SSR Case: જાણો રિયા ચક્રવર્તીએ કેવી રીતે વીતાવ્યા જેલના એ 28 દિવસ?
મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તીને કાલે બૉમ્બે હાઈકોર્ટે શરતી જામીન આપી દીધા છે. પૂરા 28 દિવસ બાદ બુધવારે રિયા જેલમાંથી બહાર આવી. તેને જામીન મળ્યા બાદ તેના વકીલ સતીષ માનશિંદેએ તેના વિશે મીડિયામાં મોટુ નિવેદન આપ્યુ છે. એનડીટીવી સાથે વાત કરતા સતીશ માનશિંદેએ રિયાના એ 28 દિવસનો ઉલ્લેખ કર્યો છે કે જે તેણે જેલમાં પસાર કર્યા છે.

મુશ્કેલ સ્થિતિનો રિયાએ જોરદાર સામનો કર્યો
સતીશ માનશિંદેએ કહ્યુ કે હું લાંબા સમય બાદ કોઈ ક્લાઈન્ટને મળવા જેલમાં ગયો હતો જ્યાં જઈને મે જોયુ કે રિયા ઘણી સકારાત્મક છે, તે અન્ય કેદીઓ સાથે એવી રીતે રહે છે જેમ કે એક સામાન્ય મહિલાએ કેદીઓ સાથે રહેવુ જોઈએ, તે ખુદને અને જેલા કેદીઓ માટે યોગ ક્લાસ સંચાલિત કરતી હતી, ત્યાં તેને ઘરનુ ભોજન નહોતુ મળતુ અને તે કોઈ સેલિબ્રિટીની જેમ નહોતી રહી શકતી પરંતુ આ મુશ્કેલ સ્થિતિનો રિયાએ જોરદાર સામનો કર્યો.

'આર્મી ઑફિસરની છોકીએ યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કર્યો'
માનશિંદેએ કહ્યુ કે એક આર્મી ઑફિસરની દીકરી હોવાના નાતે તેણે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કર્યો અને હવે તે કોઈ પણ વ્યક્તિનો સામનો કરવા માટે તૈયાર છે. રિયાની પાછળ જાણીજોઈને અમુક તપાસ એજન્સીઓ પડી છે. મને લાગે છે કે સુશાંતનો પરિવાર, રિયા સાથે બદલો લેવા માંગે છે, તે પણ માત્ર એટલા માટે કારણકે રિયા અભિનેતા સુશાંતની પ્રેમિકા અને લિવઈન પાર્ટનર હતી. માનશિંદેએ કહ્યુ કે રિયા ખૂબ જ બહાદૂર અને મજબૂત છે, તે બંગાળી વાઘણ છે અને બતાવી દેશે કે તે પોતાની સામે બોલનારા બધા બેશરમ લોકોને જડબાતોડ જવાબ આપશે.

ડ્રગ સિંડિકેટની સક્રિય સભ્ય
ઉલ્લેખનીય છે કે 28 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ રિયા ચક્રવર્તી કાલે છૂટી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 9 સપ્ટેમ્બરે ડ્રગ્ઝ કેસમાં તપાસ દરમિયાન રિયાની ધરપકડ કરી હતી. એનસીબીએ રિયા પર ડ્રગ સિંડિકેટની સક્રિય સભ્ય હોવાનો આરોપ લગાવ્યો હતો જ્યાં રિયાને કાલે જામીન મળ્યા. વળી, બીજી તરફ રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના ઘરમાં કામ કરનાર અબ્દુલ બાસિત પરિહારની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી.
બિગ બૉસ 14 બેન કરવાની માંગ, આ વખતે તો હદ પાર કરી દીધી...