For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૉર્ન ફિલ્મ કેસમાં કેવી રીતે પોલિસે ખોલી રાજ કુંદ્રાની પોલ? જાણો કેવી રીતે ચાલતો હતો આખો બિઝનેસ

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુંદ્રા પોલિસ કસ્ટડીમાં છે. જાણો કેવી રીતે રાજ કુંદ્રાની પોલ ખુલી અને કેવી રીતે ચાલતો હતો આખો પૉર્ન ફિલ્મ બિઝનેસ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુંદ્રા પોલિસ કસ્ટડીમાં છે. તેમની સામે આરોપ છે કે તે અશ્લીલ ફિલ્મ બનાવીને તેને સોશિયલ મીડિયા દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. મુંબઈના જોઈન્ટ કમિશ્નર મિલિંદ ભ્રામ્બેએ જણાવ્યુ કે મંગળવારે પોલિસે રાજ કુંદ્રાની ઑફિસમાં સર્ચ દરમિયાન વાંધાજનક પુરાવા એકઠા કર્યા છે. મુંબઈ પોલિસે રાજ કુંદ્રા અને તેમના સહયોગી રેયાન થોર્પેની સોમવારે સાંજે ધરપકડ કરી લીધી હતી, તેમની ધરપકડના આગલા દિવસે પોલિસે રાજ કુંદ્રાની ઑફિસમાં સર્ચ કર્યુ જ્યાંથી વાંધાજનક પુરાવા મેળવવામાં આવ્યા છે.

મહિલાની ફરિયાદ બાદ ખુલી પોલ

મહિલાની ફરિયાદ બાદ ખુલી પોલ

રાજ કુંદ્રા પર આરોપ છે કે તેણે પૉર્ન ફિલ્મ બનાવી અને તેને તે વેબસાઈટ તેમજ એપ્સ પર પબ્લિશ કરતો હતો. મિલિન્દ ભ્રામ્બેએ જણાવ્યુ કે પૉર્ન ફિલ્મ કેસની તપાસ દરમિયાન અમને એ અંગે માહિતી મળી કે સંઘર્ષ કરી રહેલી નવી અભિનેત્રીઓને વેબ સીરિઝમાં રોલ અપાવવાના નામે બોલ્ટ સીન કરવા માટે કહેવામાં આવતુ હતુ. ત્યારબાદ અમુક મહિલાઓએ આની પોલિસમાં ફરિયાદ કરી અને કહ્યુ કે જે વીડિયોને સીરિઝમાં રોલ અપાવવાના નામે શૂટ કરવામાં આવ્યા હતા તેને વેબસાઈટ અને એપ પર મૂકી દેવામાં આવ્યા છે.

આ રીતે જોડાયા રાજ કુંદ્રાના તાર

આ રીતે જોડાયા રાજ કુંદ્રાના તાર

મુંબઈ પોલિસના જોઈન્ટ કમિશ્નરે જણાવ્યુ કે તપાસમાં એ વાત પણ સામે આવી કે બિઝનેસમેન રાજ કુંદ્રાનુ આ એપ સાથે કનેક્શન છે જેના પર પૉર્ન ફિલ્મોની ક્લિપ પ્લે કરવામાં આવે છે. ત્યારબાદ અમે ઉમેશ કામત નામના વ્યક્તિની ધરપકડ કરી કે જે પૉર્ન રેકેટ કેસ સાથે જોડાયેલો હતો જેના દ્વારા અમને જાણવા મળ્યુ કેઆ વ્યક્તિ રાજ કુંદ્રા સાથે કામ કરતો હતો. આગળની તપાસમાં અમે વધુ મહત્વની માહિતી મળવા લાગી.

રાજના નજીકના લોકો જ બનાવતા હતા એપ

રાજના નજીકના લોકો જ બનાવતા હતા એપ

ભ્રામ્બેએ જણાવ્યુ કે તપાસમાં એ વાત સામે આવી કે રાજ કુંદ્રાની ફર્મ વિઆનના યુકેની એક કંપની કેનરિન સાથે કરાર હતા કે જે હૉટશૉટ્સ એપ ચલાવે છે. આ કંપનીના માલિક રાજ કુંદ્રાના સાળા છે કે જે યુકેમાં રહે છે. હૉટશૉટ્સ દ્વારા જ પૉર્ન ક્લિપને આના પર અપલોડ અને સ્ટ્રીમ કરવામાં આવતી હતી. રિપોર્ટ અનુસાર યુકેની કંપની હૉટશૉટ્સને વિઆનથી જ ચલાવતા હતા કે જે રાજ કુંદ્રાની કંપનીનો માણસ છે.

7.5 કરોડની સંપત્તિ જપ્ત

7.5 કરોડની સંપત્તિ જપ્ત

એટલુ જ નહિ મિલિન્દ ભ્રામ્બેએ જણાવ્યુ કે અમે વિઆનની ઑફિસમાં સર્ચ કર્યુ જ્યાંથી અમને વાંધાજનક પુરાવા મળ્યા છે. આ મામલે રાજ કુંદ્રા, રેયાન થોર્પે, કંપનીના આઈટી હેડની પોલિસ પૉર્ન રેકેટ કેસમાં ધરપકડ કરી લીધી છે. પોલિસે લગભગ 7.5 કરોડ રૂપિયાની સંપત્તિને આ મામલે અત્યાર સુધીમાં જપ્ત કરી લીધી છે. નોંધનીય વાત એ છે કે રેયાનના વકીલે દાવો કર્યો છે કે પોલિસ જે વીડિયોને પૉર્ન ગણાવી રહી છે તેમાં કંઈ પણ વાંધાજનક નથી.

પ્લે સ્ટોર, એપલ સ્ટોર પરથી હટાવવામાં આવ્યુ હૉટશૉટ્સ

પ્લે સ્ટોર, એપલ સ્ટોર પરથી હટાવવામાં આવ્યુ હૉટશૉટ્સ

તમને જણાવી દઈએ કે હૉટશૉટ્સ એપ આર્મ્સ મીડિયાએ બનાવી છે જેણે આ એપ સિવાય પણ ઘણી એપ બનાવી છે જેમાં મુખ્ય રીતે હૉટહિટ, જીવી સ્ટુડિયો વગેરે શામેલ છે. હૉટશૉટ્સ એપને જૂન 2020માં એપ્પલ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી. ત્યારબાદ નવેમ્બર 2020માં ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ આ એપને હટાવી દેવામાં આવી હતી. નોંધનીય વાત છે કે રાજ કુંદ્રાને આ મામલે 23 જુલાઈ સુધી પોલિસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

English summary
How Raj Kundra involvement in porn film case busted, Know all the details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X