-ડુપર હિટ ફિલ્મ હતી. ફિલ્મમાં અસલી સર્કસ બતાવવામાં આવ્યુ હતું, જેના માટે સોવિયેત સ્ટેટસ સર્કસના કલાકારોને બોલાવાયા હતાં. તે જ કલાકાકોરમાંથી એક એડવર્ડ જેરાડાને રાજ કપૂરે મહત્વનું પાત્ર આપ્યુ હતું. ફિલ્મમાં જોકર રાજૂ જે બાળપમાં પોતાની ટીચર ઉપર ફિદા થઈ જાય છે તે મોટો થઈ આ જ એડવર્ડને પોતાનું દિલ દઈ બેશે છે.

હિનામાં ઝેબા બખ્તિયાર

હિનામાં ઝેબા બખ્તિયાર

રાજ કપૂરની આ ફિલ્મમાં હિનાનું પાત્ર ભજવ્યું હતું પાકિસ્તાની અભિનેત્રી ઝેબા બખ્તિયારે. ફિલ્મ ભારત જ નહિં, પણ પાકિસ્તાનના થિયેટરોમાં પણ ખુબ ચાલી હતી. તેમાં હિના સાથે હતાં ઋષિ કપૂર. ફિલ્મની વાર્તા ભારત-પાક સરહદે આવેલ ગામો વચ્ચે વારંવાર થતાં વિવાદો પર આધારિત હતી.

લગાનમાં રશેલ શૈલી

લગાનમાં રશેલ શૈલી

લગાન ફિલ્મ આપને યાદ હશે. ફિલ્મમાં ક્રિકેટની રમત શિખવાડવા માટે અંગ્રેજો સાથે રહેતાં એલિઝાબેથ રસ્સેલ એટલે કે રશેલ શૈલી આવે છે. તે જ દરમિયાન તે ભુવન એટલે કે આમિર ખાનને દિલ દઈ બેશે છે. રશેલ ઇંગ્લૅન્ડના મૉડેલ છે. ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે.

રંગ દે બસંતીમાં એલિસ

રંગ દે બસંતીમાં એલિસ

રંગ દે બસંતીમાં પણ આમિર ખાને વિદેશી પરીની પસંદગી કરી. તે છે એલિસ પૅટન જે ઇંગ્લૅન્ડના વતની જ છે. એલિસે વિદેશી મહિલા સૂનું પાત્ર ભજવ્યં, જે ડૉક્યુમેંટ્રી ફિલ્મ બનાવવા ભારત આવે છે. તે બ્રિટિશ રૂલ પર આધારિત હોય છે.

મૅરીગોલ્ડમાં અલી લાર્ટર

મૅરીગોલ્ડમાં અલી લાર્ટર

2007માં સલમાન ખાનની ફિલ્મ મૅરીગોલ્ડમાં અલી લાર્ટરે બહેતરીન રોલ કર્યો. અલી કાર્ટર અમેરિકી અભિનેત્રી છે અને 1999માં તેમણે તમામ હૉલીવુડ ફિલ્મો કરી છે. આ ફિલ્મમાં તેમણે સલમાન ખાન સાથે ઘણાં રોમેન્ટિક સીન્સ આપ્યાં છે.

કિસનામાં એંટોનિયા

કિસનામાં એંટોનિયા

કિસના ફિલ્મમાં કૅથરીનનું પાત્ર ભજવનાર એંટોનિયા બરનથ ઇંગ્લૅન્ડના અભિનેત્રી છે અને ઘણી હૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટી અભ્યાસ કર્યો છે. આ ફિલ્મ 2005માં આવી હતી. તેમાં એંટોનિયાએ હતિક રોશન સાથે ઘણાં રોમેન્ટિક દૃશ્યો પણ આપ્યા હતાં.

કાઇટ્સમાં બાર્બરા મોરી

કાઇટ્સમાં બાર્બરા મોરી

હૃતિક રોશને એક જુદાં જ કૉન્સેપ્ટ સાથે 2010માં કાઇટ્સ ફિલ્મ બનાવી, જેમાં બાર્બરા મોરી હતાં. ફિલ્મમાં નતાશાનું પાત્ર બાર્બરાએ ભજવ્યું હતું. તેઓ મૅક્સિકોના મૉડેલ છે. ફિલ્મ આવતાં હતિક અને બાર્બરા વચ્ચે પ્રેમના સમાચારો પણ વહેતાં થયા હતાં, જેનું પછીથી હૃતિકના પત્ની સુઝાને ખંડન કર્યુ હતું.

લવ આજકલમાં ગિસેલી

લવ આજકલમાં ગિસેલી

2009માં આવેલ સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણેની લવ આજકલ ફિલ્મમાં વિદેશી બાળા ગિસેલી મૉન્ટેરિયો ઇન્ડિયન લુકમાં દેખાયાં. તેઓ બ્રાઝીલના મૉડેલ છે. તેમણે ઘણી ફિલ્મો કરી છે.

રાજનીતિમાં સારાહ થૉમ્પ્સન

રાજનીતિમાં સારાહ થૉમ્પ્સન

કૅટરીના કૈફ અને રણબીર કપૂરની રાજનીતિ ફિલ્મમાં વિદેશી બાળાના પાત્રમાં હતાં અમેરિકાના અભિનેત્રી સારાહ થૉમ્પ્સન. કહે છે કે સારાહે ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકા ભજવી હતી. તેઓ અમેરિકામાં માત્ર મોટા પડદે જ જાણીતા નહિં, પણ ટેલીવિઝને પણ એક ડઝનથી વધુ શો કરી ચુક્યાં છે.

એજંટ વિનોદમાં મરિયમ ઝકારિયા

એજંટ વિનોદમાં મરિયમ ઝકારિયા

સૈફ અલી ખાનની એજંટ વિનો ફિલ્મમાં મરિયમ ઝકારિયાએ ફરાહનું પાત્ર ભજવ્યુ હતું. મરિયમ સ્વિડનના મૉડેલ છે. તેઓ બૉલીવુડ જ નહિં, પણતેલગુ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યાં છે. તેઓ બ્રાઝીલના તમામ મ્યુઝિક વીડિયો અને ટેલીવિઝનમાં જોવા મળે છે. તેઓ હિન્ી ફિલ્મો પેઇંગ ગેસ્ટ, સડ્ડા અડ્ડા, રાઉડી રાઠૌડ અને ચક્રધરમાં પણ આવી ચુક્યાં છે.

ક્રુક્સમાં શૈલા એલન

ક્રુક્સમાં શૈલા એલન

2010માં આવેલ ઇમરાન હાશમીની ફિલ્મ ક્રુક્સમાં શૈલા એલને ઘણાં હૉટ સીન્સ આપ્યાં છે. શૈલા દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના અભિનેત્રી છે અને ત્યાં ટીવી શોમાં ઘણાં પ્રસિદ્ધ છે. આ ફિલ્મને બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં પણ ઘણી પ્રસિદ્ધિ મળી હતી.

બલવિંદર સિંહ ફેમસ હો ગયામાં ગૅબ્રિએલા

બલવિંદર સિંહ ફેમસ હો ગયામાં ગૅબ્રિએલા

બ્રાઝીલના મૉડેલ ગૅબ્રિએલા બરટંટે હાલ બે તેલુગુ ફિલ્મો અને એક તામિળ ફિલ્મોમાં આવી રહ્યાં છે. પછી ટુંકમાં જ આવનાર હિન્દી ફિલ્મ બલવિંદર સિંહ ફેમસ હો ગયામાં ગૅબ્રિએલા લીડ એક્ટ્રેસનો રોલ કરી રહ્યાં છે.

સોફિયા હયાત નચલે લંદનમાં

સોફિયા હયાત નચલે લંદનમાં

ફિલ્મ દેસી બૉય્ઝનું એક ગીત ગાનાર સોફિયા હયાત ટુંકમાં જ ફિલ્મ નચલે લંદન અને ભાઈ કા માલ હૈમાં આવી રહ્યાં છે. સોફિયા પોતાની નગ્ન તસવીરો માટે ઘણા જાણીતાં છે. તેઓ બ્રિટનના સિંગર અને મૉડેલ છે.

એવલિન શર્મા

એવલિન શર્મા

હાલ આપ એવલિન શર્માનું નામ બહુ જ સાંભળતાં હશો. હકીકતમાં તે જર્મનીના મૉડેલ છે. તેમના માતા-પિતા મૂળત્વે ભારતીય છે. તેઓ ટુંકમાં જ ફિલ્મ ફ્રૉમ સિડની વિથ લવમાં આવનાર છે. ઉપરાંત તેઓ રણબીર કપૂર સાથે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. નૌટંકી સાલા અને યારિયાં તેમની બીજી બે ફિલ્મો છે.

જૅક્લીન ફર્નાંડીઝ

જૅક્લીન ફર્નાંડીઝ

જૅક્લીન ફર્નાંડીઝ શ્રીલંકાના અભિનેત્રી અને મૉડેલ છે. તેમણે હિન્દીમાં ઘણી ફિલ્મો કરી છે. બૉલીવુડમાં તેમની શરુઆત અલાદીન ફિલ્મ સાથે થઈ હતી. પછી જાને કહાં સે આયી, હાઉસફુલ, મર્ડર 2, હાઉસફુલ 2, રેસ 2 ફિલ્મોમાં લીડ રોલ કર્યાં.

હઝેલ કીચ

હઝેલ કીચ

સલમાન ખાનની બૉડીગાર્ડ ફિલ્મમાં રોલ કરનાર હઝેલ કીચ લંડનના મૉડેલ છે. તેઓ સુઝુકીની જાહેરાતોમાં દેખાઈ ચુક્યાં છે. અગાઉ તેઓ તામિળ ફિલ્મ બિલ્લામાં સ્પેશિયલ એપિયરંસમાં હતાં. તેમની આગામી ફિલ્મ મૅક્સિમમ છે. તેમાં પણ તેઓ ખાસ એપિયરંસ આપશે.

એજંટ વિનોદમાં ઈરા સરિઓવા

એજંટ વિનોદમાં ઈરા સરિઓવા

ઈરા સરિઓવા રશિયાના મૉડેલ છે. તેમણે એજંટ વિનોદ ફિલ્મ સાથે બૉલીવુવડમાં એન્ટ્રી કરી. ટુંકમાં જ તેઓ કેટલીક હિન્દી ફિલ્મોમાં સ્પેશિયલ એપિયરંસમાં દેખાઈ શકે છે.

ભિંડી બાજારમાં કૅટરીના લોપેઝ

ભિંડી બાજારમાં કૅટરીના લોપેઝ

ભિંડી બજાર ફિલ્મમાં સ્પેશિયલ એપિયરંસમાં આવનાર કૅટરીના લોપેઝ બૉલીવુડમાં એક નાનકડી દસ્તક આપી પરત ફરી ગયાં, પરંતુ હવે તેઓ ભારતીય સાથે લગ્ન કરવા માંગે છે અને ભારતમાં જ વસવાટ કરવા માંગે છે.

English summary
Very soon Gabriela Bertante is going to appear in Indian film. If you turn the pages of History, the appearance of foreign actress started from Mera Naam Joker and now its going on frequently in Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more